Voluntary Retirement: સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, સરકારનો આ નવો નિયમ ખાસ જાણો

કેન્દ્રીય કર્મચારીઓ કે જે એનપીએસ (નેશનલ પેન્શન સિસ્ટમ) હેઠળ આવે છે તેમના વોલેન્ટરી રિટાયરમેન્ટ અંગે સરકારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.

Voluntary Retirement: સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, સરકારનો આ નવો નિયમ ખાસ જાણો

કેન્દ્રીય કર્મચારીઓ કે જે એનપીએસ (નેશનલ પેન્શન સિસ્ટમ) હેઠળ આવે છે તેમના વોલેન્ટરી રિટાયરમેન્ટ અંગે સરકારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેરની આ નવી ગાઈડલાઈન્સ મુજબ એવા કેન્દ્રીય કર્મચારીઓ કે જેમણે 20 વર્ષની રેગ્યુલર સર્વિસના સમયગાળાને પૂરો કર્યો હોય, તેઓ ઈચ્છે તો નિયુક્ત કરનારી ઓથોરિટીને ત્રણ મહિનાની નોટિસ આપીને વોલેન્ટરી રિટાયરમેન્ટ માટે મંજૂરી માંગી શકે છે. 

ડિપાર્ટમેન્ટ ઓફ રેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર  (Department of Pension and Pensioners Welfare)એ 11 ઓક્ટોબર 2024ના રોજ ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું છે. આ નવા નિયમો મુજબ આમ એવા કર્મચારીઓ જેમણે 20 વર્ષનો સર્વિસ સમય પૂરો કર્યો હોય તેઓ ઈચ્છે તો ત્યારબાદ વોલેન્ટરી રિટાયરમેન્ટ માટે અરજી મૂકી શકે છે. આ માટે તેમણે જેમણે તેમને નિયુક્ત કર્યા હોય તે ઓથોરિટી પાસે અરજી કરવાની રહેશે. જો ઓથોરિટી કેન્દ્રીય કર્મચારીની અરજી ન ફગાવે તો નોટિસ પીરિયડ પૂરો થતા જ રિટાયરમેન્ટ પ્રભાવી થઈ જશે. 

આ નિયમ મુજબ જો કેન્દ્રીય કર્મચરી 3 મહિનાના નોટિસ પીરિયડથી ઓછા સમયમાં રિટાયર થવા માંગતો હોય તો તેણે તે માટે લેખિતમાં જાણ કરવી પડશે. નિયુક્ત કરનારી ઓથોરિટીની ભલામણ પર વિચાર કર્યા બાદ નોટિસ પીરિયડ નાનો  કરી શકે છે. કેન્દ્રીય કર્મચારી વોલેન્ટરી રિટાયરમેન્ટ માટે એકવાર નોટિસ આપી દે પછી ઓથિરીટીના અપ્રુવલ વગર તેને પાછું ખેંચી શકે નહીં. તેને પાછું ખેંચવા માટે જે તારીખે રિટાયરમેન્ટની મંજૂરી માંગવામાં આવી હોય તેનાથી 15 દિવસ પહેલા અરજી કરવાની રહેશે. 

ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર (DoP&PW) ના ઓફિસ મેમોરેન્ડમ મુજબ સરકારી કર્મચારીઓ જે સર્વિસથી વોલેન્ટરી રિટાયરમેન્ટ લઈ રહ્યા છે તેમને પીએફઆરડીએના રેગ્યુલેશન 2015 હેઠળ તમામ બેનિફિટ આપવામાં આવશે. તેમને સ્ટાન્ડર્ડ રિટાયરમન્ટ એજ પર એ બધી સુવિધાઓ મળે જે રેગ્યુલર સરકારી કર્મચારીને રિટાયરમેન્ટ પર આપવામાં આવે છે. જો સરકારી કર્મચારી ઈન્ડીવિઝ્યુઅલ પેન્શન એકાઉન્ટને ચાલુ રાખવા માંગતા હોય કે રિટાયરમેન્ટની તારીખ પર નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ મળનારા  બેનિફિટ્સને ટાળવા માંગતા હોય તો પીએફઆરડીએના રેગ્યુલેશન્સ હેઠળ આ ઓપ્શનને અપનાવી શકે છે. 

ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર મુજબ જો કોઈ કર્મચારી સ્પેશિયલ વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ હેઠળ સરપ્લસ એમ્પલોયઝ હોવાને પગલે રિટાયર થાય તો આ નિયમ એવા કર્મચારીઓ પર લાગૂ થશે નહીં. આ સાથે કોઈ કર્મચારી સરકારી નોકરીથી રિટાયર થયા બાદ કોઈ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ કે ઓટોનોમસ બોડીમાં નોકરીએ લાગે તો તેના ઉપર પણ આ નિયમ લાગૂ થશે નહીં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news