હવે 1 એપ્રિલથી દેશમાં મળશે સૌથી સ્વચ્છ પેટ્રોલ, પ્રદૂષણ ઘટશે

હવે દેશમાં દુનિયાના સૌથી સ્વચ્છ પેટ્રોલ-ડીઝલ (Petrol - Diesel) મળવાનું શરૂ થશે. કેન્દ્ર સરકાર દેશમાં વધતા જતા પ્રદૂષણને જોતા પેટ્રોલ પંપ પર યૂરો-6 માપદંડવાળા પેટ્રોલ-ડીઝલના વેચાણને મંજૂરી આપી છે. તેના માટે ઇંધણને પેટ્રોલ પંપ પર પહોંચાડવાનું કામ શરૂ થઇ ગયું છે.  

હવે 1 એપ્રિલથી દેશમાં મળશે સૌથી સ્વચ્છ પેટ્રોલ, પ્રદૂષણ ઘટશે

નવી દિલ્હી: હવે દેશમાં દુનિયાના સૌથી સ્વચ્છ પેટ્રોલ-ડીઝલ (Petrol - Diesel) મળવાનું શરૂ થશે. કેન્દ્ર સરકાર દેશમાં વધતા જતા પ્રદૂષણને જોતા પેટ્રોલ પંપ પર યૂરો-6 માપદંડવાળા પેટ્રોલ-ડીઝલના વેચાણને મંજૂરી આપી છે. તેના માટે ઇંધણને પેટ્રોલ પંપ પર પહોંચાડવાનું કામ શરૂ થઇ ગયું છે.  

1 એપ્રિલથી તમારા નજીકના પેટ્રોલ પંપ થશે ઉપલબ્ધ
અધિકારીઓનું કહેવું છે કે 1 એપ્રિલથી યૂરો-6નું પેટ્રોલ અને ડીઝલ પેટ્રોલ પંપ પર મળવાનું શરૂ થઇ જશે. ઇન્ડીયન ઓઇલ (Indian Oil)ના ચેરમેન સંજીવ સિંહનું કહેવું છે કે એપ્રિલ મહિનાથી તમામ પેટ્રોલ પંપો પર અવિરત પુરવઠા માટે ગત એક વર્ષથી રિફાઇનરીઓમાં બીએસ-6 પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન શરૂ થઇ ચૂક્યું છે. તમને જણાવી દઇએ કે બીએસ-6 આંતરરાષ્ટ્રીય માપદંડ યૂરો-6 સમાજ જ છે. 

પ્રદૂષણ ઓછી કરવામાં મળી શકે છે સફળતા
ઉલ્લેખનીય છે કે બીએસ-6ના અનુકૂળ પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરની માત્રા ફક્ત 10 પીપીએમ થાય છે. આ સીનજીની માફક સ્વચ્છ ગણવામાં આવે છે. નવા ઇંધણથી બીએસ-6 અનુકૂળ વાહનોનું નાઇટ્રોજન ઓક્સાઇડ એમિશન પેટ્રોલ કારોમાં 25 ટકા સુધી અને ડીઝલ કારોમાં 70 ટકા ઘટાડો થઇ જશે. 

ગ્રીનપીસના આ તાજા રિપોર્ટ અનુસાર ભારતને પ્રદૂષણના લીધે દર વર્ષે લગભગ 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. આ હિસાબથી ભારતને કુલ આવકમાંથી લગભગ 5.4 ટકા જીડીપીનું નુકસાન થઇ રહ્યું છે. દેશમાં ઇંધણના લીધે ફેલાઇ રહેલી ઝેરી હવાના લીધે પર્યાવરણ અને સ્વાસ્થ્ય બંનેનું નુકસાન થઇ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news