SBI ભર્યું મોટી પગલું, હવે બીજાના બેંક એકાઉન્ટમાં જમા કરાવી શકશો નહી કેશ

લોકોના બેંક એકાઉન્ટ સુરક્ષિત રાખવા માટે ભારતીય સ્ટેટ બેંક (SBI)એ મોટો નિર્ણય લીધો છે. નોટબંધી દરમિયાન મોટાપાયે આવેલા જાસૂસીના કેસને જોતા એસબીઆઇએ નિર્ણય લીધો છે કે કોઇના ખાતામાં કોઇ બીજો વ્યક્તિ પૈસા જમા કરાવી શકશે નહી. એટલે કે જો મિસ્ટર 'A' નું એસબીઆઇમાં એકાઉન્ટ છે તો તે જ કેશ કાઉન્ટર પર જઇને પૈસા જમા કરાવી શકશે. એટલું જ નહી કોઇ પિતા પણ પોતાના પુત્રના એસબીઆઇ એકાઉન્ટમાં પૈસા જમા કરાવી શકશે નહી.

SBI ભર્યું મોટી પગલું, હવે બીજાના બેંક એકાઉન્ટમાં જમા કરાવી શકશો નહી કેશ

નવી દિલ્હી: લોકોના બેંક એકાઉન્ટ સુરક્ષિત રાખવા માટે ભારતીય સ્ટેટ બેંક (SBI)એ મોટો નિર્ણય લીધો છે. નોટબંધી દરમિયાન મોટાપાયે આવેલા જાસૂસીના કેસને જોતા એસબીઆઇએ નિર્ણય લીધો છે કે કોઇના ખાતામાં કોઇ બીજો વ્યક્તિ પૈસા જમા કરાવી શકશે નહી. એટલે કે જો મિસ્ટર 'A' નું એસબીઆઇમાં એકાઉન્ટ છે તો તે જ કેશ કાઉન્ટર પર જઇને પૈસા જમા કરાવી શકશે. એટલું જ નહી કોઇ પિતા પણ પોતાના પુત્રના એસબીઆઇ એકાઉન્ટમાં પૈસા જમા કરાવી શકશે નહી.

આ નિયમ લાવવા પાછળ આ છે તર્ક
એસબીઆઇ જ્યારે આ નિયમને લાગૂ કરવા પાછળનું કારણ પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે નોટબંધી દરમિયાન ઘણા બેંક એકાઉન્ટમાં મોટી સંખ્યામાં હજાર અને પાંચસો રૂપિયાની નોટ જમા કરાવવામાં આવી હતી. હવે તપાસ જ્યારે લોકો પાસેથી આટલી બધી નોટ વિશે પૂછવામાં આવી રહ્યું છે તો તેમનું કહેવું છે કે કોઇ અજાણ્યા વ્યક્તિએ તેમના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવી દીધા છે. તેમનું તેમની સાથે કોઇ લેવા દેવા નથી.  

ત્યારબાદત્યારબાદ ઇન્કમ ટેક્સ વિભાગે સરકારી બેંકોને અનુરોધ કર્યો કે તે એવા નિયમ બનાવે કે કોઇ બીજી વ્યક્તિ બીજા કોઇ ખાતામાં કેસ જમા કરાવી શકે નહી, જેથી કોઇ વ્યક્તિ પોતાના બેંક એકાઉન્ટમાં જમા પૈસા વિશે પોતાની જવઆબદારી અને જવાબદેહીથી બચી ન શકે. બેંકનું કહેવું છે કે આ વ્યવસ્થાને લાગૂ થયા બાદ આતંકી ફંડિંગ પર પણ લગામ લાગવાની આશા છે. 

બીજા બેંક ખાતામાં પૈસા જમા કરવાની આ રહેશે પ્રક્રિયા
બેંકે આ નવા નિયમને લાગૂ કરવાની સાથે તેમાં વિશેષ પરિસ્થિતિઓનો પણ ખ્યાલ રાખ્યો છે. ઉદાહરણ તરીકે જો મિસ્ટર 'A' મિસ્ટર 'B'ના બેંક ખાતામાં કેશ જમા કરાવવા માંગે છે તો  'A' ને 'B' પાસેથી એક પરવાનગી પત્ર લખાવવો પડશે, જેનાપર 'B'ની સહી હશે. આ ઉપરાંત બેંક એકાઉંટ પર કેસની સાથે આપવામાં આવતા જમા ફોર્મ પર બેંક એકાઉન્ટ ધારકની સહી હોવી જોઇએ. આ બે પરિસ્થિતિઓમાં જ કોઇ બીજી વ્યક્તિ કોઇના ખાતામાં કેશ જમા કરાવી શકશે. જોકે બેંકે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કોઇ ઓનલાઇન બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવે છે તો તે તેના માટે સ્વતંત્ર છે. આ નવા નિયમ લાગૂ નહી પડે. 

એસબીઆઇનું કહેવું છે કે આ ઉપરાંત જો ગ્રીન કાર્ડ અને ઇંસ્ટા ડિપોઝિટ કાર્ડ છે તો કોઇપણ વ્યક્તિ આ કાર્ડ દ્વારા તેના એકાઉન્ટમાં બેંક જઇને કેશ ડિપોઝિટ મશીન વડે પૈસા જમા કરાવી શકે છે. 

ભારત બંધ ઠેર ઠેર વિરોધ, ટાયર સળગ્યા, શું છે સ્થિતિ? વાંચો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news