હવે ઓફલાઇન પણ કરી શકશો ડિજિટલ ટ્રાન્જેક્શન, RBIએ શરૂ કરી આ નવી સુવિધા
ડિજિટલ ટ્રાન્જેક્શનનો ઉપયોગ વધારવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank Of India)એ વગર ઇન્ટરનેટના પણ લેણદેણ કરવાની સુવિધાના પાયલટ આધાર પર શરૂ કર્યો છે. જો કે, હાલ માત્ર 200 રૂપિયા સુધી રમકની લિમિટ નક્કી કરી છે, પરંતુ આગળ જતા તેને વધારી શકાય છે.
Trending Photos
નવી દિલ્હી: ડિજિટલ ટ્રાન્જેક્શનનો ઉપયોગ વધારવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank Of India)એ વગર ઇન્ટરનેટના પણ લેણદેણ કરવાની સુવિધાના પાયલટ આધાર પર શરૂ કર્યો છે. જો કે, હાલ માત્ર 200 રૂપિયા સુધી રમકની લિમિટ નક્કી કરી છે, પરંતુ આગળ જતા તેને વધારી શકાય છે.
આમની સાથે કરી શકશો લેણદેણ
જો કે, આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વગર ઇન્ટરનેટના કાર્ડ અને મોબાઇલ દ્વારા નાની રમકની ચૂકવણી કરવાની પરવાનગી આપવામાં આવી છે. બેંકની અધિસૂચરના અંતર્ગત આ પાયલટ યોજના અંતર્ગત ડેબિટ કાર્ડ, વોલેટ અથવા મોબાઇથી કરવામાં આવી શકે છે. તેના માટે કોઇ વેરિફિકેશનની જરૂરીયાત નથી. આ યોજના 31 માર્ચ 2021 સુધી ચાલુ રહેશે.
RBIએ જણાવ્યું કે આજે પણ ઘણા વિસ્તાર એવા છે જ્યાં ઇન્ટરનેટનો અભાવ છે. જેના કારણે ડિજિટલ પેમેન્ટમાં પણ મુશ્કેલી પડી રહી છે. તેને જોતા રિઝર્વ બેંકે આ પગલું ઉઠાવ્યું છે. આ કારણ છે કે, કાર્ડ, વોલેટ અને મોબાઇલ ઉપકરણોના માધ્યમથી ઓફલાઇન ચૂકવણીનો વિકલ્પ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે