Lockdown: વર્ક ફ્રોમ હોમ નોકરીઓ શોધી રહ્યા છે ભારતીય, આટલા ટકાનો થયો વધારો
Lockdownની વચ્ચે હવે નોકરી કરવા માટે તમામ સમીકરણ બદલાઈ રહ્યાં છે. પહેલા લોકો માત્ર મોટી સેલેરી તરફ આકર્ષિત થતા હતા. હવે બધુ જ બદલાઈ ગયું છે. હવે મોટાભાગના લોકો કોરોના વાયરસથી બચવા માટે વર્ક ફ્રોમ હોમવાળી નોકરી શોધી રહ્યાં છે. નોકરી કરતા લોકોના વિચારમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: Lockdownની વચ્ચે હવે નોકરી કરવા માટે તમામ સમીકરણ બદલાઈ રહ્યાં છે. પહેલા લોકો માત્ર મોટી સેલેરી તરફ આકર્ષિત થતા હતા. હવે બધુ જ બદલાઈ ગયું છે. હવે મોટાભાગના લોકો કોરોના વાયરસથી બચવા માટે વર્ક ફ્રોમ હોમવાળી નોકરી શોધી રહ્યાં છે. નોકરી કરતા લોકોના વિચારમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે.
337 ટકા થયો છે વધારો
કોરોના વાયરસ મહામારીએ લોકોની કામ કરવાની રીતમાં મોટો ફેરફાર આવ્યો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરીથી મે મહિના દરમિયાન દેશમાં રિમોટ વર્ક (દૂર રહીને ઓફિસનું કામ)વાળી નોકરીના સર્ચમાં 377 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નોકરની શોધ કરતા લોકો હવે રિમોટથી કામ કરવાનું વધારે પસંદ કરે છે. જોબ સાઈટ ઈન્ડીડના રિપોર્ટ કહેવામાં આવ્યું છે કે, સર્ચ દરમિયાન રિમોટ, વર્ક ફ્રોમ હોમ અને આ પ્રકારના અન્ય શબ્દોનો ઉપયોગ વધારે થયો છે.
ફેબ્રુઆરીથી મે, 2020 દરમિયાન રિમોટ વર્ક માટે સર્ચમાં 377 ટકાનો ઉછાળો આવ્યો છે. આ પ્રકારે રિમોટ વર્ક અને ઘરેથી કામ એટલે કે વર્ક ફ્રોમ હોમ માટે નોકરીઓમાં 168 ટકાની વૃદ્ધી થઈ છે. ઈન્ડીડ ઇન્ડિયાના પ્રબંધ નિર્દેશક શશિ કુમારે કહ્યું કે, કોવિડ-19થી ઘણા લોકોના કામ કરવાની રીતમાં ફેરફાર આવ્યો છે. રિમોટ વર્કને લોકો ઘણું પસંદ કરી રહ્યાં છે. હજુ તેના વધવાની આશા છે. તેમણે કહ્યું કે, ઉદ્યોગોને હવે ભવિષ્ય માટે આ પ્રકારના શ્રમબળ તૈયાર કરવા પર ધ્યાન આપવું પડશે.
પૂર્વના અધ્યયનોમાં પણ આ તથ્ય સામે આવ્યા છે કે નોકરીની શોધ કરતા 83 ટકા લોકો રિમોટ વર્ક નીતિને મહત્વપૂર્ણ માને છે. એટલું જ નહીં 53 ટકા કર્મચારીઓનું કહેવું હતું કે, જો તેમને રિમોટથી કામ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવે તો તે વેતનમાં ઘટાડો લેવા પણ તૈયાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે