Income Tax: અંબાણી કે અદાણી નહીં પરંતુ આ વ્યક્તિ ભરે છે સૌથી વધુ ટેક્સ, નામ જાણીને બે ઘડી ચોંકી જશો
Income Tax Update: આવકવેરા ટેક્સ રિટર્ન (ITR) ભરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે. તમારી પાસે હવે માજ્ઞ 4 દિવસનો સમય બચ્યો છે. જો તમે હજુ સુધી ટેક્સ નથી ભર્યો તો જલદી ભરી નાખો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતમાં કોણ સૌથી વધુ આવકવેરો ભરે છે. આ સવાલનો જવાબ સાંભળીને તમારા બધાના મનમાં પહેલો ખ્યાલ તો અંબાણી-અદાણી, ટાટા કે બિરલાનો આવતો હશે પરંતુ તમે ખોટા છો.
Trending Photos
Income Tax Update: આવકવેરા ટેક્સ રિટર્ન (ITR) ભરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે. તમારી પાસે હવે માજ્ઞ 4 દિવસનો સમય બચ્યો છે. જો તમે હજુ સુધી ટેક્સ નથી ભર્યો તો જલદી ભરી નાખો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતમાં કોણ સૌથી વધુ આવકવેરો ભરે છે. આ સવાલનો જવાબ સાંભળીને તમારા બધાના મનમાં પહેલો ખ્યાલ તો અંબાણી-અદાણી, ટાટા કે બિરલાનો આવતો હશે પરંતુ તમે ખોટા છો. ભારતમાં અંબાણી કે અદાણી નહીં પણ કોઈ અન્ય વ્યક્તિ સૌથી વધુ આવકવેરો ભરે છે. તેનું નામ સાંભળીને બે ઘડી તો તમે વિશ્વાસ નહીં કરી શકો.
29.5 કરોડ રૂપિયા ભર્યો આવકવેરો
જો આપણે ઈન્ડિવિઝ્યુઅલ આવકવેરાની વાત કરીએ તો કોર્પોરેટ લીડર્સની સરખામણીમાં અનેક એવા સેક્ટર છે જે વધુ ટેક્સ ભરે છે. આવકવેરા ડિપાર્ટમેન્ટ તરફથી મળેલી જાણકારી મુજબ જો નાણાકીય વર્ષ 2021-22ની વાત કરીએ તો તે સમયે સૌથી વધુ ટેક્સ બોલીવુડ અભિનેતા અક્ષયકુમારે ચૂકવ્યો હતો. અભિનેતા અક્ષયકુમારે વર્ષ 2022માં 29.5 કરોડ રૂપિયા ટેક્સ ભર્યો હતો. તેણે પોતાની એક વર્ષની કમાણી 486 કરોડ રૂપિયા ગણાવી હતી.
સૌથી વધુ ફી ચાર્જ કરે છે
બોલીવુડના સિતારાઓમાં ટોપમાં ગણાતા અક્ષયકુમાર સૌથી વધુ ફી ચાર્જ કરે છે. આ ઉપરાંત અક્ષયકુમારનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે અને તે સ્પોર્ટ્સ ટીમ પણ ચલાવે છે. તદઉપરાંત અનેક બ્રાંડના એન્ડોર્સમેન્ટથી પણ તેમને કમાણી થાય છે.
સન્માન પત્ર એવોર્ડ મળ્યો
ભારતમાં ઈન્ડિવિજ્યુઅલ આવકવેરો ભરવાના મામલે અક્ષયકુમાર પહેલા નંબરે છે. દેશના સૌથી મોટા કરદાતા રહેલા અક્ષયકુમારને આ બદલ 'સન્માન પત્ર' એવોર્ડ પણ મળ્યો છે. અક્ષયકુમાર 2022 અગાઉ પણ આવકવેરો ભરવામાં દેશમાં નંબર-1 રહ્યા છે. વર્ષ 2021માં એટલે કે નાણાકીય વર્ષ 2020-21 માટે તેમણે 25.5 કરોડ રૂપિયા આવકવેરો ફર્યો હતો.
ધોનીએ ભર્યો 38 કરોડ ટેક્સ
આ સિવાય એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે આ ખિતાબ મહેન્દ્ર સિંહ ધોનીને મળી શકે છે. અત્યાર સુધી જે આંકડા ઉપલબ્ધ છે તે મુજબ આ ખિતાબ મહેન્દ્રસિંહ ધોનીને જઈ શકે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ 2022-23 દરમિયાન 38 કરોડ રૂપિયાનો ભારે ભરખમ એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે