Live Update: ગુજરાત બજેટ 2019: નિતીન પટેલ ગૃહમાં લેખાનુદાન બજેટ રજૂ કરશે, પ્રશ્નોતરી શરૂ

નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં પહોંચી ગયા છે અને સત્રની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. શરૂઆતનો પ્રથમ કલાક પ્રશ્નોતરી માટે રહેશે. આજે તેઓ લેખાનુદાન બજેટ રજૂ કરશે. ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ટકોર કરતાં જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભોળા સારા અને નિખાલસ છે. ગૃહમાં online એન.એ.ના પ્રશ્નનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રીએ આ ટકોર કરી હતી. 

Live Update: ગુજરાત બજેટ 2019: નિતીન પટેલ ગૃહમાં લેખાનુદાન બજેટ રજૂ કરશે, પ્રશ્નોતરી શરૂ

ગાંધીનગર: નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં પહોંચી ગયા છે અને સત્રની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. શરૂઆતનો પ્રથમ કલાક પ્રશ્નોતરી માટે રહેશે. આજે તેઓ લેખાનુદાન બજેટ રજૂ કરશે. ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ટકોર કરતાં જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભોળા સારા અને નિખાલસ છે. ગૃહમાં online એન.એ.ના પ્રશ્નનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રીએ આ ટકોર કરી હતી. 

Live Update:

  • ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો એ પૂછ્યા સવાલ
  • 2013થી પડતર પ્રશ્નો હલ કરવા માટે રાજ્ય સરકાર કોઈ કામ નહીં કરતા હોવાનો આક્ષેપ
  • રાજ્યમાં મોદી સરકાર હતી ત્યારે કેન્દ્ર પાસે કરી હતી માંગણીઓ
  • હવે કેન્દ્રમાં મોદી સરકાર હોવાછતાં પ્રશ્નો પડતર
  • 14 પ્રશ્નોમાં રાજ્યને કેન્દ્રનો અન્યાયનો આક્ષેપ
  • અમદાવાદનું નામ કર્ણાવતી ના થયું
  • અમદાવાદ શહેર હજુ મેટ્રો સિટી જાહેર નથી કરાઈ
  • સરકારે કેન્દ્રમાં દરખાસ્ત પણ નથી મૂકી
  • દુષ્કાળ અસરગ્રસ્ત વિસ્તારો માટે 1725 કરોડની માંગણી કરી હતી જેની હજુ ફાળવણી થઇ નથી
  • નલિયા સેક્સકાંડ અંગે વિધાનસભામાં પુછાયો પ્રશ્ન 
  • કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુસડીયાએ જસ્ટિસ દવે કમિશનના ખર્ચ અંગે કર્યો પ્રશ્ન 
  • નલિયા કાંડની તપાસ માટે રચાયેલ જસ્ટિસ દવે કમિશન પાછળ ૭૦,૨૭,૨૩૮ લાખનો થયો ખર્ચ 
  • કમિશનની પ્રથમ બેઠક ૧૯ માર્ચ ૨૦૧૮ ના રોજ મળી હતી
  • વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને અભિનંદન પાઠવ્યા
  • મુખ્યમંત્રીએ મહેસુલ વિભાગના ભ્રષ્ટાચાર હોવાની વાતનો સ્વીકાર કર્યો તે માટે અભિનંદન આપ્યા
  • જોકે વિરોધ પક્ષના નેતાએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ રીતે ભ્રષ્ટાચારની વાતનો સ્વીકાર કરે તો તેમને પણ અભિનંદન આપવાની વાત કરી
  • બુલેટ ટ્રેનમાં અત્યારે ગુજરાતમાં જમીન સંપાદનનું કામ ચાલી રહ્યું છે
  • વડોદરા અને ભરૂચ જિલ્લાની જમીન સંપાદન કરવાની ચાલી રહી છે
  • વડોદરા સીટીમાં 166, વડોદરામાં 116, પાદરામાં 82 અને કરજણમાં 135 એમ કુલ 499 વાંધા ફરિયાદ આવી છે
  • જ્યારે ભરૂચમાં 163, અંકલેશ્વર 70, આમોદ 175 પણ ‌એમ કુલ 408 વાંધ ફરિયાદ આવી હોવાનો સ્વીકાર નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ગૃહમાં કર્યો
  • નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સ્પષ્ટ જણાવ્યું કે, જમીન સંપાદન કરવાના નવા કાયદા કેન્દ્ર સરકારના બનાવ્યા તે પ્રમાણે ચાર ગણું વળતર આપવામાં આવશે.
  • રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલ ના તંદુરસ્ત તબિયતને કારણે ગેરહાજર રહેતા મહેસુલ વિભાગના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આપ્યા
  • લોકરક્ષક દળની ભરતી પરીક્ષાના પેપર લીક અંગે વિધાનસભામાં પૂછ્યો પ્રશ્ન...
  • આ પ્રકરણમાં હજુ 16 આરોપીઓ પોલિસ પહોંચની બહાર, 20 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
  • જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીના પ્રશ્નમાં ગૃહ વિભાગે રજૂ કરી વિગત...
  • ભરૂચ અને વડોદરા જિલ્લામાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન અંગે કરાયો પ્રશ્ન 
  • છેલ્લા બે વર્ષમાં વડોદરા જિલ્લામાં ૯૨૨૧૪૫ મીટર જમીન સંપાદિત કરાઈ 
  • ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકામાં ૧૧૩૩૭૨૬ ચો મી જમીન સંપદિત કરાઈ 
  • જમીન સંપાદિત અંગે બંને જિલ્લામાં ખેડૂતો એ કરી છે વાંધા ફરિયાદો 
  • વડોદરાના ૪૯૯ અને ભરૂચના ૪૦૮ ખેડૂતોએ  જમીન સંપાદિત થવા સામે કરી છે વાંધા ફરિયાદો 
  • રાજ્ય સરકારે અત્યાર સુધી ૬૦૦ કરોડ કરતા વધારેની રકમ ખેડૂતોને ચૂકવી 
  • સરકારે બજાર કિંમત કરતા ચાર ઘણા ભાવ ચુક્યા હોવાનો સરકાર નો દાવો
  • ગાંધીના ગુજરાતમાં દારૂ ની રેલમછેલ
  • છેલ્લા 2 વર્ષમાં 501.938 કિલો લીટર વિદેશી દારૂનું વેચાણ થયું
  • 3161.688 કિલો લીટર બીયર નું વેચાણ થયું
  • સરકારના સત્તાવાર આંકડા
  • નવસારી જિલ્લામાં ૮૪૧૯૭૨ ચો મી જમીન સંપદિત કરશે 
  • નવસારી જિલ્લાના ૧૯૮ ખેડૂતોએ જમીન સંપાદન સામે કરી છે વાંધા અરજી 
  • અમદાવાદ જિલ્લાની ૩૫૧૧૨૯ ચો મી જમીન સંપાદિત થઇ 
  • ખેડા જિલ્લામાં ૧૦૫૫૨૭૫ ચો મી જમીન સંપાદિત થશે 
  • અમદાવાદના ૧૫ અને ખેડાના ૪૩ ખેડૂતોએ જમીન સંપાદન અંગે કરી છે વાંધા કરજી 
  • આણંદ જિલ્લામાં ૪૪૭૦૭૮ જમીન સંપાદિત થશે 
  • આણંદના ૪૦ ખેડૂતોએ વાંધા અરજી કરી
  • રાજ્યના ૩૨ તાલુકામાં થશે જમીન સંપાદન 
  • ૧૯૪ ગામોની જમીન સંપાદન કરવામાં આવશે
  • ગાંધીનગર વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં આશારામ આશ્રમમાં થયેલા બે બાળકોના મૃત્યુ અંગે નિમાયેલા ડી કે ત્રિવેદી પંચના અહેવાલ ગૃહમાં મુકાયો છે તે અંગેનો પ્રશ્ન
  • ગૃહમંત્રીએ લેખિતમાં સ્વીકાર્યું, ડી કે ત્રિવેદી પંચનો અહેવાલ સરકારને મળ્યો છે 
  • ૩૧ ડિસેમ્બરની સ્થિતિએ હજુ અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી
  • ગૃહ મંત્રીનો જવાબ અહેવાલ સરકારી વિચારણા હેઠળ છે
  • ગાંધીનગર વિધાનસભા પ્રશ્નોત્તરી
  • ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ની સ્થિતિએ સુરતમાં એફએસઆઇ વધારવાની ૫૨ દરખાસ્ત આવી સરકારે તમામ મંજૂર કરી
  • અમદાવાદની ૪ દરખાસ્ત આવી જે પૈકીની ત્રણ મંજૂર કરવામાં આવી
  • રાજ્યમાં પોલીસ અને અન્ય દળોના આધુનિકિકરણ માટે કેંદ્ર તરફથી મળતી રકમમાં ઘટાડો
  • વર્ષ 2017-18માં 33.057 કરોડ મળતા હતા
  • જે વર્ષ 2018-19માં ઘટાડીને 27.073 કરોડ કરવામાં આવ્યા
  • જમીન બજાર ભાવ પ્રમાણે કોઈ દસ્તાવેજ કરતા નથી. કરોડો રૂપિયાની જમીન હોય તો જ દસ્તાવેજ લાખો રૂપિયા જ કરવામાં આવે છે અને સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી કરતા હોવાનો સ્વીકાર કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય જીતુભાઇ વસાવાએ ગૃહમાં કર્યો
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સભ્યનું નિખાલસતાને બિરદાવી
  • બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુદ્દે ગૃહ માં પૂછાયા અલગ અલગ પ્રશ્નો
  • 32 તાલુકાના 197 ગામોની જમીન સંપાદિત થશે
  • અત્યાર સુધી ખેડૂતોને 620 કરોડની વળતર ચૂકવણી થઈ
  • વડોદરા જિલ્લાની 9 લાખ 22 હજાર 145 ચોરસ મીટર
  • નવસારી જિલ્લાની 8 લાખ 41 હજાર 972 ચોરસ મીટર જમીન
  • અમદાવાદ જિલ્લાની 3 લાખ 51 હજાર 129 ચોરસ મીટર
  • ખેડા જિલ્લાની 10 લાખ 55 હજાર 275 ચોરસ મીટર જમીન
  • આણંદ જિલ્લાની 4 લાખ  47 હજાર ચોરસ મીટર જમીન સંપાદિત થશે
  • આણંદ જિલ્લાના 40, અમદાવાદ જિલ્લાના 15, ખેડા જિલ્લાના 43, નવસારી જિલ્લાના 198 , વડોદરા જિલ્લાના 499 અને ભરૂચ જિલ્લાના 408  ખેડૂતોએ જમીન સંપાદન અંગે વાંધા ફરિયાદો રજૂ કરી છે
  • વાઇબ્રન્ટ સમિટ ૨૦૧૭માં ફુડ અને એગ્રો સેક્ટરના ૪૦૯ ઇનવેસ્ટમેન્ટ ઇન્ટેન્શન મજુર થયા  
  • અમદાવાદમાં 24 કલાક પાણી આપવાનો પ્રોજેકટ
  • માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીના પ્રશ્નમાં સરકારે ગૃહમાં આપ્યો જવાબ
  • 24 કલાક પાણી માટે શહેરનો ટોપોગ્રાફીક સર્વે, કન્ટુર સર્વે, કન્ઝ્યુમર સર્વે અને નેટવર્ક સર્વેની કામગીરી કરવામાં આવી
  • જોધપુર અને સ્ટેડિયમ વોર્ડને પાયલોટ પ્રોજેકટ તરીકે પસંદ કરાયા
  • આ યોજના માટે જોધપુર વોર્ડમાં 35 કરોડ અને સ્ટેડિયમ વોર્ડમાં 10 કરોડનો ખર્ચ કર્યો
  • આ યોજના હેઠળ હાલ 6 કલાક અને 30 મિનિટ પાણી આપવામાં આવે છે
  • તબક્કાવાર 24 કલાક પાણી પૂરું પાડવામાં આવશે
  • દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગેલ સહાય અંગે પુછાયો પ્રશ્ન 
  • કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને દુષ્કાળ માટે સહાય કરી કે નહિ તે સરકારના જાણ બહાર
  • રાજ્યના ૧૧ જિલ્લાના ૩૨૯૧ ગામોમાં દુષ્કાળ ની સ્થિતિ 
  • દુષ્કાળને પહોંચી વળવા રાજ્ય સરકારે ૧૭૨૫.૨૫ કરોડની કરી હતી માંગણી 
  • માંગણી પૂર્ણ થઇ કે નહિ તે સરકારની જાણ બહાર
  • ગૃહમાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનો મુદ્દો ઉઠાવતા ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ હોબાળો કર્યો
  • જીગ્નેશ મેવાણી દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો જમીન સંપાદન તેમના મત નહીં કરવાનો વાત કરી રહ્યા હોવાની રજૂઆત કરી
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જવાબ આપતા દેશદ્રોહી શબ્દો વાપરતા હોબાળો થયો, જીગ્નેશ મેવાણી પોતાની જગ્યા છોડી ને આગળ આવ્યા
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે નર્મદા યોજનાના વિરોધી મેઘા પાટકર દેશદ્રોહી હતા મેઘા પાટકરની ભાષા બોલનારા દેશદ્રોહી કહેવામાં કશું ખોટું કે નથી
  • નીતિન પટેલે કોંગ્રેસ ને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવા માટે ચેલેન્જ ફેકી કે કોંગ્રેસ જીગ્નેશ મેવાણીના તેને સમર્થન કરતી હોય તો સ્પષ્ટતા કરે, જોકે ગૃહના અધ્યક્ષે દરમિયાનગીરી કરી આખો મામલો થાળે પાડ્યો
  • કોગ્રેસના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરીયાના પ્રશ્નનો ઉદ્યોગ મંત્રીનો લખીશ જવાબ 
  • વર્ષ ૨૦૧૩ થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં મહાત્મા મંદિર ખાતે થયેલા કાર્યક્રમોના કુલ પાંચ કરોડ ૪૫ લાખ ૫૪ હજાર ૫૪૭ રૂપિયા વસૂલવાના બાકી
  • સરકાર પાસેથી ૩ કરોડ ૯૨લાખ ૨૭ હજાર ૫૭ રૂપિયા અને ખાનગી એજન્સીના૧ કરોડ ૫૩ લાખ૨૭ હજાર ૪૯૦ રૂપિયાની વસૂલી બાકી
  • બે વર્ષમાં ૫૨ સરકારી અને ૫૨ ખાનગી કાર્યક્રમ થયા
  • ભાડા પેટે કુલ ૧૨ કરોડ ૩૨ લાખ૩૪ હજાર ૯૫૪ રૂપિયા વસૂલ કર્યા
  • ૧ કરોડ ૩૧ લાખ૪ હજાર ૯૯૬ રકમ વસૂલવાની બાકી
  • રકમ વસુલવા એજન્સીઓને સમયાંતરે પત્ર દ્વારા જાણ કરાતી હોવાની સરકારનો લેખિતમાં જવાબ
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news