Adani Share: શું વધી શકે છે અદાણીની મુશ્કેલીઓ? મોદી સરકારે કર્યો મોટો ખુલાસો
Hindenburg Research: અદાણી ગ્રુપના શેર સતત નીચે જઈ રહ્યા છે. દરમિયાન ભારતમાં અદાણી જૂથને લઈને ઘણી અનિશ્ચિતતાઓ છે. આ જ સમયે, સરકારે પણ અદાણી જૂથને લઈને મૌન તોડ્યું છે અને અદાણી જૂથ પર નાણામંત્રી નિર્મલા સીતારમણ તરફથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
Trending Photos
Adani Group: હિંડનબર્ગ રિપોર્ટ બાદથી અદાણી ગ્રૂપ પર અનેક મુશ્કેલીઓ વધી રહી છે. અદાણી ગ્રુપના શેર સતત નીચે જઈ રહ્યા છે. દરમિયાન, ભારતમાં અદાણી જૂથને લઈને ઘણી અનિશ્ચિતતાઓ છે. આ જ સમયે સરકારે પણ અદાણી જૂથને લઈને મૌન તોડ્યું છે અને અદાણી જૂથ પર નાણામંત્રી નિર્મલા સીતારમણ તરફથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
અદાણી ગ્રુપ
અદાણી ગ્રુપે ઘણી બેંકો પાસેથી લોન લીધી છે. ભારતમાં હાજર ઘણી બેંકોએ અદાણી ગ્રુપને લોન આપી છે. દરમિયાન, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે અદાણી ગ્રૂપ પર નિવેદન આપતાં કહ્યું છે કે ધિરાણ આપતી બેન્કોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઓવર એક્સપોઝ નથી, અદાણી ગ્રૂપને મંજૂરીની મર્યાદામાં લોન આપવામાં આવી છે.
અદાણી શેર્સ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે SBI અને LIC બંનેએ કહ્યું છે કે તેઓ અદાણી જૂથમાં ઓવર હિસ્સો ધરાવતા નથી. બંનેનું કહેવું છે કે અદાણી જૂથમાં એમનું એટલું રોકાણ છે. જેમાં અદાણી જૂથના શેર ગગડ્યા બાદ પણ તેઓ નફામાં છે.
હિંડનબર્ગ રિપોર્ટ
તમને જણાવી દઈએ કે હિંડનબર્ગે હાલમાં જ અદાણી ગ્રુપ પર એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર છેતરપિંડી અને ખોટી રીતે શેરના ભાવમાં વધારો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપને સતત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે જ સમયે, ભારતીય શેરમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપના શેર પણ છેલ્લા કેટલાક દિવસોથી દબાણ હેઠળ આવ્યા છે અને તેમના શેરમાં લોઅર સર્કિટ લાગી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે