GST કાઉન્સિલની બેઠક અગાઉ અર્થવ્યવસ્થા પર સરકારની મોટી જાહેરાત, કંપનીઓને કોર્પોરેટ ટેક્સમાં મળશે છૂટ

ગોવામાં થનારી જીએસટી કાઉન્સિલ બેઠક અગાઉ નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ યોજી અને અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે અનેક મોટી જાહેરાતો કરી. આ દરમિયાન તેમણે કંપની અને વેપારીઓને રાહત આપતા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો પ્રસ્તાવ રજુ કર્યો.

GST કાઉન્સિલની બેઠક અગાઉ અર્થવ્યવસ્થા પર સરકારની મોટી જાહેરાત, કંપનીઓને કોર્પોરેટ ટેક્સમાં મળશે છૂટ

નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આજે અનેક મોટી જાહેરાતો કરી. તેમણે ઘરેલુ કંપનીઓ અને નવી ઘરેલુ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સના દરોકમાં ઘટાડાનો પ્રસ્તાવ રજુ કર્યો. ગ્રોથને પ્રમોટ કરવા માટે નાણા મંત્રીએ નવી ઘરેલુ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સનો દર ઘટાડીને 22% કર્યો છે. પરંતુ શરત એ છે કે કોર્પોરેટ્સે કોઈ પણ પ્રકારનું ઈન્સેન્ટિવ કે છૂટ ન લીધી હોય. નાણા મંત્રીની જાહેરાતોથી શેરબજાર ગુલબહાર થઈ ગયું છે. બજારમાં દિવાળી જેવી રોનક છે. લગભગ તમામ પ્રમુખ સેક્ટરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. નાણા મંત્રીએ કોર્પોરેટ ઈન્ડિયા માટે 1.5 લાખ કરોડના રાહત પેકેજની પણ જાહેરાત કરી છે. 

નાણા મંત્રીની જાહેરાતો...

1. સરકારે 1.5 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી.
2. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાનો પ્રસ્તાવ
3. MAT સંપૂર્ણ રીતે  ખતમ કરવાની જાહેરા
4. ઈક્વિટી કેપિટલ ગેન્સ પર સરચાર્જ નહીં લાગે
5. FPIs પર કેપિટલ ગેન્સ ટેક્સ નહીં લાગે
6. કોઈ પણ પ્રકારની છૂટ વગર કોર્પોરેટ ટેક્સ 22%
7. સેસ અને સરચાર્જ સાથે 25.17% ટેક્સ
8. ઈક્વિટી કેપિટલ ગેન્સ પર સરચાર્જ નહીં લાગે
9. મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે ટેક્સ ઘટશે
10. શેર બાયબેક પર 20% ટેક્સ નહીં લાગે

Big Relief for Corporate India, Govt to give 1.5 Lk Cr package

કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત
ગ્રોથ અને રોકાણને વધારવા માટે આવકવેરા ટેક્સ એક્ટમાં ફેરફાર હાલના નાણાકીય વર્ષ એટલે કે 2019-20થી લાગુ થશે. ઘરેલુ કંપનીઓ પર કોઈ પણ છૂટ વગર આવકવેરો 22 ટકા રહેશે અને સરચાર્જ તથા સેસ સાથે પ્રભાવી ટેક્સ 25.17 ટકા થશે. પહેલા આ ટેક્સ 30 ટકા હતો. નાણા મંત્રીએ કહ્યું કે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાથી અને અન્ય છૂટ આપવાથી સરકારના ખજાના પર 1.45 લાખ કરોડ રૂપિયાનો બોજો પડશે. 

મેક ઈન ઈન્ડિયાને બુસ્ટ
મેક ઈન ઈન્ડિયાને બુસ્ટ આપવા માટે તેમણે આવકવેરા એક્ટમાં એક ક્લોઝ જોડી. નાણાકીય વર્ષ 2019-20માં પહેલી ઓક્ટોબર  બાદ બનેલી ઘરેલુ કંપની જો મેન્યુફેક્ચરિંગમાં રોકાણ કરશે તો તેની પાસે 15 ટકાના દરે આવકવેરો ભરવાનો વિકલ્પ રહેશે. એટલે કે 1 ઓક્ટોબર 2019 કે ત્યારબાદ ભારતમાં રજિસ્ટર્ડ થયેલી કોઈ પણ કંપની પર 15 ટકા ટેક્સ લાગશે. જો તેઓ 31 માર્ચ 2023 અગાઉ ઉત્પાદન શરૂ કરી દે તો 15 ટકા ટેક્સ લાગશે. તમામ પ્રકારના સરચાર્જ અને સેસ સહિત 17.10 ટકા પ્રભાવી દર રહેશે. 

શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓ માટે શું છે  ખાસ
કંપનીઓ માટે એક વધુ સોગાતની જાહેરાત કરતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે  કહ્યું કે 5 જુલાઈ 2019 અગાઉના શેરોના બાયબેકની જાહેરાત કરનારી કંપનીઓ  પર સુપર રિચ ટેક્સ લાગશે નહીં. 

જુઓ LIVE TV

કેપિટલ ગેન્સ પર અસર
કેપિટલ માર્કેટમાં ફંડનો પ્રવાહ વધારવા માટે નાણા મંત્રીએ કહ્યું કે જુલાઈમાં બજેટમાં વધારવામાં આવેલો સરચાર્જ કંપનીમાં શેરોના વેચાણ અને ઈક્વિટી ફંડ યુનિટ વેચાણથી થનારા કેપિટલ ગેન્સ પર પ્રભાવી થશે નહીં. તેમાં FPIsના ડિરિવેટિવ્સ પણ સામેલ છે. 

MAT સંપૂર્ણપણે ખતમ
નાણા મંત્રીએ કંપનીઓ તરફથી લાંબા સમયથી થઈ રહેલી મિનિયમમ અલ્ટરનેટ ટેક્સ (MAT) હટાવવાની માગણીને મંજૂર કરતા તેને હટાવવાની જાહેરાત કરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news