FASTag માં મિનિમમ બેલેન્સની ચિંતા દૂર, હવે ટોલ પ્લાઝા પર નહીં રોકાય તમારી કાર, NHAI એ બદલ્યા નિયમ

તમે કાર ડ્રાઈવ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. જો તમે નેશનલ હાઈવે પર મુસાફરી કરો છો તો તમારે ફાસ્ટેગમાં (Fastag) ન્યૂનતમ બેલેન્સ રાખવાની ચિંતા કરવાની જરૂરિયાત નથી. NHAI એ FASTag નો યોગ્ય ઉપયોગ કરવા માટે ન્યૂનતમ બેલેન્સની (Minimum Balance) શરત દૂર કરવામાં આવી છે

FASTag માં મિનિમમ બેલેન્સની ચિંતા દૂર, હવે ટોલ પ્લાઝા પર નહીં રોકાય તમારી કાર, NHAI એ બદલ્યા નિયમ

નવી દિલ્હી: તમે કાર ડ્રાઈવ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. જો તમે નેશનલ હાઈવે પર મુસાફરી કરો છો તો તમારે ફાસ્ટેગમાં (Fastag) ન્યૂનતમ બેલેન્સ રાખવાની ચિંતા કરવાની જરૂરિયાત નથી. NHAI એ FASTag નો યોગ્ય ઉપયોગ કરવા માટે ન્યૂનતમ બેલેન્સની (Minimum Balance) શરત દૂર કરવામાં આવી છે. જો કે, આ સુવિધા માત્ર કાર, જીપ અથવા વેન (Car, Jeep, Van) માટે જ છે. કોમર્શિયલ વ્હીકલ માટે પણ ઓછામાં ઓછું બેલેન્સ અનિવાર્ય છે.

FASTag વોલેટમાં ન્યૂનતમ બેલેન્સ ફરજિયાત નથી
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) કહે છે કે હવે ફાસ્ટેગ જારી કરનારી બેંકો સિક્યુરિટી ડિપોઝિટ ઉપરાંત કોઈ ન્યુનત્તમ બેલેન્સ રાખવું ફરજિયાત કરી શકતી નથી. ખરેખર, અગાઉ બેંકો તરફથી FASTag માં સિક્યુરિટી ડિપોઝિટ ઉપરાંત, ન્યુનત્તમ બેલેન્સ રાખવાની પણ એક શરત હતી. બેંકના ગ્રાહકોને ન્યુનત્તમ બેલેન્સ રૂ. 150 થી 200 સુધી રાખવા જણાવ્યું હતું. FASTag વોલેટમાં ન્યુનત્તમ બેલેન્સના અભાવને લીધે મુસાફરોને ટોલ પ્લાઝા ઉપર આગળ જવા દેવાયા ન હતા, જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

બેલેન્સ ઓછું હોય તો પણ તમે ટોલ પ્લાઝાને પાર કરી શકો છો
NHAI એ હવે નિર્ણય લીધો છે કે ડ્રાઈવર્સને હવે ટોલ પ્લાઝામાંથી પસાર થવાની ત્યાં સુધી મંજૂરી આપવામાં આવશે, જ્યાં સુધી FASTag ખાતા/વોલેટમાં નેગેટિવ બેલેન્સ નથી. એટલે કે, જો ફાસ્ટેગ ખાતામાં ઓછા પૈસા છે પરંતુ નેગેટિવ નથી, તો કારને ટોલ પ્લાઝાને પાર કરવાની મંજૂરી આપવામાં આવશે. ટોલ પ્લાઝાને પાર કર્યા પછી પણ ફાસ્ટેગ એકાઉન્ટ નેગેટિવ કેમ ન થવું જોઈએ? જો ગ્રાહક તેનું રિચાર્જ નહીં કરે, તો બેંક સિક્યુરિટી ડિપોઝિટમાંથી નેગેટિવ ખાતાની રકમ વસૂલ કરી શકે છે.

FASTag માંથી કલેક્શન 50 પરસેન્ટ
હાલમાં દેશભરમાં 2.54 કરોડથી વધુ ફાસ્ટેગ યુઝર્સ છે. નેશનલ હાઇવે પરના કુલ ટોલ કલેક્શનમાં ફાસ્ટેગનો 80 ટકા હિસ્સો છે. આ સમયે, ફેસ્ટેગ દ્વારા દૈનિક ટોલ કલેક્શન 89 કરોડને વટાવી ગયું છે. ચાલો તમને જણાવી દઈએ કે 15 ફેબ્રુઆરી 2021 થી ફાસ્ટેગ દ્વારા ટોલ પ્લાઝા પર ચુકવણી ફરજિયાત થઈ જશે. NHAI નો હેતુ દેશભરના ટોલ પ્લાઝા પર 100 ટકા કેશલેસ ટોલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news