PUC નહીં હોય તો હવે સસ્પેન્ડ થઈ જશે વાહનનું રજિસ્ટ્રેશન, નવો નિયમ જાણીલો નહીં તો જમા થઈ જશે વાહન!
New PUC Rules: PUCના નિયમોને સામાન્ય રીતે આપણે ફોલો કરતા નથી. દર 6 મહિને PUC કઢાવવાની હોય છે જે આપણે કઢાવતા નથી. પરંતુ હવે સરકારે આ અંગેના નિયમો કડક કરી દીધા છે.
Trending Photos
નવી દિલ્હીઃ PUCના નિયમોને સામાન્ય રીતે આપણે ફોલો કરતા નથી. દર 6 મહિને PUC કઢાવવાની હોય છે જે આપણે કઢાવતા નથી. પરંતુ હવે સરકારે આ અંગેના નિયમો કડક કરી દીધા છે. પહેલાં પ્રદૂષણાના નામ પર માત્ર PUC સર્ટિફિકેટ બનાવાનો રીવાજ પુરો થતો પછી ભલેને ગાડી ગમે તેટલો ધૂમાડો ફેંકતી હોય પરંતુ હવે આ બધુ ચાલવાનું નથી. હવે સરકાર એવા કડક નિયમ લાગુ કરવા જઈ રહી છે કે તમારે PUC કઢાવવી જ પડશે.
Putin એ કેમ દુનિયાથી છુપાવીને રાખ્યો છે પોતાનો પરિવાર? રશિયાના રાષ્ટ્રપતિની રંગીન લાઈફની તસવીરો થઈ વાયરલ
PUC સર્ટી અંગે નિયમ બદલાયાઃ
પોલ્યૂશન અંડર કંટ્રોલ (PUC) ને દરેક ગાડીયો માટે હવે યુનિફોર્મ બનાવવામાં આવશે. PUC ને નેશનલ રજિસ્ટર સાથે લિંક કરવામાં આવશે. તમારી ગાડીનું પ્રદુષણ કેટલું છે તે જાણવા માટે તમારે એક નિશ્ચિત સમયે ગાડીનું પરીક્ષણ કરાવાનું હોય છે અને એ પરીક્ષણ થયા બાદ તેનું સર્ટી લેવાનું હોય છે જે ને PUC કહેવામાં આવે છે. આ દરેક રાજ્યમાં અલગ અલગ ફોર્મેટમાં હોય છે પરંતુ હવે સરકારે નિર્ણય લીધો છે કે, આખા દેશમાં PUC એક સરખી હશે. આ સાથે PUCમાં થોડાક નવા ફીચર્સ પણ જોડવામાં આવશે.
PUC સર્ટી ના નિયમોમાં શું છે ખાસ?
1. માર્ગ પરિવહન મંત્રાલયે PUCનું એક નવું ફોર્મેટ જાહેર કર્યું છે.
2. PUC ફોર્મેટ પર QR કોડ હશે જેમાં ઘણી જાણકારીઓ હશે. જેમ કે ગાડી માલિકનું નામ અને ગાડી કેટલો ધુમાડો છોડે છે તે જાણકારી હશે.
3. PUC ડેટાબેઝને નેશનલ રજિસ્ટર સાથે જોડવામાં આવશે. નેશનલ રજિસ્ટરમાં નોંધાયેલી જાણકારિઓથી પોલ્યૂશન સર્ટિફિકેટ લિંક કરેલું હશે.
4. નવા PUC ફોર્મેટમાં ગાડીના માલિકનો મોબાઈલ નંબર, સરનામું, એન્જિન નંબર, ચેસીસ નંબર નોંધેલું હશે.
5. PUC માં ગાડી માલિકનો નંબર નોંધેલો હોવો જરૂરી છે જેના પર SMS એલર્ટ મોકલવામાં આવશે.
6. પહેલી વખત રિજેક્શન સ્લીપની શરૂઆત કરવામાં આવી છે. જો કોઈ ગાડીમાંથી વધારે પ્રદૂષણ થતું હશે તો તેને રિજેક્શન સ્લીપ આપી દેવામાં આવશે.
7. આ સ્લીપને લઈને ગાડીની સર્વિસિંગ માટે સર્વિસ સેન્ટ જવું પડશે.
8. તો જે તે અધિકારી પાસે એવું કારણ છે કે ગાડી નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે તો તે લેખિત કે ઈલેક્ટ્રોનિક મોડના માધ્યમથી ચાલક અથવા વાહનના માલિકને ગાડીની તપાસ માટે કોઈ ઓથોરાઈઝ્ડ ટેસ્ટિંગ સેન્ટરમાં જમા કરવાનો આદેશ આપી શકે છે.
9. જો ગાડીનો માલિક તપાસ માટે પોતાનું વાહન નથી લાવતો તો તેના પર પેનલ્ટી લાગશે. રજિસ્ટ્રેશન અધિકારી લેખિતમાં કારણ નોંધીને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) અને પરમિટને સ્થગિત કરી શકે છે.
10. આ સ્થગિત ત્યાં સુધી રહેશે કે જ્યાં સુધી PUC નથી બનતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે