આ નાનકડા ફળને કારણે બિહારના ખેડૂતોના ઘરમાં થશે પૈસાનો વરસાદ
પ્રેમ કુમારે દાવો કર્યો છે કે હાલમાં સરકારના પ્રયાસથી શાહી લીચી, જર્દાળુ કેરી તેમજ મઘઈ પાનને જીઆઇ ટેગ મળ્યો છે જેના કારણે ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી છે. બિહારની લીચી પોતાના ખાસ સ્વાદ અને સુગંધ માટે ફેમસ
Trending Photos
પટના : બિહાર (Bihar)માં લીચી ઉત્પાદકોનું નસીબ ટુંક સમયમાં બદલાઈ જશે. મલ્ટિનેશનલ કંપની કોકા કોલા ઇન્ડિયા (Coca cola (india)) 11 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની છે. આ યોજનાની શરૂઆત કોકા કોલા (ઇન્ડિયા) કંપની, નેશનલ લીચી અનુસંધાન કેન્દ્ર અને બિહારની એક સંસ્થાએ મળીને શરૂ કરી છે. બિહારના કૃષિ મંત્રી (Bihar Agriculture Minister) પ્રેમ કુમારે માહિતી આપી છે કે આ યોજના અંતર્ગત લગભગ 80 હજાર લીચી ઉત્પાદક ખેડૂતોને ટ્રેનિંગ આપવામાં આવશે અને 3000 એકરમાં ફેલાયેલા લીચીના બગીચાઓનું રિનોવેશન કરવામાં આવશે. આ સાથે જ નવી ટેકનોલોજીથી લીચીના બાગ પણ લગાવવામાં આવશે.
આ યોજના અંતર્ગત કંપની મુઝફ્ફરપુર, સમસ્તીપુર અને વૈશાલી જિલ્લામાં લીચીનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરશે. આ સાથે જ લીચીના ખેડૂતો તેમજ આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને સશક્તિકરણ માટે કામ કરવામાં આવશે. IANSના સમાચાર પ્રમાણે કૃષિ મંત્રી પ્રેમ કુમારે માહિતી આપી છે કે મુઝફ્ફરપુરમાં લીચીનો હાઇટેક બાગ લગાવવામાં આવશે જ્યાં ખેડૂતોને મોર્ડન ટ્રેઇનિંગ આપવામાં આવશે.
પ્રેમ કુમારે દાવો કર્યો છે કે હાલમાં સરકારના પ્રયાસથી શાહી લીચી, જર્દાળુ કેરી તેમજ મઘઈ પાનને જીઆઇ ટેગ મળ્યો છે જેના કારણે ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી છે. બિહારની લીચી પોતાના ખાસ સ્વાદ અને સુગંધ માટે ફેમસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વાંચો બિઝનેસના અન્ય સમાચાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે