Prakash Javadekar એ કરી જાહેરાત- OTT માટે જાહેર કરવામાં આવશે ગાઇડલાઇન્સ

મિર્ઝાપુર, તાંડવ સહિત ઘણી બધી વેબ સીરીઝને લઇને કરવામાં આવેલા વિરોધ બાદ સરકારે પણ હવે સખત વલણ અપનાવવાનો નિર્ણય લીધો છે અને જલદી જ ઓટીટી પ્લેટફોર્મ્સના કન્ટેટને નિયંત્રણમાં લાવવા માટે ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવશે. 

Prakash Javadekar એ કરી જાહેરાત- OTT માટે જાહેર કરવામાં આવશે ગાઇડલાઇન્સ

નવી દિલ્હી: જ્યાં એક તરફ ઓટીટી પ્લેટફોર્મ્સ દ્રારા દર્શક ભરપૂર મનોરંજનનો મજા માણી રહ્યા છીએ તો બીજી તરફ સરકાર ઘણી બધી ફરિયાદોને ધ્યાનમાં રાખી ઓટીટી પ્લેટફોર્મ્સ અને તેના કંટેન્ટ પર લગામ લગાવાની તૈયારીમાં પણ છે. તેનાપર લાંબા સમયથી ડિબેટ ચાલી રહી હતી. મિર્ઝાપુર, તાંડવ સહિત ઘણી બધી વેબ સીરીઝને લઇને કરવામાં આવેલા વિરોધ બાદ સરકારે પણ હવે સખત વલણ અપનાવવાનો નિર્ણય લીધો છે અને જલદી જ ઓટીટી પ્લેટફોર્મ્સના કન્ટેટને નિયંત્રણમાં લાવવા માટે ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવશે. 

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરએ મીડિયાને સંબોધિત કરતાં કહ્યું કે - ઓટીટી પ્લેટફોર્મ્સ પર રિલીઝ થયેલી કેટલીક સીરીયલ્સને લઇને અમે ઘણી બધી ફરિયાદો મળી છે. ઓટીટી પ્લેટફોર્મ્સ પર રિલીઝ થનાર ફિલ્મો અને સીરિયલ્સ પ્રેસ કાઉન્સિલ એક્ટ, કેબલ ટેલીવિઝન નેટવર્ક એક્ટ અને સેન્સર બોર્ડની ગાઇડલાઇન્સના દાયરામાં આવતી નથી. અમે તેનાપર જલદી જ કેટલીક નવી ગાઇડલાઇન્સ લઇને આવશે. તમને જણાવી દઇએ કે ઓટીટી પ્લેટફોર્મ્સ પર રિલીઝ થઇ કેટલીક વેબ સીરીઝ પર યૂપીના લખનઉ, ગ્રેટર નોઇડા, શાહજહાંપુર સહિત મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ લોકોએ આપત્તિ વ્યક્ત હતી અને એફઆઇઆર નોંધાવવામાં આવી હતી. 

— ANI (@ANI) January 31, 2021

સલમાન ખાનની રાધે થશે થિયેટરમાં રિલીઝ
ભલે જ આ સમાચારથી ઘણા બધા નિર્દેશકો અને દર્શકોને દુખ પહોંચ્યું હોય જો જાવડેકર તમામ માટે એક ખુશખબરી લઇને આવ્યા. તેમણે કહ્યું કે 1 ફેબ્રુઆરીથી સિનેમાઘરોમાં કોવિડ નિયમોનું સખતાઇથી પાલન કરતાં 100 ટકા ઓડિયન્સ પણ થઇ શકે છે. થિયેટર માલિકો સહિત દર્શકો માટે કેન્દ્રીય મંત્રીએ ખુશખબરી આપી છે. તમને જણાવી દઇએ કે બોલીવુડની ઘણી બધી મોટી ફિલ્મોની રિલીઝ થિયેટર ખુલવા સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. તો બીજી તરફ થોડા દિવસ પહેલાં થિયેટર માલિકોની ભલામણ બાદ સલમાન ખાને પોતાની ફિલ્મ રાધેને થિયેટરમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news