SBIએ શરૂ કરી ખાસ સુવિધા, કરોડો ગ્રાહકોને મળશે ફાયદો 

એસબીઆઇએ પોતાના ગ્રાહકો માટે એક નવી સુવિધાનું એલાન કર્યુ છે

SBIએ શરૂ કરી ખાસ સુવિધા, કરોડો ગ્રાહકોને મળશે ફાયદો 

નવી દિલ્હી : જો તમારું એકાઉન્ટ એસબીઆઇ (SBI)માં હોય તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. એસબીઆઇએ પોતાના કરોડો ગ્રાહકો માટે આ સુવિધા શરૂ કરી છે. બેંક તરફથી શરૂ કરવામાં આવેલી આ સુવિધામાં સૌથી વધારે ફાયદો નેટબેન્કિંગનો ઉપયોગ કરતા ગ્રાહકોને મળશે. આ સુવિધાથી તમે નેટ બેન્કિંગથી ગણતરીની મિનિટોમાં બેલેન્સ ટ્રાન્સફર કરી શકશો. બેંકની આ સુવિધા 21 જુલાઈથી શરૂ થઈ જશે. 

બેંકે પોતાની આ સુવિધાનું નામ 'ક્વિક ટ્રાન્સફર' રાખ્યું છે. આ સુવિધાથી તમે કોઈપણ વ્યક્તિને ઓનલાઇન પૈસા મોકલતા હો તો એની વિગતો બેનિફિશિયરીમાં એડ કરવાની જરૂર નથી. તમે આ વિગતો ભર્યા વગર એક વખતમાં 10 હજાર રૂ. તેમજ એક દિવસમાં 25 હજાર રૂ. સુધી પૈસા ટ્રાન્સફર કરી શકો છો. 

— State Bank of India (@TheOfficialSBI) July 21, 2018

પહેલાં કોઈ વ્યક્તિને ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવાની જરૂર પડે તો એનું એકાઉન્ટ બેનિફિશિયરીમાં ઉમેરવું પડતું હતું તેમજ એકાઉન્ટ નંબર, આઇએફએસસી કોડ તેમજ બેંકની બ્રાન્ચ જેવી વિગતો ભરવી પડતી હોય છે. આ પ્રોસેસ થઈ જાય એના અડધા કલાક પછી જ પૈસા ટ્રાન્સફર થઈ શકતા હતા. જોકે હવે એસબીઆઇની આ સુવિદા પછી આ કામ ગણતરીની મિનિટોમાં થઈ જશે. 

આ સુવિધાનો ફાયદો માત્ર નેટ બેન્કિંગ કરનારા ગ્રાહકોને જ મળશે. હાલમાં એસબીઆઇના આખા દેશમાં લગભગ 32 કરોડ ગ્રાહક છે. આ સંજોગોમાં આશા છે કે સુવિધાનો ફાયદો કરોડો લોકો સુધી પહોંચી જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news