લોનમાં ડૂબેલી રૂચિ સોયાને ખરીદશે Patanjali, 4350 કરોડ રૂપિયામાં થશે ડીલ

યોગગુરૂ રામદેવની પતંજલિ આયુર્વેદ (Patanjali Ayurveda)ને લોનના બોજા હેઠળ દબાયેલી રૂચિ સોયા (Ruchi Soya) ને 43,350 કરોડ રૂપિયામાં ખરીદવા માટે મંજૂરી ગઇ છે. રૂચિ સોયા નાદારી સમાધાન પ્રક્રિયામાં ફસાઇ હતી. 
લોનમાં ડૂબેલી રૂચિ સોયાને ખરીદશે Patanjali, 4350 કરોડ રૂપિયામાં થશે ડીલ

નવી દિલ્હી: યોગગુરૂ રામદેવની પતંજલિ આયુર્વેદ (Patanjali Ayurveda)ને લોનના બોજા હેઠળ દબાયેલી રૂચિ સોયા (Ruchi Soya) ને 43,350 કરોડ રૂપિયામાં ખરીદવા માટે મંજૂરી ગઇ છે. રૂચિ સોયા નાદારી સમાધાન પ્રક્રિયામાં ફસાઇ હતી. 

રાષ્ટ્રીય કંપની કાયદો ટ્રાયબ્યુનલ (NCLT) એ કંપનીએ લેણદારો સ્ટાડર્ડ ચાર્ટર્ડ બેંક (Standard Chartered Bank) અને ડીબીએસ બેંક (DBS Bank) ની અરજી પર દેવાળુ તથા નાદારી અને સુધારણા અક્ષમતા કોડ હેઠળ શૈલેંદ્ર અજમેરાને નિકાલ વ્યાવસાયિક નિમવામાં આવ્યા હતા. 

સુનાવણી 1 ઓગસ્ટના રોજ
ટ્રિબ્યૂનલે કહ્યું કે કેસ આગામી સુનાવણી 1 ઓગસ્ટના રોજ થશે. ટ્રિબ્યૂનલે RP ને નિર્દેશ આપ્યા હતા કે તે પુરી સમાધાન પ્રક્રિયાની વાસ્તવિક કિંમતનું મુલ્યાંકન કરે. 

અદાણી વિલ્મરે છોડી ડીલ
પતંજલિની સાથે લાંબા સમય સુધી ચાલેલા સંઘર્ષ બાદ અદાણી વિલ્મર ગત વર્ષે ઓગસ્ટમાં રૂચિ સોયા માટે સૌથી ઉંચી લગાવનાર કંપની હતી. પછી અદાણી વિલ્મર દોડમાંથી બહાર નિકળી ગઇ. 

પતંજલિ એકમાત્ર કંપની
પતંજલિ આ મામલે અંતિમ બોલી લગાવનાર એકમાત્ર કંપની બચી હતી. લેણદારો દ્વારા પણ પતંજલિની બોલી મંજૂર થઇ ચૂકી છે. 97% લેણદારોએ રૂચિ સોયાને પતંજલિને આપવાની સહમતિ આપી છે. 

કંપનીએ વધારી બોલી
પતંજલિના પ્રવક્તા એસ કે તિજારાવાલાએ કહ્યું હતું કે કંપનીએ પોતાની બોલી 4,160 કરોડ રૂપિયાથી વધારીને 4,350 કરોડ રૂપિયા કરી છે. રૂચિ સોયાની પાસે સોયાબીન માટે સૌથી મોટું માળખું છે. 

ઇંદોરની છે કંપની
ડિસેમ્બર 2017માં ઇન્દોરની કંપની રૂચિ સોયા ઇંડસ્ટ્રીઝને કોર્પોરેટ નાદારી સમાધાન પ્રક્રિયા માટે મોકલવામાં આવી હતી. કંપનીના ઘણા ઉત્પાદન પ્લાન્ટ છે. કંપનીની મુખ્યો બ્રાંડોમાં ન્યૂટ્રીલા, મહાકોશ, સનરિચ, રૂચિ સ્ટાર અને રૂચિ ગોલ્ડ સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news