300000% ની તોફાની તેજી, કૂલર બનાવનારી કંપનીએ 1 લાખના બનાવી દીધા 30 કરોડ રૂપિયા

સિમ્ફનીના સ્ટોકે 300000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. કંપનીના શેર આ પીરિયડમાં 28 પૈસાથી વધીને 800 રૂપિયાને પાર પહોંચી ગયા છે. સિમ્ફનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 1218.95 રૂપિયા છે. 

300000% ની તોફાની તેજી, કૂલર બનાવનારી કંપનીએ 1 લાખના બનાવી દીધા 30 કરોડ રૂપિયા

નવી દિલ્હીઃ કૂલર બનાવનારી કંપની સિમ્ફની લિમિટેડના શેરએ મલ્ટીબૈગર રિટર્ન આપ્યું છે. સિમ્ફનીના સ્ટોકે 300000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. કંપનીના શેર આ પીરિયડમાં 28 પૈસાથી વધી 800 રૂપિયાને પાર પહોંચી ગયા છે. સિમ્ફનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 1218.95 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 821 રૂપિયા છે. 

1 લાખ રૂપિયાના બનાવી દીધા 30 કરોડથી વધુ
સિમ્ફની લિમિટેડના શેર 6 જૂન 2003ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 28 રૂપિયાના સ્તર પર હતા. કંપનીના શેર 26 મે 2023ના બીએસઈમાં 847.25 રૂપિયા પર બંધ થયા છે. સિમ્ફનીના શેરએ આ પીરિયડમાં રોકાણકારોને 300000 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 6 જૂન 2003ના સિમ્ફનીના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને આજ સુધી રોકાણ જારી રાખ્યું હોત તો વર્તમાન સમયમાં 30.25 કરોડ રૂપિયા થઈ ગયા હોત.

સિમ્ફનીના સ્ટોકે 15 વર્ષમાં આપ્યું 22000 ટકાથી વધુનું રિટર્ન
સિમ્ફની લિમિટેડના શેરે છેલ્લા 15 વર્ષમાં રોકાણકારોને 22197 ટકાનું રિટર્ન આપ્યું છે. સિમ્ફનીના શેર 11 જુલાઈ 2008ના 3.80 રૂપિયાના સ્તર પર હતા. મલ્ટીબૈગર કંપનીના શેર 26 મે 2023ના બીએસઈમાં 847.25 રૂપિયા પર બંધ થયા છે. જો કોઈ વ્યક્તિએ 11 જુલાઈ 2008ના સિમ્ફનીના શેરમાં 1 લાખ રૂપિયા રોકાણ કર્યું હોય તો આજે 2.23 કરોડ રૂપિયા બની ગયા હોત.

ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મેંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને અધીન હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news