લખપતિ નહીં કરોડપતિ! આ 5 યોજનાઓએ રોકાણકારોને માલામાલ કરી દીધા, તમે કમાયા કે રહી ગયા

છેલ્લા 15 વર્ષમાં પાંચ સ્મોલકેપ મ્યુચ્યુઅલ ફંડોએ રૂ. 10,000ની માસિક SIPને રૂ. 1.35 કરોડમાં ફેરવી દીધી છે. જેમાં SBI સ્મોલ કેપ ફંડે સૌથી વધુ વળતર આપ્યું છે. આવી યોજનાઓ એકદમ સૌથી જોખમી હોય છે. જેથી રોકાણકારોએ જોખમ અને રોકાણના સમયગાળાને ધ્યાનમાં લેવું જોઈએ નહીં તો ડૂબી જવાના ચાન્સ પણ એટલા જ છે.

લખપતિ નહીં કરોડપતિ! આ 5 યોજનાઓએ રોકાણકારોને માલામાલ કરી દીધા, તમે કમાયા કે રહી ગયા

નવી દિલ્હીઃ કેટલાક સ્મોલકેપ મ્યુચ્યુંઅલ ફંડોએ છેલ્લા 15 વર્ષમાં 10,000ની માસિક SIPને રૂ. 1.35 કરોડમાં ફેરવી દીધી છે. ઇકોનોમિક ટાઇમ્સ (ET) એ મ્યુચ્યુઅલ ફંડની આ યોજનાઓ અંગે અહેવાલ આપ્યો છે. રિપોર્ટમાં 9 સ્મોલકેપ ફંડ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે જેમણે બજારમાં 15 વર્ષ પૂર્ણ કર્યા છે. આમાંથી પાંચ ફંડ રોકાણકારો માટે ઉત્તમ સાબિત થયા છે. જેમણે માસિક રૂ. 10,000ની SIPને રૂ. 1.08 કરોડથી રૂ. 1.35 કરોડમાં રૂપાંતરિત કરી છે. જો કે, એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે સ્મોલ કેપ ફંડ એ જોખમી રોકાણ છે.

1. SBI સ્મોલ કેપ ફંડ
રિપોર્ટ અનુસાર, SBI સ્મોલ કેપ ફંડે છેલ્લા 15 વર્ષમાં સૌથી વધુ 24.03% વળતર (XIRR) આપ્યું છે. આમાં 10,000 રૂપિયાની માસિક SIP રૂપિયા 1.35 કરોડ બની ગઈ છે.

2. ડીએસપી સ્મોલ કેપ ફંડ
DSP સ્મોલ કેપ ફંડે 22.33% વળતર સાથે 15 વર્ષમાં રૂ. 10,000ની માસિક SIP રૂ. 1.16 કરોડમાં ફેરવી છે.

3. ફ્રેન્કલિન ઇન્ડિયા સ્મોલર કંપનીઝ ફંડ
ફ્રેન્કલિન ઈન્ડિયા સ્મોલર કંપનીઝ ફંડે 21.97% વળતર આપ્યું છે. છેલ્લા 15 વર્ષમાં રોકાણકારોએ સ્કીમમાં રૂ. 10,000ની માસિક SIP દ્વારા રૂ. 1.13 કરોડ રૂપિયા કમાણી કરી છે.

4. ક્વોન્ટ સ્મોલ કેપ ફંડ
ક્વોન્ટ સ્મોલ કેપ ફંડનું વળતર 21.71% હતું. આમાં રોકાણકારોએ 15 વર્ષની માસિક SIP દ્વારા રૂ. 1.10 કરોડ રૂપિયા ભેગા કર્યા છે.

5. કોટક સ્મોલ કેપ ફંડ
કોટક સ્મોલ કેપ ફંડે 21.52% વળતર આપ્યું (XIRR). 15 વર્ષમાં રોકાણકારોએ દર મહિને રૂ. 10,000ની SIP સાથે રૂ. 1.08 કરોડ રૂપિયા ભેગા કરી લીધા છે.

4 સ્મોલકેપ ફંડ્સે છેલ્લા 15 વર્ષમાં 17.47% અને 20.32% ની વચ્ચે XIRR પહોંચાડ્યું છે. તેઓએ આ સમયગાળા દરમિયાન રૂ. 10,000ની માસિક SIPને રૂ. 76.20 લાખથી રૂ. 97.87 લાખમાં ફેરવી દીધી છે. આ ચાર યોજનાઓમાં HDFC સ્મોલ કેપ ફંડ, ICICI પ્રુ સ્મોલકેપ ફંડ, સુંદરમ સ્મોલ કેપ ફંડ અને આદિત્ય બિરલા SL સ્મોલ કેપ ફંડનો સમાવેશ થાય છે.

સ્મોલકેપ સ્કીમ અતિ જોખમી
જોકે, રિપોર્ટમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે સ્મોલકેપ સ્કીમ્સને જોખમી ગણવામાં આવે છે. તેનું કારણ એ છે કે તેઓ ખૂબ જ નાની કંપનીઓના શેરમાં રોકાણ કરે છે. સેબીના નિયમો મુજબ આ સ્કીમ્સ માટે માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ 250થી નીચે રેન્ક ધરાવતા શેરોમાં રોકાણ કરવું ફરજિયાત છે.

રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ કંપનીઓમાં કોર્પોરેટ ગવર્નન્સ સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે. બજારમાં પડકારજનક સમયમાં પણ આ બંધ થઈ શકે છે. આ કારણે સ્મોલકેપ શેરોમાં રોકાણ કરવું અત્યંત જોખમી છે. સ્મોલકેપ સ્કીમ્સમાં માત્ર ત્યારે જ રોકાણ કરો જો તમારી પાસે ઉચ્ચ જોખમની ભૂખ હોય, અસ્થિરતાને સહન કરી શકો અને રોકાણની ક્ષિતિજ લાંબી હોય....

(Disclaimer: આ વિશ્લેષણમાં આપવામાં આવેલી ભલામણો વ્યક્તિગત વિશ્લેષકો અથવા બ્રોકિંગ કંપનીઓની છે. આ Zee24 kalakની સલાહ નથી. કોઈ પણ રોકાણનો નિર્ણય લેતા પહેલા શેરબજારના નિષ્ણાતોનો સંપર્ક કરો કારણ કે શેરબજારની સ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news