આ ડિફેન્સ સ્ટોક 3795 રૂપિયા પર પહોંચ્યો, 3 વર્ષ પહેલા પૈસા રોક્યા હોત તો આજે કરોડપતિ હોત!

Multibagger Return Stock: શેરબજારમાં મલ્ટીબેગર શેરોમાંથી રોકાણકારો સતત બમ્પર કમાણી કરી રહ્યા છે. આજે અમે તમને એવા જ એક સ્ટૉક વિશે જણાવી રહ્યા છીએ, જે 982 રૂપિયાના સ્તરથી વધીને 3,854.55ના સ્તર પર પહોંચી ગયો છે.
 

આ ડિફેન્સ સ્ટોક 3795 રૂપિયા પર પહોંચ્યો, 3 વર્ષ પહેલા પૈસા રોક્યા હોત તો આજે કરોડપતિ હોત!

નવી દિલ્હીઃ Multibagger Return Stock: શેર માર્કેટમાં મલ્ટીબેગર સ્ટોક્સ (multibagger stock)થી બમ્પર કમાણી થઈ રહી છે. આજે અમે તમને એવા એક સ્ટોક વિશે જણાવી રહ્યાં છીએ જે 982 રૂપિયાના લેવલથી વધી 3,854.55 ના લેવલ પર પહોંચી ગયો છે. આ ડિફેન્સ સેક્ટરનો સ્ટોક છે, જેમાં હજુ પણ ખરીદી થઈ રહી છે. શુક્રવારે પણ આ ડિફેન્સ સેક્ટરના સ્ટોકમાં 1.37 ટકાની તેજી જોવા મળી હતી. 

આજે અમે જે શેરની વાત કરી રહ્યાં છીએ તે કંપનીનું નામ Solar Industries India Ltd છે. આ કંપનીના સ્ટોકે છેલ્લા થોડા વર્ષોમાં ઈન્વેસ્ટરોને શાનદાર રિટર્ન આપ્યું છે. તો જે ઈન્વેસ્ટરોએ આ શેરમાં લાંબો સમય ઈન્વેસ્ટમેન્ટ કર્યું તેણે મોટા પૈસા બનાવ્યા છે. 

3 વર્ષમાં સ્ટોકે કરી દીધો કમાલ
ડિફેન્સ સેક્ટરનો સ્ટોક 3 ઓગસ્ટ, 2020ના 982.35 રૂપિયા પર બંધ થયો હતો અને વર્તમાનમાં આ શેર 3,854.55 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન સ્ટોકે ઈન્વેસ્ટરોને 286 ટકાનું રિટર્ન આપ્યું છે. તો તેની તુલનામાં સેન્સેક્સ ત્રણ વર્ષમાં 74 ટકા વધ્યો છે. 

કેટલો રહ્યો કંપનીનો પ્રોફિટ?
ડિફેન્સ ફર્મે જૂન 2023ના ક્વાર્ટરમાં પ્રોફિટમાં 10 ટકાનો ગ્રોથ હાસિલ કર્યો છે અને તેનો નફો 202 કરોડનો રહ્યો છે. તો પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીને 183 કરોડનો લાભ થયો હતો. સોલાર ઇન્ડસ્ટ્રીઝનું વેચાણ જૂન 2022ના ક્વાર્ટરમાં રૂ. 1616 કરોડની સામે Q1માં 4 ટકા વધીને રૂ. 1682 કરોડ થયું છે. પ્રથમ ક્વાર્ટરમાં EBITDA જૂન 2022 ક્વાર્ટરમાં રૂ. 292 કરોડની સરખામણીએ 14 ટકા વધીને રૂ. 331 કરોડ થયો છે.

એક વર્ષમાં શેર 29.01 ટકા વધ્યો
સોલર ઈન્ડસ્ટ્રીઝનો શેર આજે બજારમાં 1.47 ટકા એટલે કે રૂ. 55.70ના વધારા સાથે 3,853.65ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે, છેલ્લા એક વર્ષમાં, આ કંપનીના શેરમાં 29.01 ટકાનો વધારો જોવા મળ્યો છે. એક વર્ષમાં આ શેરમાં 865.35 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

સ્ટોકનો રેકોર્ડ અને લો લેવલ
સોલાર ઈન્ડસ્ટ્રીઝનો સ્ટોક બે વર્ષમાં 115 ટકા વધ્યો છે. 3 જાન્યુઆરી, 2023ના રોજ કંપનીનો શેર રૂ. 4535.95ના રેકોર્ડ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે 4 ઓગસ્ટ, 2022ના રોજ ઘટીને રૂ. 2824ની 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયો હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર સ્ટોકના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને અધીન હોય છે અને રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news