રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 9.5 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપવાળી દેશની પ્રથમ કંપની બની
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં મંગળવારે 3 ટકાની તેજી જોવા મળી હતી. તેના માર્કેટ કેપમાં ઝડપથી વધારો થયો હતો. રિલાયન્સ પાછલા વર્ષે ઓગસ્ટેમાં 8 લાખ કરોડ રૂપિયાના આંકડા પર પહોંચી હતી. આ મામલામાં પણ તે દેશની પ્રથમ કંપની બની હતી.
Trending Photos
નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું (reliance industries) માર્કેટ કેપ (market capitalisation) મંગળવારે 9.5 લાખ કરોડ રૂપિયાથી ઉપર પહોંચી ગયું છે. રિલાયન્સ આટલું વેલ્યૂએશન હાસિલ કરનારી દેશની પ્રથમ કંપની બની ગઈ છે. રિલાયન્સ 18 ઓક્ટોબરે 9 લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી હતી. આટલા વેલ્યૂએશનનો રેકોર્ડ અત્યારે રિલાયન્સના નામે છે. માર્કેટ કેપમાં બીજી મોટી કંપની ટીપીએસની વેલ્યૂ 7.91 લાખ કરોડ રૂપિયા છે.
વેલ્યૂએશનમાં ટોપ-5 કંપનીઓ | |
કંપની | માર્કેટ કેપ (રૂપિયા) |
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ | 9.55 લાખ કરોડ |
ટીસીએસ | 7.91 લાખ કરોડ |
એચડીએફસી બેન્ક | 6.95 લાખ કરોડ |
હિન્દુસ્તાન યૂનિલિવર | 4.42 લાખ કરોડ |
એચડીએફસી | 3.82 લાખ કરોડ |
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં મંગળવારે 3 ટકાની તેજી જોવા મળી હતી. તેના માર્કેટ કેપમાં ઝડપથી વધારો થયો હતો. રિલાયન્સ પાછલા વર્ષે ઓગસ્ટેમાં 8 લાખ કરોડ રૂપિયાના આંકડા પર પહોંચી હતી. આ મામલામાં પણ તે દેશની પ્રથમ કંપની બની હતી.
રિલાયન્સના 6 રેકોર્ડ | |
ઓક્ટોબર 2007 | 100 અબજ ડોલરના માર્કેટ કેપ વાળી દેશની પ્રથમ કંપની બની |
જુલાઈ 2018 | 11 વર્ષ બાદ ફરીથી 100 અબજ ડોલરનું વેલ્યૂએશન હાસિલ કર્યું |
ઓગસ્ટ 2018 | 8 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ વાળી ભારતની પ્રથમ કંપની |
જાન્યુઆરી 2019 | 10,000 કરોડ રૂપિયાના ક્વાર્ટર નફા વાળી દેશની પ્રથમ ખાનગી કંપની |
ઓક્ટોબર 2019 | 9 લાખ કરોડ રૂપિયાના વેલ્યૂએશન વાળી દેશની પ્રથમ કંપની |
નવેમ્બર 2019 | 9.5 લાખ કરોડ રૂપિયાના વેલ્યૂએશન વાળી દેશની પ્રથમ કંપની |
રિલાયન્સ આગામી 2 વર્ષમાં 200 અબજ ડોલર સુધી પહોંચી શકે છેઃ રિપોર્ટ
બ્રોકરેજ ફર્મ બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચે પાછલા મહિને આ રિપોર્ટ જારી કર્યો હતો. તેના પ્રમાણે રિલાયન્સના ન્યૂ કોમર્સ અને બ્રોડબેન્ડ બિઝનેસની મદદથી આગામી 24 મહિનામાં કંપનીનું માર્કેટ કેપ 200 અબજ ડોલર (14.40 લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે