Reliance Share: મુકેશ અંબાણીનો સૌથી મોટો નિર્ણય, જેની પાસે છે રિલાયંસના શેર તેને થશે સૌથી મોટો ફાયદો

Reliance Share: રિલાયંસ કંપનીએ વધુ એક મોટો નિર્ણય લીધો છે. જો તમારી પાસે રિલાયંસ કંપનીના શેર છે તો આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો તમને થશે. કંપની દ્વારા આપવામાં આવેલી સુચના અનુસાર નવી કંપનીના શેરની ફાળવણીની તારીખ 20 જુલાઈ 2023 નક્કી કરવામાં આવી છે. એટલે કે જે પણ લોકો પાસે રિલાયંસના શેર છે તેમને નવી ફર્મના શેર્સ પણ મળશે. 

Reliance Share: મુકેશ અંબાણીનો સૌથી મોટો નિર્ણય, જેની પાસે છે રિલાયંસના શેર તેને થશે સૌથી મોટો ફાયદો

Reliance Share: રિલાયંસ કંપનીએ વધુ એક મોટો નિર્ણય લીધો છે. જો તમારી પાસે રિલાયંસ કંપનીના શેર છે તો આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો તમને થશે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને પૂર્વ સીએજી રાજીવ મહર્ષિને રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડથી અલગ કરવામાં આવેલી નાણાકીય સેવા કંપનીના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો:

રિલાયંસે તેની નાણાકીય સેવાઓના ઉપક્રમને રિલાયંસ સ્ટ્રૈટેજિક ઈન્વેસ્ટમેંટસ લિમિટેડમાં વિભાજીત કરી તેનું નામ જિયો ફાઈનેંશિયલ સર્વિસ લિમિટેડ કર્યું છે. તેવામાં રિલાયંસ ઈંડસ્ટ્રીઝના શેર ધારકોને દર એક શેરને બદલે જિયો ફાઈનેંશિયલ  સર્વિસના શેર આપવામાં આવશે. ડિમર્જરની પ્રક્રિયા પુરી થવા પર જિયો ફાઈનેંશિયલને સ્ટોક એક્સચેંજ અને એનએસઈ પર લિસ્ટ કરાવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે.

કંપની દ્વારા આપવામાં આવેલી સુચના અનુસાર નવી કંપનીના શેરની ફાળવણીની તારીખ 20 જુલાઈ 2023 નક્કી કરવામાં આવી છે. એટલે કે જે પણ લોકો પાસે રિલાયંસના શેર છે તેમને નવી ફર્મના શેર્સ પણ મળશે. 

જણાવી દઈએ કે આ કંપની ઉપભોક્તા અને કારોબારીઓની સંપત્તિના આંકડાનું વિશ્લેષણ કરી તેના આધાર પર લોનની સુવિધા આપશે. સાથે જ વીમા, ચુકવણી, ડિજિટલ બ્રોકિંગ અને પરિસંપત્તિ પ્રબંધન સેવા પણ આપશે. રિલાયંસના દરેક શેરધારકને મૂળ કંપનીના એક પર નવી ફર્મનો પણ એક શેર મળશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news