Muhurat Picks 2023: આ 7 શેરોમાં રોકાણ કરવાની 'સુવર્ણ તક', લાંબા ગાળે થશે તગડી કમાણી

Muhurat Picks 2023: દિવાળી પહેલા શેર બજારમાં ખુબ ઉથલપાથલ જોવા મળી રહી છે. ગ્લોબલ સેન્ટીમેન્ટ્સની ઘરેલુ બજાર પર અસર પડી રહી છે. આ બધા વચ્ચે લોંગ ટર્મના દ્રષ્ટિકોણથી ખરીદીની તક મળી રહી છે. રોકાણકારો મુહૂર્ત ખરીદીમાં સારા શેરોમાં પૈસા લગાવી શકે છે. 

Muhurat Picks 2023: આ 7 શેરોમાં રોકાણ કરવાની 'સુવર્ણ તક', લાંબા ગાળે થશે તગડી કમાણી

Muhurat Picks 2023: દિવાળી પહેલા શેર બજારમાં ખુબ ઉથલપાથલ જોવા મળી રહી છે. ગ્લોબલ સેન્ટીમેન્ટ્સની ઘરેલુ બજાર પર અસર પડી રહી છે. આ બધા વચ્ચે લોંગ ટર્મના દ્રષ્ટિકોણથી ખરીદીની તક મળી રહી છે. રોકાણકારો મુહૂર્ત ખરીદીમાં સારા શેરોમાં પૈસા લગાવી શકે છે. બ્રોકરેજ હાઉસ ICICI ડાયરેક્ટ રિસર્ચે પોતાના મુહૂર્ત પિક્સ 2023માં 7 ક્વોલિટી શેરોની પસંદગી કરી છે. આ શેરોમાં Larsen & Toubro, Coromandel International, State Bank of India, Spandana Sphoorthy Financial, Bharat Dynamics, TV Today Networks, Century Plyboards સામેલ છે. તેમાં આગામી દિવાળી સુધી રોકાણકારોને 29 ટકા સુધીનું તગડું રિટર્ન જોવા મળી શકે છે. 

ICICI Direct Research: Muhurat Picks – 2023

1. Larsen and Toubro
Larsen and Toubro ને બ્રોકરેજ ફર્મ ICICI Direct એ પોતાના મુહૂર્ત પિક 2023માં સામેલ કર્યો છે. બાઈંગ રેન્જ ₹2,870-2,960 છે. પ્રતિ શેર ટાર્ગેટ 3560 રૂપિયાનો છે. 3 નવેમ્બર 2023ના રોજ શેરનો ભાવ 2,918 રૂપિયા હતો. એ રીતે રોકાણકારોને આગળ પ્રતિ શેર 22 ટકાનું રિટર્ન મળી શકે છે. 

2. Coromandel International
Coromandel International ને બ્રોકરેજ ફર્મ ICICI Direct એ પોતાના મુહૂર્ત પિક 2023માં સામેલ કર્યો છે. બાઈંગ રેન્જ ₹1020-1080 છે. પ્રતિ શેર ટાર્ગેટ 1330 રૂપિયાનો છે. 3 નવેમ્બર 2023ના રોજ શેરનો ભાવ 1074 રૂપિયા રહ્યો. આ પ્રકારે રોકાણકારોને આગળ પ્રતિ શેર 24 ટકાનું રિટર્ન મળી શકે છે. 

3. State Bank of India
State Bank of India ને બ્રોકરેજ ફર્મ ICICI Direct એ પોતાના મુહૂર્ત પિક 2023માં સામેલ કર્યો છે. બાઈંગ રેન્જ  ₹565-585 છે. પ્રતિ શેર ટાર્ગેટ 725 રૂપિયાનો છે. 3 નવેમ્બર 2023ના રોજ શેરનો ભાવ 579 રૂપિયા રહ્યો. આમ રોકાણકારોને આગળ પ્રતિ શેર 25 ટકાનું રિટર્ન મળી શકે છે. 

4. Spandana Sphoorthy Financial
Spandana Sphoorthy Financial ને બ્રોકરેજ ફર્મ ICICI Direct એ પોતાના મુહૂર્ત પિક 2023માં સામેલ કર્યો છે. બાઈંગ રેન્જ ₹840-890 છે. પ્રતિ શેર ટાર્ગેટ 1100 રૂપિયાનો છે. 3 નવેમ્બર 2023 ના રોજ શેરનો ભાવ 917 રૂપિયા રહ્યો. આ પ્રકારે રોકાણકારોને આગળ પ્રતિ શેર 20 ટકાનું રિટર્ન મળી શકે છે. 

5. Bharat Dynamics
Bharat Dynamics ને બ્રોકરેજ ફર્મ ICICI Direct એ પોતાના મુહૂર્ત પિક 2023માં સામેલ કર્યો છે. બાઈંગ રેન્જ ₹970-1030 છે. પ્રતિ શેર ટાર્ગેટ 1260 રૂપિયાનો છે. 3 નવેમ્બર 2023ના રોજ શેરનો ભાવ 1028 રૂપિયા હતો. આમ રોકાણકારોને આગળ પ્રતિ શેર 23 ટકાનું રિટર્ન મળી શકે છે. 

6. TV Today Networks
TV Today Networks ને બ્રોકરેજ ફર્મ ICICI Direct એ પોતાના મુહૂર્ત પિક 2023માં સામેલ કર્યો છે. બાઈંગ રેન્જ ₹185-200 છે. પ્રતિ શેર ટાર્ગેટ 260 રૂપિયાનો છે. 3 નવેમ્બર 2023ના રોજ શેરનો ભાવ 202 રૂપિયા રહ્યો. આમ રોકાણકારોને આગળ પ્રતિ શેર 29 ટકાનું રિટર્ન મળી શકે છે. 

7. Century Plyboards
Century Plyboards ને બ્રોકરેજ ફર્મ ICICI Direct એ પોતાના મુહૂર્ત પિક 2023માં સામેલ કર્યો છે. બાઈંગ રેન્જ  ₹595-630 છે. પ્રતિ શેર ટાર્ગેટ 750 રૂપિયાનો છે. 3 નવેમ્બર 2023ના રોજ શેરનો  ભાવ 630 રૂપિયા રહ્યો. આમ રોકાણકારોને આગળ પ્રતિ શેર 20 ટકાનું રિટર્ન મળી શકે છે. 

ડિસ્ક્લેમર: આ સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE24Kalak ના વિચાર નથી. રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લો.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news