84 રૂપિયા પર જઈ શકે છે આ શેર, દાવ લગાવવાથી થશે સારો ફાયદો, એક્સપર્ટ બોલ્યા- ખરીદી લો

Stock Market News: જો તમે કોઈ પેની સ્ટોકમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમે મદરસન સુમી વાયરિંગ ઈન્ડિયા લિમિટેડના શેર પર નજર રાખી રહ્યાં છો. 
 

84 રૂપિયા પર જઈ શકે છે આ શેર, દાવ લગાવવાથી થશે સારો ફાયદો, એક્સપર્ટ બોલ્યા- ખરીદી લો

Penny Stock to Buy: જો તમે પણ કોઈ પેની સ્ટોકમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમે મદરસન સુમી વાયરિંગ ઈન્ડિયા લિમિટેડના શેર (Motherson Sumi Wiring India Ltd) પર નજર રાખી શકો છો. મદરસન સુમી વાયરિંગ ઈન્ડિયા લિમિટેડના શેરને લઈને માર્કેટ એક્સપર્ટ બુલિશ છે અને તેને ખરીદવાની સલાહ આપી રહ્યાં છે. નોંધનીય છે કે બુધવારે આ શેર 70.40 રૂપિયા પર બંધ થયો છે. એક્સપર્ટ પ્રમાણે આ શેર આવનારા દિવસોમાં 84 રૂપિયા સુધી જઈ શકે છે. એચડીએફસી સિક્યોરિટીઝે શેર પર 77.25-84 રૂપિયા સુધીનો ટાર્ગેટ આપ્યો છે. તેનો સ્ટોપ લોસ ₹67.7 છે.

કંપનીના શેરની સ્થિતિ
મદરસન સુમી વાયરિંગ ઈન્ડિયા લિમિટેડના શેર આજે 70.40 રૂપિયા પર બંધ થયા છે. છેલ્લા પાંચ દિવસમાં આ શેર  1.29% અને એક મહિનામાં 15 ટકા ઉપર ગયો છે. છ મહિનામાં તેમાં 19% અને આ વર્ષે YTD માં 13% ટકા વધ્યો છે. વર્ષભરમાં આ શેરમાં 40 ટકાનો વધારો થયો છે. પાંચ વર્ષમાં આ શેરમાં 55 ટકાની તેજી આવી છે. તેનો 52 વીકનો હાઈ 74.80 રૂપિયા અને 52 વીકનો લો 45.24 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ  31,473.87 કરોડ રૂપિયા છે.

કંપનીનો કારોબાર
મદરસન સુમી વાયરિંગ ઈન્ડિયા લિમિટેડની રચના 2020માં થઈ હતી. મદરસન સુમી વાયરિંગ ઈન્ડિયા કંપની uto Ancillaries ના ક્ષેત્રમાં કાર્ય કરે છે. કંપની મુખ્ય રૂપથી ઓટોમોટિવ પેરેન્ટ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરરને કમ્પોનેન્ટ્સના નિર્માણ અને વેચાણમાં છે. મદરસન સમૂહની એક મુખ્ય કંપનીના રૂપમાં કંપનીની 41 દેશો અને પાંચ મહાદ્વીપોમાં 230થી વધુ સુવિધાઓ છે.

નોટઃ આ રોકાણની સલાહ નથી. અહીં માત્ર શેર પરફોર્મંસ અને એક્સપર્ટના મત વિશે જાણકારી આપવામાં આવી છે. રોકાણ કરતા પહેલા તમારા એક્સપર્ટની સલાહ લો)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news