શોપિંગ કરશો તો ફ્રીમાં મળી શકે છે આ 5 કરોડની કાર, કરવું પડશે આ કામ

'ભારત ડાયમંડ વીક' (Bharat Diamond Week)માં આવશો તો તમને આ વખતે કંઇક ખાસ જોવા મળશે. જી હા આ વખતે ડાયમંડ વીકમાં મર્સિડીઝ એસ ક્લાસ (S Class) કારને 3.5 લાખ CZ ડાયમંડ લગાવવામાં આવ્યા છે. આ રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવશે.

શોપિંગ કરશો તો ફ્રીમાં મળી શકે છે આ 5 કરોડની કાર, કરવું પડશે આ કામ

નવી દિલ્હી: તમે પણ જો મુંબઇમાં આયોજિત 'ભારત ડાયમંડ વીક' (Bharat Diamond Week)માં આવશો તો તમને આ વખતે કંઇક ખાસ જોવા મળશે. જી હા આ વખતે ડાયમંડ વીકમાં મર્સિડીઝ એસ ક્લાસ (S Class) કારને 3.5 લાખ CZ ડાયમંડ લગાવવામાં આવ્યા છે. આ રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવશે. તમને જણાવવામાં આવ્યું છે કે આ પહેલાં દુબઇમાં એક કારને 2.5 લાખ ડાયમંડ લગાવવામાં આવ્યા હતા અને આજે લક્ષ્મી ડાયમંડે રેકોર્ડ બ્રેક કર્યો છે. આ કાર વધુ ખાસિયતોથી સજ્જ છે. 

આ કારની કિંમત 5 કરોડ છે. 50 કરોડ રૂપિયાની શોપિંગ કરનારને આ કાર મફતમાં મળી શકે છે. આ રેકોર્ડ લિમ્કા વર્લ્ડ બુકમાં નોંધવામાં આવશે. હીરાના વેપારીઓએ આ પહેલ ડાયમંડ ઇંડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે છે. તમને જણાવી દઇએ કે અર્થવ્યવસ્થાની સુસ્તી વચ્ચે ડાયમંડ ઇડસ્ટ્રીમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news