Bill Gates સાથે છૂટાછેડા પછી અરબો ડોલરની માલિક બની ગઈ Melinda, આ કંપનીઓમાં મળ્યા શેર

Melinda Gates Networth: મેલિન્ડા ગેટ્સ હજુ સુધી બિલ ગેટ્સની સાથે કમ્બાઈન્ડ નેટવર્થમાં અરબપતિ હતા. પરંતુ હવે તેમની નેટવર્થ 2 અરબ ડોલરથી વધારે થઈ ગઈ છે. બિલ ગેટ્સ દ્વારા ક્રિએટ કરવામાં આવેલી કંપની કેસ્કેડ ઈન્વેસ્ટમેન્ટમાં મેક્સિકોની સૌથી મોટી કંપનીઓમાંથી 2માં મેલિન્ડાને શેર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

Bill Gates સાથે છૂટાછેડા પછી અરબો ડોલરની માલિક બની ગઈ Melinda, આ કંપનીઓમાં મળ્યા શેર

ન્યૂયોર્ક: દુનિયાના ચોથા સૌથી પૈસાદાર વ્યક્તિ બિલ ગેટ્સની પૂર્વ પત્ની મેલિન્ડાની સંપત્તિ છૂટાછેડા પછી 2 અરબ ડોલરથી વધારે થઈ ગઈ છે. મેલિન્ડા ગેટ્સ અત્યાર સુધી બિલ ગેટ્સ સાથે કમ્બાઈન્ડ નેટવર્થમાં અરબપતિ હતા. પરંતુ હવે તેમની એકલાની નેટવર્થ 2 અરબ ડોલરથી વધારે થઈ ગઈ છે. બિલ ગેટ્સ દ્વારા ક્રિએટ કરવામાં આવેલી કંપની કેસ્કેડ ઈન્વેસ્ટમેન્ટમાં મેક્સિકોની સૌથી મોટી કંપનીઓમાંથી 2માં મેલિન્ડાને શેર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેના કારણે છૂટાછેડા પછી છેલ્લા કેટલાંક દિવસોની અંદર મેલિન્ડાને મળેલ કુલ સંપત્તિ 2 અરબ ડોલરથી વધી ગઈ છે.

કઈ કંપનીમાં કેટલા શેર મળ્યા:
બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે 3 મેના રોજ શેર બજારને આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છેકે કેસ્કેડે કોકા કોલા ફેમસા અને ગ્રૂપો ટેલિવીઝામાં 50 કરોડ ડોલરથી વધારે શેર મેલિન્ડાને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 3 મેએ બિલ અને મેલિન્ડા ગેટ્સે 27 વર્ષ જૂના લગ્ન સંબંધને તોડવાની જાહેરાત કરી હતી. કોકા કોલા ફેમસાના લગભગ 12 કરોડ ડોલરના શેર અને ગ્રૂપો ટેલિવીઝામાં લગભગ 38.6 કરોડ ડોલરના શેર મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

આ બે કંપનીઓમાં પણ મળ્યા શેર:
આ સિવાય કેસ્કેડે કેનેડિયન નેશનલ રેલવે કંપનીના 1.41 કરોડ શેર અને ઓટો નેશન ઈન્કના 29.4 લાખ શેર મેલિન્ડાને ટ્રાન્સફર કર્યા છે. મેલિન્ડાને કેનેડિયન નેશનલ રેલવે કંપનીમાં મળેલા શેરની કિંમત 1.5 અરબ ડોલર છે. જ્યારે ઓટો નેશન ઈન્કમાં મળેલા શેરની કિંમત 30.9 કરોડ ડોલર છે. આ પ્રમાણે શેરની કુલ કિંમત 1.8 અરબ ડોલરથી વધારે છે.

હાલ બિલ ગેટ્સની સંપત્તિ કેટલી છે:
બિલ અને મેલિન્ડાના છૂટાછેડા પછી અનુમાન હતું કે મોટી કિંમતમાં સંપત્તિની વહેંચણી થશે. બિલ અને મેલિન્ડા ગેટ્સ મળીને 'Bill & Melinda Gates Foundation' પણ ચલાવતા હતા. ફોર્બ્સના એક રિપોર્ટ પ્રમાણે સ્ટોક ટ્રાન્સફર પછી બિલ ગેટ્સની સંપત્તિ મંગળવારે ઘટીને 128.1 અરબ ડોલર પર આવી ગઈ. આ પહેલાં 130.4 અરબ ડોલર હતી. જોકે  ગુરુવારે બિલ ગેટ્સની સંપત્તિ 49.4 કરોડ ડોલર વધીને 145 અરબ ડોલર થઈ ગઈ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news