Maruti Suzuki એ ઓનલાઇન વેચી 2 લાખ કાર, હવે શોરૂમ જતાં પહેલાં આ કરે છે કસ્ટમર્સ

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની Maruti Suzukiનું વેચાણ ઓનલાઇન પ્લેટફોર્મ (Online Platform)એ ટઓપ ગિયરમાં પહોંચાડી દીધું. મારૂતિએ જણાવ્યું કે ઓનલાઇન ચેનલ દ્વારા કંપનીએ 2 લાખ કાર વેચી છે.

Maruti Suzuki એ ઓનલાઇન વેચી 2 લાખ કાર, હવે શોરૂમ જતાં પહેલાં આ કરે છે કસ્ટમર્સ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની Maruti Suzukiનું વેચાણ ઓનલાઇન પ્લેટફોર્મ (Online Platform)એ ટઓપ ગિયરમાં પહોંચાડી દીધું. મારૂતિએ જણાવ્યું કે ઓનલાઇન ચેનલ દ્વારા કંપનીએ 2 લાખ કાર વેચી છે. મારૂતિએ આજથી બે વર્ષ પહેલાં ઓનલાઇન સેલ્સ પ્લેટફોર્મની શરૂઆત કરી હતી. હાલના સમયમાં દેશના 1000 ડીલરશીપ તેના દાયરામાં છે. 

ઓનલાઇન પ્લેટફોર્મ પરથી 2 લાખ કારનું વેચાણ
મારૂતિ સુઝુકી ઇન્ડીયાના એક્ઝુકેટિવ ડાયરેક્ટર (માર્કેટિંગ એન્ડ સેલ્સ)‌ શશાંક શ્રીવાસ્તવનું કહેવું છે કે 2018માં જ્યારે નવી ડિજિટલ ચેનલની શરૂઆત કરી હતી, તો એપ્રિલ 2019 સુધી ડિજિટલ પૂછપરછ (digital enquiries)માં ત્રણ ગણો વધારો થયો અને વેચાણ 2 લાખ યૂનિટથી વધુ વધ્યું. આ ડિજિટલ ચેનલ દ્વારા 121 લાખ કસ્ટમર ઇન્કવાયરી મળી. 

આજે પૂછપરછ, 10 દિવસમાં ખરીદી
તેમણે કહ્યું કે 'Google Auto Gear Shift India 2020 રિપોર્ટ અનુસાર લગભગ 95 ટકા કાર વેચાણ ડિજિટલ પ્લેટફોર્મ પરથી આવ્યું, કારણ કે ડીલરશિપમાં જતાં પહેલાં કસ્ટમર પહેલાં કાર વિશે ઓનલાઇન રિસર્ચ કરે છે. કસ્ટમરને ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા કાર વિશે પુરી જાણકારી મળે છે. અંતમાં કસ્ટમર પોતાના વિશ્વાસપાત્ર ડીલર એડવાઇઝર્સ સાથે ડીલ વિશે વાત કરે છે.  

શશાંક શ્રીવાસ્તવનું કહેવું છે કે 'જે કસ્ટમર્સએ ડિજિટલ પ્લેટફોર્મ પર કારની ઇન્કવાયરી કરી, તેમણે 10 દિવસની અંદર કાર ખરીદી પણ લીધી. તેમણે જણાવ્યું કે 'મારૂતિ સુઝુકી ડીલર્સ માટે 'Near Me' કસ્ટમર સર્ચ પણ બમણું થયું છે. 

કોરોના કાળમાં વધી ડિજિટલ પૂછપરછ
મારૂતિ સુઝુકીના અનુસાર ઓનલાઇનને લઇને કરવામાં આવેલી પહેલાં ઘણા સારા પરિણામ મળી રહ્યા છે. ડિજિટલ પૂછપરછમાં પાંચ ગણો વધારો થયો છે. જે કુલ વેચાણનો 20 ટકા ભાગ છે. કોરોના સંકટની આ ઘડીમાં ડિજિટલ ઇન્કવાયરીના ગત પાંચ મહિનામાં 33 ટકા વધારો થયો છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news