Maruti Suzuki New Ertiga: મારૂતિ સુઝુકીએ લોન્ચ કરી નવી અર્ટિગા, જાણો કિંમત

મારૂતિ સુઝુકીએ નવી અર્ટીગા બજારમાં મુકી છે. BS VI એંજિનથી સજ્જ નવી અર્ટીગા બજારમાં ધૂમ મચાવે એવી આશા સેવાઇ રહી છે. જેની પ્રારંભિક કિંમત 7.54 લાખ રાખવામાં આવી છે.

Maruti Suzuki New Ertiga: મારૂતિ સુઝુકીએ લોન્ચ કરી નવી અર્ટિગા, જાણો કિંમત

નવી દિલ્હી : દેશની સૌથી મોટી ઓટોમેકર મારૂતિ સુઝુકી (Maruti Suzuki) એ સાત સીટવાળી અર્ટીગા (Ertiga) ને અપડેટ કરી નવું મોડલ બજારમાં મુક્યું છે. આ અર્ટીગા BS VI પેટ્રોલ એંજિનથી સજ્જ છે. હવે બજારમાં મારૂતિની પાંચ એવી કાર છે જેમાં બીએસ સિક્સ એંજિન છે. આ કારમાં અલ્ટો, બલેનો, શિફ્ટ, વેગન આર અને હવે અર્ટીગા. અહીં નોંધનિય છે કે, 1 એપ્રિલથી હવે બજારમાં નવી કાર બીએસ સિક્સ એંજિનવાળી જ લોન્ચ કરી શકાય છે. 

BS VI એંજિનવાળી અર્ટીગા (પેટ્રોલ)ની શરૂઆતની કિંમત 7,54,689 રૂપિયા રાખવામાં આવી છે. ટોપ મોડલની કિંમત 10.5 લાખ રૂપિયા છે. નવેમ્બર 2018માં મારૂતિએ અર્ટીગાનું નવું મોડલ સેકન્ડ જનરેશન બજારમાં મુકી હતી જેને સારો રિસપોન્સ મળ્યો હતો. ઓટો સેક્ટરમાં મંદી હોવા છતાં એનું સારૂ વેચાણ થયું હતું. 

એક રિપોર્ટ અનુસાર લોન્ચિંગ બાદ જૂન 2019 વચ્ચે 8 મહિના દરમિયાન અર્ટિગા સેકન્ડ જનરેશનના 61317 યૂનિટનું વેચાણ થયું હતું. આ હિસાબથી દર મહિને 7664 યુનિટ કારનું વેચાણ થઇ હતી. જે અનુસાર દેશમાં દરરોજ 255 યુનિટ અર્ટિગાના વેચાણ થઇ રહ્યા છે. 

આ કારમાં પણ 1.5 લિટર K15 સીરિઝ પેટ્રોલ એંજિન છે. આ કાર 104 bhp પાવર પેદા કરે છે જ્યારે મહત્તમ ટોર્ક 138 nm છે. આ કાર પાંચ સ્પીડ ગિયર મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ઔક 4 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક વર્જનમાં પણ ઉપલબ્ધ છે. આ કારમાં જુની કારની સરખામણીએ ઘણા સુધારા વધારા કરવામાં આવ્યા છે. 

હાલમાં ડ કંપની અર્ટીગાનું સીએનજી (CNG) મોડલ પણ કર્યું છે. જેની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 8.82 લાખથી શરૂ થાય છે. જાણકારી મુજબ આ કારનું વેચાણ 21 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. આ કાર NEXA ડીલરશીપ સાથે એક્સક્લુસિવ સેલ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news