દીકરીના લગ્ન મામલે અંબાણીપરિવારે લીધો મોટો નિર્ણય

ભારતીય પરંપરા પ્રમાણે દીકરા આકાશ પહેલાં દીકરી ઇશાના લગ્ન કરવામાં આવશે

દીકરીના લગ્ન મામલે અંબાણીપરિવારે લીધો મોટો નિર્ણય

નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીના લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ છે. માનવામાં આવે છે કે ભારતીય પરંપરા પ્રમાણે દીકરા આકાશ પહેલાં દીકરી ઇશાના લગ્ન કરવામાં આવશે. અત્યારે સૂત્રોના અહેવાલથી સમાચાર મળી રહ્યા છે કે ઈશા અંબાણીની 21મી સપ્ટેમ્બરે ઇટાલીમાં સગાઇ થશે અને ત્યારબાદ ડિસેમ્બરમાં લગ્ન થશે. જોકે આ પહેલા એક પ્રી-વેડિંગ બેશની પણ તૈયારી કરવામાં આવી છે.

ઇશા અંબાણી અને આનંદ પીરામલના પ્રી-વેડિંગ માટે રાજસ્થાનના ઉદયપુરની પસંદગી કરવામાં આવી છે. પ્રી-વેડિંગ તૈયારી માટે બંને પરિવારના પ્રતિનિધિ ત્યાં પહોંચી ગયા છે અને લોકેશન ફાઇનલ કરવાનું કામ ચાલી રહ્યું છે. ચર્ચા પ્રમાણે પ્રી-વેડિંગ સેરિમની એક અઠવાડિયા સુધી ચાલશે અને એમાં અનેક સ્ટાર્સ શામેલ થઈ શકે છે.

ઇશા અને આનંદ લાંબા સમયથી મિત્ર છે. બંને પરિવાર એકબીજાને છેલ્લા ચાર દાયકાથી ઓળખે છે. રિપોર્ટ્સ અનુસાર આનંદે ઇશાને મહાબલેશ્વરના મંદિરમાં પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ કપલે પોતાના પરિવારજનોની સાથે અહીં લંચ કર્યું. આ કપલની ખુશીમાં સામેલ થવા માટે તેમના પરિવારજનો પણ મહાબલેશ્વરમાં સાથે હતા. ઇશા તરફથી મુકેશ અંબાણી, નીતા અંબાણી, કોકિલાબેન અંબાણી, આકાશ અને અનંત અંબાણી સામેલ હતા. તો બીજી તરફ આનંદ પીરામલ, સ્વાતિ પીરામલ, પૂર્ણિમાબેન દલાલ, આનંદની બહેન નંદની, પીટર, અન્યા, દેવ અને અન્ય પરિવારના લોકો પણ સામેલ રહ્યા.  

આનંદ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ છે. હાલમાં તે પીરામલ એન્ટરપ્રાઇઝનો એક્ઝિક્યુટીવ ડિરેક્ટર છે. બિઝનેસ સ્કૂલમાંથી પાસ આઉટ થયા બાદ તેણે બે સ્ટાર્ટ અપ્સ શરૂ કરી હતી. પ્રથમ હેલ્થકેયર સ્ટાર્ટ એપ હતી, જેનું નામ પીરામલ ઈ સ્વાસ્થ્ય હતું. તેનુ બીજી સ્ટાર્ટ અપ રિયલ એસ્ટેટનું હતું જેનું નામ પીરામલ રિઅલટી હતું. હવે બંન્ને પીરામલ એન્ટરપ્રાઇઝનો ભાગ છે. ઈશા રિલાયન્સ જીયો અને રિલાયન્સ રિટેલ બોર્ડમાં સામેલ છે. તેની પાસે યેલ યુનિવર્સિટીમાંથી સાઇકોલોજી અને સાઉથ એશિયન સ્ટડિઝમાં બેચલરની ડિગ્રી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news