મહિન્દ્રા અને ફોર્ડ વચ્ચે કરાર, સાથે બનાવશે અને વેચશે કાર

Mahindra & Ford Motors : દેશની ટોચની વાહન ઉત્પાદન કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra) અને અમેરિકન કંપની ફોર્ડ મોટરે વાહન મેન્ચુફેક્ચરિંગ માટે એક કરાર કર્યો છે. 

મહિન્દ્રા અને ફોર્ડ વચ્ચે કરાર, સાથે બનાવશે અને વેચશે કાર

નવી દિલ્હીઃ દેશની ટોચની વાહન ઉત્પાદન કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra) અને અમેરિકી કંપની ફોર્ડ મોટરે વાહન મેન્યુફેક્ચરિંગ માટે એક કરાર કર્યો છે. આ કરાર હેઠળ બંન્ને કંપનીઓ 1925 કરોડ રૂપિયાના ખર્ચથી જોઇન્ટ વેન્ચર તૈયાર તૈયાર કરશે. આ વેન્ચર અમેરિકી કંપનીની પ્રોડક્ટને ભારતમાં વિકસિક કરશે અને તેનું માર્કેટિંગ અને વિતરણ પણ કરશે. તે માટે બંન્ને કંપનીઓએ સમજૂતી પર હસ્તાક્ષર કરી લીધા છે. 

મહિન્દ્રાની હશે 51 ટકા ભાગીદારી
જોઇન્ટ વેન્ચર હેઠળ મહિન્દ્રાની 657 કરોડ રૂપિયાની સાથે 51 ટકા ભાગીદારી હશે. બાકી ભાગીદારી ફોર્ડની હશે. આ જોઇન્ટ વેન્ચર ફોર્ડ અને મહિન્દ્રાના વાહનોને વિશ્વની મુખ્ય બજારમાં લઈ જશે. કરાર હેઠળ ફોર્ડના ભારતીય બિઝનેસને જેવીમાં ટ્રાન્સફર કરાવવા પર વિચાર કરી શકાય છે. કંપનીનો ચેન્નઈ અને સાણંદમાં એસેમ્બલી પ્લાન્ટ છે. 

ફોર્ડે આ માટે કર્યો કરાર
તમને જણાવી દઈએ કે માર્કેટમાં ફોર્ડના કારોના વેચાણમાં ઘટાડો થઈ રહ્યો છે. વેચાણમાં ઘટાડા બાદ તે પણ ચર્ચા છે કે ફોર્ડ ભારતમાં પોતાના કારોબારને સંકેલવાનું વિચારી કરી રહ્યું છે. પરંતુ હવે કંપનીએ પોતાના વ્યાપારને સંપૂર્ણ રીતે બંધ કરવાની જગ્યાએ જોઈન્ટ વેન્ચર હેઠળ વ્યાપાર કરવાનો નિર્ણય લીધો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news