Maharastra V/s Gujarat : સેમીકંડક્ટર ચીપની લડાઈમાં વેદાંતાના ચેરમેને ખોલ્યું સત્ય, આ કારણે ગુજરાત પસંદ કર્યું

Vedanta Foxconn Semiconductor Plant : પ્લાન્ટને ગુજરાતમાં લઈ જવાના વિવાદ પર અનિલ અગ્રવાલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, જગ્યાની પસંદગી વ્યવસાયિક અને સ્વતંત્ર વિચારને આધીન થઈને લીધો છે

Maharastra V/s Gujarat : સેમીકંડક્ટર ચીપની લડાઈમાં વેદાંતાના ચેરમેને ખોલ્યું સત્ય, આ કારણે ગુજરાત પસંદ કર્યું

અમદાવાદ :ગુજરાતમાં સેમીકંડક્ટર પ્લાન્ટ લગાવ્યા બાદ મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. મહારાષ્ટ્રના વિપક્ષે આ મુદ્દા પર મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પ્રહારો કર્યા છે. તેમના પર આરોપ મૂક્યો કે, મહારાષ્ટ્રનો પ્રોજેક્ટ ગુજરાતમાં આપવામા આવ્યો અને તેનાથી રાજ્યને નુકસાન થયુ છે. પહેલા ચર્ચા હતી કે, પ્લાન્ટ મહારાષ્ટ્રમાં લાગશે, પરંતુ એકાએક નિર્ણય લેવાયો કે પ્લાન્ટ ગુજરાતમા લાગશે. જેને લઈને વિવાદ શરૂ થયો. ત્યારે વેદાંતાના ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલે આ આ મામલે ખુલાસો કર્યો કે, આખરે કેમ પ્લાન્ટને ગુજરાતમાં લઈ જવાયો. 

પ્લાન્ટને ગુજરાતમાં લઈ જવાના વિવાદ પર અનિલ અગ્રવાલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, જગ્યાની પસંદગી વ્યવસાયિક અને સ્વતંત્ર વિચારને આધીન થઈને લીધો છે. ભલે ચીપના નિર્માણનો પ્લાન્ટ ગુજરાતમાં લઈ જવાયો છે, પરંતું તેમનુ ગ્રૂપ મહારાષ્ટ્રમાં પણ ઈન્વેસ્ટમેન્ટ માટે પ્રતિબદ્ધ છે.   

વેદાંતા અને ફોક્સફોનનો સેમીકંડક્ટર ચીપનો પ્લાન્ટ પહેલા મહારાષ્ટ્રમા લાગવાની ચર્ચા હતા. પરંતું બે દિવસ પહેલા વેદાંતાએ અચાનક ગુજરાત સરકારની સાથે કરાર કરીને પ્લાન્ટને ગુજરાતમાં સ્થાપવાની જાહેરાત કરી. આ પ્લાન્ટમાં લગભગ 1.52 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ થવાની સંભાવના છે. જોકે, આ કરાર બાદ મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય દળો વચ્ચે આરોપબાજી શરૂ થઈ ગઈ. અનેક દળોએ તેને મહારાષ્ટ્ર સરકારની અસફળતા ગણાવી. 

ત્યારે વિવાદ વધતા જોઈને અનિલ અગ્રવાલે ખુલાસો કર્યો કે, વેદાંતા-ફોક્સફોન કરોડો ડોલરવાળા આ ઈન્વેસ્ટમેન્ટ માટે જગ્યાની પસંદગી વ્યવસાયિક રીતે કરે છે. આ એક વૈજ્ઞાનિક તેમજ ફાઈનાન્શિયલ પ્રોસેસ છે, જેમાં અનેક વર્ષો લાગી જાય છે. અમે બે વર્ષ પહેલા જ તેની શરૂઆત કરી દીધી હતી. તેમાં બહારની વ્યવસાયિક એજન્સીઓની પણ મદદ લેવામાં આવી છે. અમે ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોની પસંદગી કરી હતી. અમે આ દરેક રાજ્યોની સરકાર સાથે સતત વાતચીત કરી રહ્યા હતા.  

વેદાતા ગ્રૂપના ચેરમેને કહ્યું કે, ગુજરાતનું ફાઈનલ સિલેક્શન કંપનીની આશા પર ખરુ ઉતરવાને કારણે કરવામા આવ્યું. અમારું ગ્રૂપ 1000 એકર જમીન મફતમાં ઈચ્છતુ હતુ. જ્યારે પાણી તેમજ વીજળી પણ ઓછા દરમાં મળે તેવી માંગ રાખી હતી.

તેમણે કહ્યું કે, અમે અમારી આ અપેક્ષાઓની પૂરી કરવા માટે થોડા મહિના પહેલા જ ગુજરાતની પસંદગી કરી હતી. પરંતુ જુલાઈમાં મહારાષ્ટ્ર સરકારના પ્રતિસ્પર્ધી રજૂઆત કરીને અન્ય રાજ્યોને પાછળ છોડવાનો પ્રયાસ કર્યો. પરંતુ અમે આ પ્લાન્ટ એક જ જગ્યાએ લગાવવાનો છે. તેથી અમે ગુજરાતને પસંદ કર્યું.

તેમણે કહ્યું કે, આ ઈન્વેસ્ટમેન્ટથી ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રનું કદ મોટુ થઈ જશે. અમે અખિલ ભારતીય પરિસ્થિતિ બનાવીશું, અને મહારાષ્ટ્રમાં પણ ઈન્વેસ્ટમેન્ટ માટે પ્રતિબદ્ધ છીએ. ગુજરાતમાં આગળ વધવા માટે મહારાષ્ટ્રની મહત્વની ભૂમિકા રહેશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news