LPG Gas Cylinder: હવે Address Proof વિના મળશે ગેસ સિલિન્ડર, જાણો ક્યાં અને કેવી રીતે કરશો એપ્લાય

જો તમે ગેસની જગ્યાએ કોઇ બીજો વિકલ્પ સિલેક્ટ કર્યો છે અથવા પછી તમે શહેર છોડીને જઇ રહ્યા છો તો તમે આ ગેસ સિલિન્ડર ઇન્ડેનના સેલિંગ પોઇન્ટ પર પરત કરી શકો છો.

LPG Gas Cylinder: હવે Address Proof વિના મળશે ગેસ સિલિન્ડર, જાણો ક્યાં અને કેવી રીતે કરશો એપ્લાય

નવી દિલ્હી: LPG Latest News: એલપીજી કનેક્શન (LPG Gas Cylinder) લેવાનો પ્લાન કરનારાઓ માટેક ખુશખબરી છે. હવે જો તમારી પાસે એડ્રેસ પ્રૂફ નથી તો પણ તમે સિલિન્ડર ખરીદી શકો છો. સરકારી ઓઇલ કંપની ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન (IOCL) એ સામાન્ય લોકોને રાહત આપતાં રસોઇ ગેસ પર એડ્રેસની મુશ્કેલીને દૂર કરી દીધી છે. એટલે કે તમે એડ્રેસ પ્રૂફ વિનાઅ ગેસ લઇ શકો છો. આવો જાણીએ તેની પુરી પ્રક્રિયા.

હવે એડ્રેસ પ્રૂફ વિના મળશે સિલિન્ડર
અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં એડ્રેસ પ્રૂફ વિના રસોઇ ગેસ (LPG) મળતો ન હતો. પરંતુ હવે આ નિયમ બદલાઇ ગયો છે. હવે ગ્રાહક પોતાના શહેર અથવા પોતાના એરિયાની પાસે ઇંડેન ગેસ ડિસ્ટ્રીબ્યૂટર અથવા પોઇન્ટ ઓફ સેલ પર જઇને 5 કિલોના રસોઇ ગેસ સિલિન્ડર સરળતાથી ખરીદી કરી શકો છો. તેના માટે કોઇપણ ડોક્યુમેન્ટની જરૂર નહી પડે. ત્યાં બસ તમારે સિલિન્ડરની કિંમત આપીને સિલિન્ડર મળી જશે. ઇન્ડેનના 5 કિલોના સિલિન્ડરને સેલિંગ પોઇન્ટ પરથી ભરાવી શકો છો. તમને જણાવી દઇએ કે આ સિલિન્ડર BIS પ્રમાણિત હોય છે. 

જો તમે ગેસની જગ્યાએ કોઇ બીજો વિકલ્પ સિલેક્ટ કર્યો છે અથવા પછી તમે શહેર છોડીને જઇ રહ્યા છો તો તમે આ ગેસ સિલિન્ડર ઇન્ડેનના સેલિંગ પોઇન્ટ પર પરત કરી શકો છો. 5 વર્ષમાં પરત કરતાં સિલિન્ડરની કિંમતના 50 ટકા પૈસા પરત પણ મળી જશે અને 5 વર્ષ બાદ પરત કરતાં 100 રૂપિયા મળશે. 

ઘરેબેઠા સરળતાથી કરો બુક
આ ઉપરાંત તમે રીફિલ માટે ગેસ બુક પણ કરાવી શકો છો. તેના માટે ક્યાં જવાની જરૂર નથી. તેના માટે એક ખાસ નંબર 8454955555 જાહેર કર્યો છે. દેશના કોઇપણ ખૂણેથી મિસ્ડ કોલ કરી તમે તમારો સિલિન્ડર બુક કરાવી શકો છો. તમે વોટ્સઅપ દ્વારા પણ સિલિન્ડર બુક કરાવી શકો છો. રીફિલ ટાઇપ કરીને તમે 7588888824 નંબર પર મેસેજ કરી દો, તમારો સિલિન્ડર બુક થઇ જશે. તમે 7718955555 પર ફોન કરીને પણ સિલિન્ડર બુક કરાવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news