2થી 3 લાખમાં શરૂ કરો આ 5 બિઝનેસ, 80% સુધી ફંડ અને સબસિડી આપશે મોદી સરકાર 

મોદી સરકાર પોતાની મુદ્રા યોજના હેઠળ નાના બિઝનેસમેનને લોન ઉપલબ્ધ કરાવે છે

2થી 3 લાખમાં શરૂ કરો આ 5 બિઝનેસ, 80% સુધી ફંડ અને સબસિડી આપશે મોદી સરકાર 

નવી દિલ્હી : જો તમે તમારો બિઝનેસ શરૂ કરવા ઇચ્છતા હો અને તમારી પાસે ફંડ ન હોય તો આ ખાસ સમાચાર તમારા માટે જ છે. જો તમે 2થી 3 લાખ રૂ. સુધીનું રોકાણ કરીને બિઝનેસની શરૂઆત કરવા માગતા હો તો મોદી સરકાર તમારી મદદ કરી શકે છે. મોદી સરકાર પોતાની મુદ્રા યોજના હેઠળ નાના બિઝનેસમેનને લોન ઉપલબ્ધ કરાવે છે. આ બિઝનેસ મુશ્કેલ નથી અને એ માટે તમારી પાસે 2થી 3 લાખ રૂ.ની મુડી હોવી જોઈએ. 

1. પાપડ મેન્યુફેક્ચરિંગ યુનિટ
કેટલું રોકાણ ?: 2.05 લાખ રૂ.ના શરૂઆતના રોકાણથી શરૂ થઈ શકે છે બિઝનેસ 
કેટલી મળશે લોન ?: પાપડ યુનિટ માટે 8.18 લાખ રૂ. સુધીની લોન મળી શકે છે
સબસિડીનો પણ ફાયદો: પાપડ યુનિટ માટે સરકાર આંત્રપ્રેન્યોર સ્કીમ હેઠળ આપે છે 1.91 લાખ રૂ.ની સબસિડી

2. હળવું એન્જિનિયરિંગ યુનિટ
મુદ્રા સ્કીમ હેઠળ હળવું એન્જનિયરિંગ યુનિટ (નટ, બોલ્ટ, વોશર, ખીલી વગેરે) શરૂ કરી શકો છો 
કેટલું રોકાણ ?: આ યુનિટ લગાવવા માટે તમને 1.88 લાખ રૂ.ની જરૂર પડશે
કેટલી મળશે લોન ?: મુદ્રા સ્કીમ અંતર્ગત બેંક તમને 2.21 લાખ રૂ. ટર્મ લોન તેમજ 2.30 લાખ રૂ. વર્કિંગ કેપિટલ લોન તરીકે આપશે
કેટલો થશે ફાયદો ?: એક મહિનામાં લગભગ 2500 કિલોગ્રામ નટ બોલ્ટ બની શકશે. આખા વર્ષમાં ખર્ચો કાઢીને લગભગ 2 લાખ રૂ.નો નફો થઈ શકે છે

3. કરી એન્ડ રાઇસ પાઉડર બિઝનેસ 
કેટલું રોકાણ ?: આ બિઝનેસ માટે શરૂઆતમાં 1.66 લાખ રૂ.નું રોકાણ જોઈએ 
કેટલી મળશે લોન ?: મુદ્રા યોજના અંતર્ગત બેંક તરફથી 3.32 લાખ રૂ.ની ટર્મ લોન અને 1.68 લાખ રૂ. વર્કિંગ કેપિટલ લોન મળી જશે
કેટલો થશે ફાયદો ?: આ બિઝનેસનો ફાયદો એ છે કે આના માટે કોઈ અનુભવ જરૂરી નથી. આની ટિપ મુદ્રા બેંકની પ્રોજેક્ટ ફાઇલમાં આપવામાં આવી છે

4. વુડન ફર્નિચરનો બિઝનેસ 
કેટલું રોકાણ ?: આ બિઝનેસને શરૂ કરવા માટે તમારી પાસે લગભગ 1.85 લાખ રૂ. હોવા જોઈએ
કેટલી મળશે લોન ?: મુદ્રા સ્કીમ અંતર્ગત બેંક પાસેથી મુદ્રા સ્કીમ અંતર્ગત બેંક પાસેથી કંપોઝિટ લોન હેઠળ લગભગ 7.48 લાખ રૂ.ની લોન મળી શકે છે. આમાં ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે લગભગ 3.65 લાખ રૂ. અને ત્રણ મહિનાની વર્કિંગ કેપિટલ માટે 5.70 લાખ રૂ.ની જરૂર પડશે. 
કેટલો થશે ફાયદો ?: આ બિઝનેસની શરૂઆતથી ફાયદો મળી જશે. આમાં તમામ ખર્ચ કાઢીને 60 હજારથી 1 લાખ રૂ.નો ફાયદો થઈ શકે છે. 

5. કમ્પ્યૂટર અસેમ્બલિંગ બિઝનેસ
કેટલું રોકાણ ?: આ બિઝનેસની શરૂઆત માટે 2.70 લાખ રૂ.ની જરૂર પડશે
કેટલી મળશે લોન ?: બેંક પાસેથી 6.29 લાખ રૂ.ની લોન મળી શકે છે 
કેટલો થશે ફાયદો ?: જો વર્ષમાં 630 યુનીટ બનાવતા બનાવતા હો તો એને વેચીને લગભગ 3 લાખ રૂ.નો નફો થઈ શકે છે. આ માટે એક નિર્ધારિત કિંમત નક્કી કરવી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news