LIC ના ગ્રાહકો માટે મોટા સમાચાર, ફસાઇ શકે છે તમારા પૈસા, 1 માર્ચ પતાવી દો આ કામ
Trending Photos
ભારતીય જીવન વિમા નિગમ એટલે કે એલઆઇસીના પોલિસી હોલ્ડર્સ માટે મોટા સમાચાર છે. જો તમારી પાસે પણ LIC ની પોલિસી છે અને તે મેચ્યોર થવાની છે તો તમારે તમારા બેંક એકાઉન્ટને પોલિસી સાથે લિંક કરાવવું પડશે. જો સમયસર બેંક એકાઉન્ટ લીંક કરાવ્યું નથી તો તમારી પોલિસીના બધા પૈસા ફસાઇ શકે છે. અત્યાર સુધી LIC ચેક દ્વારા પોલિસીનું ચૂકવણી કરતું હતું, પરંતુ હવે સીધા બેંક ખાતામાં પોલિસીના પૈસા ટ્રાંસફર કરવાનું શરૂ કર્યું છે. આ કારણે જ પોલિસીને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. જો કોઇ ગ્રાહક પોલિસીને લિંક કરતો નથી તો પોલિસી મેચ્યોર થતાં પણ તેને પૈસા ચૂકવવામાં આવશે નહી.
બેંક એકાઉન્ટ લિંક કરવું જરૂરી
LIC એ થોડા સમય પહેલાં જ પોલિસીને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવાની પ્રોસેસ શરૂ કરી છે. તેના માટે પોલિસી મેચ્યોર થતાં ગ્રાહકના પૈસા સીધા ખાતામાં ટ્રાંસફર કરી દેવામાં આવે છે. એટલા માટે દરેક ગ્રાહક માટે જરૂરી છે કે તે પોતાની પોલિસીને બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવી લે. એલઆઇસીના અનુસાર અત્યાર સુધી કોઇ પોલિસી ધારક એવા છે જેમણે પોલિસીને બેંક એકાઉન્ટથી લિંક કરાવ્યું નથી. LIC એ એવા ગ્રાહકોના પૈસા અટકાવવાનું શરૂ કરી દીધું છે.
LIC એ મોકલ્યું એલર્ટ SMS
LIC એ પોતાના ગ્રાહકોને એલર્ટ કરવા માટે SMS મોકલવાનું શરૂ કરી દીધું છે. SMS માં પોલિસીને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત એલઆઇસી પોતાની બધી સેવાઓ ડિજિટલ કરવા જઇ રહ્યું છે. 1 માર્ચ 2019થી દરેક ગ્રાહકને ઓટોમેટેડ એસએમએસ દ્વારા પોલિસી પ્રીમિયમ, પોલિસી મેચ્યોરિટી, પોલિસી હોલ્ડ, જેવી સંબંધિત જાણકારી આપી. પ્રીમિયમ જમા નહી થવાની સ્થિતિમાં એલઆઇસી પોતાના ગ્રાહકોને એલર્ટ કરશે. તેના માટે જરૂરી છે કે તમારો મોબાઇલ નંબર LIC માં રજિસ્ટર્ડ હોય. રજિરસ્ટર્ડ નથી તો જલદી રજિસ્ટર્ડ કરાવી દો.
કેવી રીતે લિંક કરાવશો બેંક એકાઉન્ટ
પોતાની પોલિસીને બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવા માટે તમારે કેન્સલ ચેક અથવા પાસબુકના ફ્રંટ પેજની કોપી LIC બ્રાંચમાં જમા કરાવવી પડશે. સાથે જ NEFT મેડેટ ફોર્મ પણ ભરવું પડશે. ફોર્મ અને પોતાના બેંક એકાઉન્ટની ડિટેલ્સ જમા કરાવતાં તમારી પોલિસીને એક અઠવાડિયાની અંદર બેંક એકાઉન્ટ સાથે લિંક કરી દેવામાં આવશે. પોલિસી મેચ્યોર થતાં LIC સીધા તમારા ખાતામાં પૈસા ટ્રાંસફર કરી દેશે.
મોબાઇલ નંબર રજિસ્ટર કરાવો
મોબાઇલ નંબર રજિસ્ટર કરાવવા માટે તમે એજન્ટને કોલ કરી શકો છો. તમે એલઆઇસીની વેબસાઇટ www.licindia.in/Customer-Services/Help-Us-To-Serve-You-Better પર ક્લિક અથવા હેલ્પલાઇન નંબર 022-68276827 પર કોલ કરીને રજિસ્ટર કરાવી શકો છો. તેના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. પરંતુ 1 માર્ચ 2019 પહેલાં આ બંને કામ કરી લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે