LIC Policy: એલઆઈસીની શાનદાર યોજના, 233 રૂપિયાના રોકાણ પર મેળવો 17 લાખ, ટેક્સમાં પણ મળશે છૂટ
LIC Jeevan Labh Plan: એલઆઈસી (LIC Policy) એક જબરદસ્ત સ્કીમ લાવ્યું છે. એલઆઈસી જીવન લાભ (LIC jeevan Labh) સ્કીમમાં દર મહિને બસ 233 રૂપિયા જમા કરી 17 લાખનું ફંડ તમે સરળતાથી મેળવી શકો છો. જાણો આ સુપરહિટ સ્કીમ વિશે.
Trending Photos
નવી દિલ્હીઃ એલઆઈસી (LIC) પોતાના ગ્રાહકો માટે ઘણા શાનદાર પ્લાન રજૂ કરતુ રહે છે. જો તમે પણ સુરક્ષિત રોકાણની સાથે લાખોપતિ બનવાનું સપનું જોઈ રહ્યાં છો તો એલઆઈસીની આ પોલિસી તમારા માટે ખુબ કામની છે. એલઆઈસી જીવન લાભ (LIC Jeevan Labh) સ્કીમ એક એવી પોલિસી છે જેમાં તમે દર મહિને બસ 233 રૂપિયા જમા કરી 17 લાખનું ફંડ મેળવી શકો છો. આવો જાણીએ આ પોલિસી વિશે..
એલઆઈસી જીવન લાભ
આ એક નોન લિંક્ડ પોલિસી છે જેનું નામ જીવન લાભ (LIC jeevan Labh, 936). આ કારણ છે કે પોલિસીને શેર માર્કેટ સાથે કોઈ સંબંધ નથી. બજાર ઉપર જાય કે નીચે તેની અસર તમારા પૈસા પર પડશે નહીં. આ સ્કીમમાં તમારા પૈસા સુરક્ષિત રહે છે. આ એક લિમિટેડ પ્રીમિયમ પ્લાન (Limited Premium Plan) છે. આ પ્લાન બાળકોના લગ્ન, શિક્ષણ અને પ્રોપર્ટીની ખરીદીને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Petrol-Diesel Price: ખુશખબર! પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતથી મળશે રાહત, સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
પોલિસીની ખાસિયત
1. એલઆઈસીની જીવન લાભ (LIC Jeevan Labh Plan feature) પોલિસી નફો અને સુરક્ષા બંને આપે છે.
2. આ પોલિસીને 8થી 59 વર્ષની ઉંમરના લોકો સરળતાથી લઈ શકે છે.
3. 16થી 25 વર્ષ સુધી પોલિસીની ટર્મ લઈ શકાય છે.
4. ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનો એશ્યોર્ડ લેવો પડશે.
5. તેમાં વધુ રકમની કોઈ મર્યાદા નથી.
6. 3 વર્ષ સુધી પ્રીમિયમ ભરવા પર લોનની સુવિધા પણ મળે છે.
7. પ્રીમિયમ પર ટેક્સ છૂટ અને પોલિસી ધારકના મૃત્યુ પર નોમિનીને વીમાની રકમ અને બોનસના લાભ મળે છે.
પોલિસી ધારકને મળશે ડેથ બેનીફિટ
જો પોલિસી ધારકનું મૃત્યુ પોલિસીની અવધિ દરમિયાન થાય છે અને તેણે મૃત્યુ સુધીનું પ્રીમિયમ જમા કર્યું છે, તો તેના નોમિનીને મૃત્યુ લાભના રૂપમાં મૃત્યુ પર મળનાર ડેથ રકમ, સિંપલ રિવર્સનરી બોનસ અને ફાઇનલ એડીશન બોનસ મળે છે. એટલે કે નોમિનીને વધારાની વીમા રકમ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે