Currency Notes: સંઘરી રાખેલી 2000 ની નોટ બદલી જ લેજો 30 સપ્ટેમ્બર સુધીમાં... જાણો ડેડલાઈન પછી શું થશે 2000 રૂપિયાનું

2000 Note Exchange: આ વાતથી લોકોએ ગભરાવાની જરૂર નથી કારણ કે આ કોઈપણ પ્રકારની નોટબંધી નથી. તમારી પાસે 2,000 ની નોટ છે તો ગભરાવાની જરૂર નથી કારણ કે તેને રદ કરવામાં આવી નથી. આ ફક્ત એક પ્રક્રિયા છે જે અગાઉ પણ ઘણી વખત થઈ ચૂકી છે. 

Currency Notes: સંઘરી રાખેલી 2000 ની નોટ બદલી જ લેજો 30 સપ્ટેમ્બર સુધીમાં... જાણો ડેડલાઈન પછી શું થશે 2000 રૂપિયાનું

2000 Note Exchange: 2000 ની નોટ થોડાક સમયમાં ભૂતકાળ બની જશે. ભારતીય રિઝર્વ બેંકે જણાવી દીધું છે કે દેશભરમાંથી 2000 રૂપિયાની નોટને પરત લેવામાં આવશે. 2000 રૂપિયાની નોટ ચલણમાં નહીં રહે. તેથી જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ હોય તો તમે તેને નજીકની બેંકમાં જઈને બદલી શકો છો. 2000 રૂપિયાની નોટ બદલવા માટે 30 સપ્ટેમ્બર 2023 અંતિમ તારીખ રાખવામાં આવી છે. આ વાતથી લોકોએ ગભરાવાની જરૂર નથી કારણ કે આ કોઈપણ પ્રકારની નોટબંધી નથી. તમારી પાસે 2,000 ની નોટ છે તો ગભરાવાની જરૂર નથી કારણ કે તેને રદ કરવામાં આવી નથી. રિઝર્વ બેન્ક એ ફક્ત 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પરત લેવાનો નિર્ણય કર્યો છે. સાથે જ એ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે આ ફક્ત નોટ બદલવાની પ્રક્રિયા છે જે અગાઉ પણ ઘણી વખત થઈ ચૂકી છે. 

આ પણ વાંચો:

ક્લીન નોટ પોલિસી

આરબીઆઈ એ જણાવ્યું છે કે આ નિર્ણય ક્લીન નોટ પોલિસી અંતર્ગત લેવામાં આવ્યો છે. જે અનુસાર 2000 રૂપિયાની નોટ વેલીડીટીમાં રહેશે એટલે કે તે લીગલ ટેન્ડર રહેશે. લોકો 23 મેથી 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં જઈને 2,000 ની નોટ બદલી શકે છે. ત્યાં સુધીમાં આ નોટનો માર્કેટમાં ઉપયોગ પણ કરી શકાય છે. જે લોકો 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં જઈને નોટ નહીં બદલે તેમણે 30 સપ્ટેમ્બર પછી શું કરવું તે પણ તમને જણાવીએ. 

30 સપ્ટેમ્બર પછી શું કરવું ?

આરબીઆઈ એ 30 સપ્ટેમ્બર 2023 નો સમય લોકોને આપ્યો છે ત્યાં સુધીમાં તેઓ કોઈપણ બેંકની શાખામાં જઈને 2000 રૂપિયાની નોટ બદલી શકે છે પરંતુ જો તમે 30 સપ્ટેમ્બર સુધી પણ નોટ બદલશો નહીં તો પછી તમારે આરબીઆઈ પાસે નોટ બદલવા જવું પડશે. 30 સપ્ટેમ્બર પછી લોકો 2000 રૂપિયાની નોટ આરબીઆઈના માધ્યમથી જ બદલી શકશે.

જેમ જેમ લોકો 2000 રૂપિયાની નોટ બેંકમાં બદલશે તેમ બજારમાંથી 2000 રૂપિયાની નોટ ગાયબ થવા લાગશે. બેંકો તરફથી પણ 2000 રૂપિયાની નોટ ચલણમાં ફરીથી આપવામાં નહીં આવે જેથી થોડા જ સમયમાં 2000 રૂપિયાની નોટ ચલણમાંથી હટી જશે. લોકોને 2,000 ની નોટ બદલવામાં સમસ્યા ન થાય તે માટે આરબીઆઇએ આદેશ કર્યો છે કે એક વખતમાં 20,000 રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટ લોકો બદલી શકે છે. 

આરબીઆઈ એ 2000 રૂપિયાની નોટને લઈને એક પ્રશ્નો જાહેર કરી હતી જેમાં જણાવ્યું હતું કે 2000 રૂપિયાની 89% નોટ માર્ચ 2017 પહેલા છપાયેલી છે. એટલે કે આ નોટની ઉંમર પૂરી થઈ ગઈ છે. 2000 રૂપિયાની માત્ર 10.8% નોટ સર્ક્યુલેશનમાં છે. બજારમાં ખરીદ વેચાણમાં પણ આ નોટનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે. આ સિવાય અન્ય મૂલ્યની નોટ પૂરતા પ્રમાણમાં છે. તેથી લોકો એ વાતની શાંતિ રાખે કે 2000 રૂપિયાની નોટ બેકાર નથી થઈ ગઈ. તે માન્ય છે અને તે ચલણમાં પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news