છેલ્લા ૨૦ દિવસમાં પેટ્રોલ-ડીઝલનાના ભાવમાં થયો આટલો વધારો, જાણો ગુજરાતમાં છે શું ભાવ

રાજ્યમાં છેલ્લા ૨૦ દિવસના ટૂંકા ગાળામાં જ પેટ્રોલના ભાવમાં રૂ. ૧.૦૪ અને ડીઝલના ભાવમાં રૂ. ૨.૭૯નો તોતિંગ વધારો થયો છે. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો, પેટ્રોલમાં એક માસમાં ૮૨ પૈસા જ્યારે ડીઝલમાં રૂ. ૩નો તોતીંગ વધારો થયો છે.

છેલ્લા ૨૦ દિવસમાં પેટ્રોલ-ડીઝલનાના ભાવમાં થયો આટલો વધારો, જાણો ગુજરાતમાં છે શું ભાવ

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ૨૦ દિવસના ટૂંકા ગાળામાં જ પેટ્રોલના ભાવમાં રૂ. ૧.૦૪ અને ડીઝલના ભાવમાં રૂ. ૨.૭૯નો તોતિંગ વધારો થયો છે. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો, પેટ્રોલમાં એક માસમાં ૮૨ પૈસા જ્યારે ડીઝલમાં રૂ. ૩નો તોતીંગ વધારો થયો છે. અમદાવાદ સહિત રાજ્યના ચારેય મોટા શહેરોમાં પેટ્રોલના ભાવ આસમાને જઈ રહ્યા હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યાં છે. શહેરમાં ૧૭ ડિસેમ્બરે પેટ્રોલનો લીટરદીઠ ભાવ રૂ. ૭૧.૯૮ હતો, જે ૬ જાન્યુઆરીના રોજ વધીને રૂ. ૭૩.૦૨ થયો છે. ડીઝલનો ભાવ ૨૦ દિવસ પહેલા રૂ. ૬૯.૧૧ હતો, જે વધીને રૂ. ૭૧.૯૦ થયો છે.

રાજ્યના અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટમાં પણ પેટ્રોલના ભાવમાં ૮૨ પૈસાનો વધારો થયો છે. હાલમાં અમદાવાદમાં પેટ્રોલ રૂ. ૭૩.૦૨ના ભાવે વેચાઈ રહ્યું છે. જોકે, છેલ્લા એક માસમાં પેટ્રોલ કરતા ડીઝલ વધુ મોંઘુ થયું છે. હાલમાં શહેરમાં ડીઝલના ભાવ રૂ. ૭૦ને વટાવી ચૂક્યા છે. જે એક માસ પહેલા રૂ. ૭૦ કરતા ઓછા હતા. આમ, ડીઝલના ભાવોમાં છેલ્લા એક માસમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે.

દિલ્હીમાં પ્રતિ લીટર પેટ્રોલની કિંમત 75.69 રૂપિયા
સવારથી જ અમેરિકા-ઇરાન વચ્ચે આક્રમક નિવેદન વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડીયનની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશ: 75.69 રૂપિયા, 78.28 રૂપિયા, 81.28 રૂપિયા અને 78.64 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. તો બીજી તરફ ચારેય મહાનગરોમાં ડીઝલની કિંમત વધીને ક્રમશ 68.68 રૂપિયા, 71.04 રૂપિયા, 72.02 રૂપિયા અને 72.58 રૂપિયા થઇ ગઇ છે. 

6  દિવસથી સતત વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ
તમને જણાવી દઇએ કે ગત અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાનો દૌર ચાલુ રહ્યો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 6 જાન્યુઆરીના રોજ દિલ્હી, કલકત્તા અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટર, જ્યારે ચેન્નઇમાં 16 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 75.69 રૂપિયા, 78.28 રૂપિયા, 81.28 રૂપિયા અને 78.64 પ્રતિ લીટર થઇ ગયો છે. બીજી તરફ ચારેય મહાનગરોમાં ડીઝલની કિંમત વધીને ક્રમશ: 68.68 રૂપિયા, 71.04 રૂપિયા, 72.02 રૂપિયા અને 72.58 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news