કેવી રીતે બચશે ઇનકમ ટેક્સ? બજેટમાં થયેલી જાહેરાત પહેલાં સમજો છૂટ અને રિબેટમાં શું અંતર છે?

કેવી રીતે બચશે ઇનકમ ટેક્સ? બજેટમાં થયેલી જાહેરાત પહેલાં સમજો છૂટ અને રિબેટમાં શું અંતર છે?

બજેટમાં ટેક્સપેયર્સને 5 લાખ સુધીની આવક પર છૂટ આપવામાં આવી છે. પરંતુ શું ખરેખર છૂટ છે કે પછી રાહત? જોકે, સરકારે રિબેટના માધ્યમથી છૂટ આપવાની જાહેરાત કરી છે. જોકે પહેલાં ભ્રમ એ પણ હતો કે આ સીધી રીતે છૂટ અથવા Tax Exemption છે. પરંતુ હકિકતમાં જાહેરાત (Rebate)ની થઇ છે. મોટાભાગના ટેક્સપેયર્સ ટેક્સ છૂટ (Tax Exemption), કપાત (Deduction) અને રિબેટ (Rebate)માં અંતર સમજતા નથી. આ ત્રણેય તમને ટેક્સ દેણદારીને ઘટાડે છે, પરંતુ આ એક-બીજાથી ભિન્ન છે. આવો જાણી તેમાં શું અંતર છે.

ટેક્સ છૂટ (Exemption)
આવકાના ઘણા સ્ત્રોત એવા હોય છે જેના પર ટેક્સમાં છૂટ મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો એવા સ્ત્રોતથી થનાર આવક પર ટેક્સ આપવાની જરૂર હોતી નથી. ટેક્સ આપનારનું કેલક્યૂલેશન કરતાં સમય છૂટવાળી એવી આવકને તમારી કુલ સેલરી અથવા આવકના અન્ય સ્ત્રોતોમાંથી સૌથી પહેલાં ઘટાડી શકાય છે. ઉદાહરણ તરીકે HRA કેટલાક ખાસ નિયમોના આધીન ટેક્સ છૂટના દાયરામાં આવે છે.

ટેક્સ રિબેટ (Rebate)
છૂટ અને કપાત બાદ જે આવક બચે છે તેના પર તમારે ટેક્સ ચૂકવવાનો હોય છે. ટેક્સની ગણતરી કર્યા બાદ રિબેટ તમને ઇનકમ ટેક્સની રકમ ચૂકવવામાં રાહત આપે છે. આ તે રકમ હોય છે જેના પર કરદાતાને ટેક્સ ચૂકવવાનો હોતો નથી. ઉદાહરણ તરીકે કલમ 87A હેઠળ મળનાર રિબેટ. તેના અનુસાર જો તમારી વાર્ષિક આવક 3.5 લાખ રૂપિયાથી ઓછી છે તો તમે 2,500 રૂપિયા સુધી રિબેટનો દાવો કરી શકે છે. 

અહીં સમજો
માની લો કોઇ વ્યક્તિની કમાણી 5 લાખ રૂપિયા છે અને તેને 50,000 રૂપિયાનું HRA મળે છે. છૂટ બાદ તેની આવક 4.5 લાખ રૂપિયા હશે. જો આપણે માની લઇએ કે કલમ 80સી હેઠળ તેને 1.5 લાખ રૂપિયાના ડિડક્શનનો ફાયદો ઉઠાવી શકે છે તો તેની કુલ આવક 3 લાખ રૂપિયા હશે જેના પર ટેક્સ ચૂકવવો પડશે. 5% હિસાબે તેને 2,500 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. 2,500 રૂપિયાનું રિબેટ મળવાનું કારણ તે વ્યક્તિને કોઇ ઇનકમ ટેક્સ આપવો નહી પડે. 

ટેકસમાં કપાત (Deduction)
એકવાર પોતાના વેતન અથવા બધા સ્ત્રોતોથી થનાર આવકમાંથી મળનાર છૂટ આવકને ઘટાડ લો છો તો તે તમારી ગ્રોસ ટોટલ ઇનકમ થાય છે. ડિડક્શંસ દ્વારા તેને વધુ ઘટાડી શકો છો. રોકાણના કેટલાક ખાસ સ્ત્રોતો જેવા કે ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ, પીપીએમ વગેરે જેવી ખાસ પ્રોડક્ટ્સ તેમાં મદદગાર થાય છે. કેટલાક ખાસ પ્રકારના ખર્ચ પણ તેના દાયરામાં આવે છે. ઉદાહરણ તરીકે જો તમે પગારદાર છો તો 40,000 રૂપિયાનું સ્ટાડર્ડ ડિડક્શનનો દાવો કરી શકો છો. આ ઉપરાંત ઇનકમ ટેક્સ અધિનિયમની કલમ 80સી હેઠળ રોકાણ કરીને પણ ડિડક્શનનો લાભ લઇ શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news