સ્ટોક છે કે રોકેટ! 1 લાખ રૂપિયા બની ગયા 11 કરોડ: 1 લાખ ટકા વળતર, તમારી પાસે છે 

શેરબજારમાં રોકાણ કરવું જેટલું જોખમી છે એટલું જ વળતર મેળવવાનું એક સારું સાધન છે. જો યોગ્ય શેરોમાં રોકાણ કરવામાં આવે તો નાનું રોકાણ પણ તમને કરોડપતિ બનાવી શકે છે. એવા ઘણા શેરો છે જેણે 10 થી 15 વર્ષના ગાળામાં નાના રોકાણને કરોડોમાં ફેરવી દીધા છે. 

સ્ટોક છે કે રોકેટ! 1 લાખ રૂપિયા બની ગયા 11 કરોડ: 1 લાખ ટકા વળતર, તમારી પાસે છે 

શેરબજારમાં રોકાણ કરવું જેટલું જોખમી છે એટલું જ વળતર મેળવવાનું એક સારું સાધન છે. જો યોગ્ય શેરોમાં રોકાણ કરવામાં આવે તો નાનું રોકાણ પણ તમને કરોડપતિ બનાવી શકે છે. એવા ઘણા શેરો છે જેણે 10 થી 15 વર્ષના ગાળામાં નાના રોકાણને કરોડોમાં ફેરવી દીધe છે. આવો જ એક સ્ટોક છે જ્યોતિ રેઝિન અને એડહેસિવ્સ (Jyoti Resins & Adhesives). ગુજરાતની સિન્થેટિક મેન્યુફેક્ચરિંગ કંપનીએ તેના રોકાણકારોને 15 વર્ષમાં મજબૂત વળતર આપ્યું છે. જણાવી દઈએ કે જે રોકાણકારોએ 15 વર્ષના ઉતાર-ચઢાવ દરમિયાન કંપનીને સાથ આપ્યો, આજે તેઓ કરોડપતિ બની ગયા છે.

કંપનીના શેરોએ છેલ્લા 15 વર્ષ દરમિયાન ઉતાર-ચઢાવ છતાં કંપની સાથે જોડાયેલા રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. જ્યોતિ રેઝિન એડહેસિવ્સનો (Jyoti Resins & Adhesives) શેર માર્ચ 2008માં રૂ. 0.89 પર હતો અને હવે તે 1100ના આંકને વટાવી ગયો છે. એટલે કે છેલ્લા 15 વર્ષમાં તેમાં 1,25,539 ટકાનો ઉછાળો આવ્યો છે. વર્ષ 2013માં આ શેર રૂ.3.68 પર હતો. જ્યોતિ રેઝિન અને એડહેસિવ્સના ઉત્પાદનો બજારમાં યુરો 7000 નામથી બજારમાં આવે છે.

1 લાખ રૂપિયા 11 કરોડ થઈ ગયા
છેલ્લા પાંચ વર્ષમાં આ કેમિકલ સ્ટોક લગભગ રૂ. 22.55 થી વધીને રૂ. 1,124.60 પ્રતિ શેર થયો છે. આ દરમિયાન તેણે 5,000 ટકાથી વધુ વળતર આપ્યું છે. જે લોકોએ 2008માં આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હતું, તેમને રૂ. 11 કરોડથી વધુનું વળતર મળ્યું હતું. રોકાણકારોને આશા છે કે આ શેરમાં આગામી સમયમાં વધુ વૃદ્ધિ જોવા મળી શકે છે. કંપનીએ તાજેતરમાં રોકાણકારોને 2:1ના રેશિયોમાં બોનસ શેર જારી કર્યા છે. બોનસ શેરના કારણે જ રોકાણકારોને બમ્પર વળતર મળ્યું છે.

ડિસેમ્બર 2022 ના રોજ પૂરા થયેલા નવ મહિના માટે, જ્યોતિ રેઝિન્સ એન્ડ એડહેસિવ્સે (Jyoti Resins & Adhesives) કુલ વેચાણમાં 57.58 ટકા વૃદ્ધિ નોંધાવી છે. બીજી તરફ, આ જ સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો 133.86 ટકા વધીને રૂ. 30.04 કરોડ થયો છે. ડિસેમ્બર 2022 સુધીમાં, કંપનીમાં પ્રમોટરો 50.82 ટકા અને લોકો પાસે 49.18 ટકા હિસ્સો હતો. કંપની નાણાકીય વર્ષ 20 થી ઇક્વિટી પર  50 ટકા રિટર્ન (ROI) અને મૂડી  પર વળતર (ROCE) 70 ટકા રિટર્ન જાળવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news