બસ દર મહિને 250 રૂપિયાનું રોકાણ કરો, દીકરીના લગ્ન થાય ત્યારે મળશે મસમોટી રકમ

LIC કન્યાદાન પોલિસી અને સુકન્યા સમૃદ્ધિ યોજના બે એવા કાર્યક્રમ છે જે દીકરીઓના માતા-પિતાને નાણાંકીય મદદ આપે છે. ત્યારે તમારે આ યોજના વિશે જાણી લેવું જોઈએ.

બસ દર મહિને 250 રૂપિયાનું રોકાણ કરો, દીકરીના લગ્ન થાય ત્યારે મળશે મસમોટી રકમ

નવી દિલ્લી: દીકરીઓ અને મહિલાઓને મોટાભાગે અધિકાર કે તક આપવામાં આવતી નથી. પરંતુ તે ધીમે-ધીમે બદલાઈ રહ્યો છે. અને દીકરીઓની સાથે સમાન વ્યવહાર કરવા અને તેમને સોસાયટીમાં સમાન તક આપવાની જરૂરિયાત છે. LIC કન્યાદાન પોલિસી અને સુકન્યા સમૃદ્ધિ યોજના બે એવા કાર્યક્રમ છે જે દીકરીઓના માતા-પિતાને નાણાંકીય મદદ આપે છે. ત્યારે તમારે આ યોજના વિશે જાણી લેવું જોઈએ.

1. સુકન્યા સમૃદ્ધિ યોજના:
સુકન્યા સમૃદ્ધિ યોજના બેટી બચાઓ બેટી પઢાઓ પહેલ અંતર્ગત 2015માં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલા બાળકને સુરક્ષિત અને નાણાંકીય ફાઉન્ડેશન આપવાનું છે. જેથી તેનું ભવિષ્ય સુરક્ષિત રહે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાની વિશેષતા:
માતા-પિતા પોતાની 10 વર્ષથી નાની ઉંમરની દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવી શકે છે. 
તેનો વાર્ષિક વ્યાજ દર 7.6 ટકા છે. 
SSYમાં માસિક ડિપોઝીટ ઓછામાં ઓછી 250 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખ થઈ શકે છે.
દરેક પરિવારમાં મહત્તમ બે સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ ખોલાવી શકાય છે.

LICની કન્યાદાન પોલિસી:
LICની કન્યાદાન પોલિસી જીવન લક્ષ્ય પોલિસીનું કસ્ટમાઈઝ વર્ઝન છે. એલઆઈસી કન્યાદાન પોલિસીમાં સેવિંગ અને સુરક્ષા બંને સેવા આપે છે. એલઆઈસીની કન્યાદાન પોલિસી ઓછા પ્રીમિયમ પેમેન્ટની સાથે નાણાંકીય સહાયતા આપે છે. 

LIC પોલિસીની વિશેષતા:
જ્યારે કોઈ પોલિસી હોલ્ડરનું મૃત્યુ થાય છે ત્યારે તેનું પ્રીમિયમ માફ કરી દેવામાં આવે છે. 
દુર્ઘટનામાં મોત થવા પર 10 લાખ રૂપિયા તરત આપવામાં આવે છે.
કુદરતી મોતની સ્થિતિમાં 5 લાખ રૂપિયા તરત આપવામાં આવે છે
મેચ્યોરિટી ડેટ સુધી 50,000 વાર્ષિક પેમેન્ટ કરવામાં આવે છે.
મેચ્યોરિટીના 3 વર્ષ પહેલાં એક સમય માટે લાઈફ રિસ્ક પ્રોટેક્શન છે.
ભારતીય નિવાસી અને એનઆરઆઈ બંને આ સેવાનો લાભ ઉઠાવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news