તમારા પોર્ટફોલિયોમાં સામેલ કરો આ 3 મિડકેપ stocks,આપી શકે છે જોરદાર વળતર!

શેરબજારમાં દરરોજ મોટી કમાણી કરવાની તકો મળે છે. આમાં, પસંદગીના શેરો સમાચાર અને પોઝીટીવ ટ્રિગર્સના આધારે એક્શન દર્શાવે છે. બજાર નિષ્ણાતે બેસ્ટ 3 મિડકેપ સ્ટોક્સ પસંદ કર્યા છે.

તમારા પોર્ટફોલિયોમાં સામેલ કરો આ 3 મિડકેપ stocks,આપી શકે છે જોરદાર વળતર!

શેરબજારમાં દરરોજ મોટી કમાણી કરવાની તકો મળે છે. આમાં, પસંદગીના શેરો સમાચાર અને પોઝીટીવ ટ્રિગર્સના આધારે એક્શન દર્શાવે છે. બજાર નિષ્ણાતે બેસ્ટ 3 મિડકેપ સ્ટોક્સ પસંદ કર્યા છે. આ શેરોમાં Jubilant Ingrevia, Prestige Estate અને Century Plyનો સમાવેશ થાય છે. બજાર નિષ્ણાત રાજેશ પાલવિયાએ ત્રણેય શેરોને લોન્ગ ટર્મ, પોઝિશનલ અને શોર્ટ ટર્મ માટે પીક કર્યા છે. 

લોન્ગ ટર્મ માટે બેસ્ટ પિક
રાજેશ પાલવિયાનોએ લાંબા ગાળા માટે Jubilant Ingrevia ખરીદવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે શેરમાં કરેક્શન બાદ સાપ્તાહિક ચાર્ટ પર રિવર્સલ ફોર્મેશન જોવા મળ્યું છે. શેરમાં લગભગ 4 મહિનાના કોન્સોલિડેશન બાદ સારો રિકવરી ટ્રેડ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં વર્તમાન સ્તરથી શેરમાં સારો ઉછાળો જોવા મળી શકે છે. સ્ટોક લાંબા ગાળા માટે રૂ. 515 થી રૂ. 530 પર રહેશે. 

ભરોસેમંદ શેયર 
માર્કેટ એક્સપર્ટે પોઝિશનલ પિક માટે Century Plyની પસંદગી કરી છે. છેલ્લા 4 અઠવાડિયાના કોન્સોલિડેશનમાંથી ભાવમાં બ્રેક આઉટ જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે નજીકના ગાળા અને ટૂંકા ગાળામાં જે રીતે સ્ટૉકમાં અપસાઇડ ટ્રેડ જોવા મળી રહ્યો છે. પોઝિશનલ ટાર્ગેટ રૂ. 670-680 રહેશે. આ માટે રૂ.565નો સ્ટોપ લોસ છે.

રિયલ્ટી સ્ટોક ઉડાન ભરશે
રાજેશ પાલવિયાએ જણાવ્યું હતું કે ટૂંકા ગાળા માટે રોકાણકારોને Prestige Estateના શેર ખરીદવાની સલાહ આપવામાં આવે છે. શેરે સાપ્તાહિક ચાર્ટ પર બહુવિધ બ્રેકઆઉટ્સ જોયા છે. શેરનો ટૂંકા ગાળાનો ટાર્ગેટ રૂ. 615 થી રૂ. 620 છે. જ્યારે સ્ટોપ લોસ રૂ.520 આસપાસ રહેશે. તેમણે કહ્યું કે રિયલ એસ્ટેટ સેક્ટર પોતે ખૂબ સારું કામ કરી રહ્યું છે.

(Disclaimer: શેરોમાં રોકાણ કરવા માટે અહીં આપેલી સલાહ બજારના નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ જરુર લો.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news