Jio New Plans: આ છે Jioના ધમાકેદાર પ્લાન્સ, રોજ મળશે 2.5 GB ડેટા, 90 દિવસ સુધી નહી કરવું પડે રિચાર્જ

Reliance Jio: Jio ના 349 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો ગ્રાહકોને રોજ 2.5GB ડેટા મળશે. આ સાથે જ, અનિલિમિટેડ વૉઈસ કૉલનો લાભ, રોજ 100 SMS અને 30 દિવસની વેલિડિટી ઉપલબ્ધ થશે. યુઝર્સને JioCinema, JioTV, JioCloud અને JioSecurity જેવી એપ્સનો ઍક્સેસ મળશે.

Jio New Plans: આ છે Jioના ધમાકેદાર પ્લાન્સ, રોજ મળશે 2.5 GB ડેટા, 90 દિવસ સુધી નહી કરવું પડે રિચાર્જ

Jio Prepaid Plan: Jio એ જે 349 અને 899માં જાહેર કરેલા બે પ્લાન છે. તેમાં અલગ-અલગ વેલિડિટી ગ્રાહકને મળશે. જો કે, ડેટા, કોલ અને SMS જેવા બેનિફિટ લગભગ એક જેવા જ હશે. ચાલો આ પ્લાન્સ વિશે વિગતવાર જાણીએ.

Jio ના 349 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો ગ્રાહકોને રોજ 2.5GB ડેટા મળશે. આ સાથે જ, અનિલિમિટેડ વૉઈસ કૉલનો લાભ, રોજ 100 SMS અને 30 દિવસની વેલિડિટી ઉપલબ્ધ થશે. યુઝર્સને JioCinema, JioTV, JioCloud અને JioSecurity જેવી એપ્સનો ઍક્સેસ મળશે. એલિજિબલ ગ્રાહકોને અનલિમિટેડ 5G કવરેજ પણ મળશે.

હવે 899 રૂપિયાના પ્રીપેઈડ પ્લાનની વાત કરીએ તો તેમાં પણ ગ્રાહકોને 349 રૂપિયાના પ્લાનની જેમ જ લાભ મળશે. પરંતુ,  વેલિડિટી વધી જશે. એટલે કે આ પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની વેલિડિટી મળશે.

આ બે પ્લાન સિવાય કંપની બધા જ લાભ 2023 રૂપિયાના પ્લાનમાં આપે છે. જો કે, આ પ્લાનમાં 252 દિવસની વેલિડિટી આપવામાં આવી છે. આમાં ગ્રાહકોને કુલ 630 GB ડેટા મળશે. 

Jio યુઝર્સ, MyJio એપ અથવા Jioની વેબસાઈટ પરથી આ પ્લાન્સ શરૂ કરી શકે છે. ગ્રાહકો PhonePe, Google Pay અને Paytm જેવા પ્લેટફોર્મ્સથી પણ રિચાર્જ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news