25 રૂપિયે લીટર સસ્તું મળશે પેટ્રોલ, સરકારે કહ્યું કેવી રીતે ઉઠાવશો ફાયદો?
થોડા દિવસો પહેલાં ઝારખંડની હેમંત સોરેન સરકારે બે વર્ષ પૂરા થતાં પેટ્રોલના ભાવમાં 25 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તેમના આ પગલાની દેશભરમાં પ્રશંસા થઈ હતી.
Trending Photos
નવી દિલ્હી: Jharkhand Petrol Subsidy Scheme: પેટ્રોલની વધતી કિંમતો દરેકને પરેશાન કરી રહી છે. એવામાં કોઈપણ રાજ્ય સરકાર ભાવમાં 2-4 રૂપિયાનો ઘટાડો જાહેર કરે તો લોકો ખુશ થઈ જાય છે. થોડા દિવસો પહેલાં ઝારખંડની હેમંત સોરેન સરકારે બે વર્ષ પૂરા થતાં પેટ્રોલના ભાવમાં 25 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તેમના આ પગલાની દેશભરમાં પ્રશંસા થઈ હતી.
26 જાન્યુઆરીથી શરૂ થશે આ યોજના
સરકારના બે વર્ષ પૂરા થવા પર સીએમ હેમંત સોરેને રિપોર્ટ કાર્ડ રજૂ કરતા 26 જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરવાની વાત કરી હતી. હવે 26 જાન્યુઆરી પહેલા જ સરકારે (Jharkhand Govt) આ દિશામાં એક પગલું આગળ વધાર્યું છે. જોકે, રાજ્ય સરકારની 26 જાન્યુઆરીથી ટુ-વ્હીલર માટે પેટ્રોલ પર સબસિડી આપવાની યોજના છે. સરકારે કહ્યું કે આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક મહત્વપૂર્ણ કામ કરવા પડશે.
મુખ્યમંત્રીએ લોન્ચ કરી એપ
પેટ્રોલ પર સબસિડીનો લાભ આપવા માટે સીએમ હેમંત સોરેને (CM Hemant Soren) ગુરુવારે સીએમ સપોર્ટ (CMSUPPORTS) એપ લોન્ચ કરી છે. રાજ્યના રેશનકાર્ડ ધારકો આ યોજનાનો લાભ લેવા માટે એપ દ્વારા નોંધણી કરાવી શકે છે. નોંધણીની સુવિધા http://jsfss.jharkhand.gov.in વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. પેટ્રોલ સબસિડી યોજનાનો લાભ આવા રેશનકાર્ડ ધારકોને મળશે, જેમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અથવા ઝારખંડ રાજ્ય ખાદ્ય સુરક્ષા યોજનાનો લાભ મળે છે.
દર મહિને કેટલી સબસિડી?
રાજ્ય સરકારની યોજના હેઠળ, પાત્ર લોકોને પેટ્રોલ પર 25 રૂપિયા પ્રતિ લીટરની સબસિડી આપવામાં આવશે. આ સબસિડી એક મહિનામાં 10 લિટર પેટ્રોલ માટે માન્ય રહેશે. એટલે કે ટુ-વ્હીલર ધરાવનાર રેશનકાર્ડ ધારક દર મહિને 250 રૂપિયા સુધીની સબસિડી લઈ શકે છે. આ સબસિડીના નાણાં DBT દ્વારા લાભાર્થીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
આ લોકોને મળશે લાભ
રાજ્ય સરકારના નિયમ અનુસાર, જેમની પાસે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અથવા ઝારખંડ રાજ્ય ખાદ્ય સુરક્ષા યોજનાનું રેશન કાર્ડ છે, તેમને જ આ યોજનાનો લાભ મળશે. રેશનકાર્ડમાં પરિવારના તમામ સભ્યોનો આધાર નંબર દાખલ કરવો જરૂરી છે. સબસિડી માત્ર ઝારખંડમાં નોંધાયેલા ટુ-વ્હીલર માટે જ માન્ય છે.
આ રીતે કરો રજિસ્ટ્રેશન
- સૌથી પહેલા CMSUPPORT એપ ખોલો અથવા http://jsfss.jharkhand.gov.in પર વિઝિટ કરો.
- અહીં રેશન કાર્ડ અને આધાર નંબર સંબંધિત માહિતી દાખલ કરો.
- સબમિટ કર્યા પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
- OTP સબમિટ કર્યા પછી, વેરિફિકેશન પૂર્ણ થઇ જશે.
- લોગિન કરવા માટે, યુઝર આઈડીમાં રેશન કાર્ડ નંબર દાખલ કરો.
- પરિવારના વડાના આધાર નંબરના છેલ્લા 8 અંક પાસવર્ડ હશે.
- લોગિન કર્યા પછી, રેશન કાર્ડમાં તમારું નામ સિલેક્ટ કરો.
- હવે વાહન નંબર અને ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર સબમિટ કરો.
- DTO આ માહિતીનું વેરિફિકેશન કરશે.
- વેરિફિકેશન પુરૂ થતાં તમારું નામ જિલ્લા પુરવઠા અધિકારી પાસે પહોંચી જશે.
- ત્યારબાદ, દર મહિને તમારા ખાતામાં પેટ્રોલની સબસિડી જમા થતી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે