'ફ્યૂચર પાસ' દ્વારા સમુદ્રના સુહાના સફરનો માણો આનંદ, જલેશ ક્રૂઝએ આપી આ ઓફર

ભારતના પહેલા પ્રીમિયમ ક્રૂઝ ઝલેશએ 'ફ્યૂચર પાસ'ની સુવિધા આપી છે, જેના હેઠળ તમે તમારું બુકિંગ પણ કરાવી શકો છો અને યાત્રા પોતાની સુવિધાનુસાર 31 ઓગસ્ટ 2021 સુધી કરી શકો છો. એટલું જ નહી તમે આ પાસને 30 જૂન 2020 પહેલાં બુક કરો છો તો 25%ની વધારાની છૂટ મળશે. 

'ફ્યૂચર પાસ' દ્વારા સમુદ્રના સુહાના સફરનો માણો આનંદ, જલેશ ક્રૂઝએ આપી આ ઓફર

મુંબઇ: ભારતના પહેલા પ્રીમિયમ ક્રૂઝ ઝલેશએ 'ફ્યૂચર પાસ'ની સુવિધા આપી છે, જેના હેઠળ તમે તમારું બુકિંગ પણ કરાવી શકો છો અને યાત્રા પોતાની સુવિધાનુસાર 31 ઓગસ્ટ 2021 સુધી કરી શકો છો. એટલું જ નહી તમે આ પાસને 30 જૂન 2020 પહેલાં બુક કરો છો તો 25%ની વધારાની છૂટ મળશે. 

એક સ્ટડી અનુસાર કોરોના સંકટના કારણે ઘણા ગ્રાહકોને પોતાની હોલીડે ટ્રિપ કેન્સલ કરી દીધી છે ટ્રાવેલ કરવાની તેમની ઇચ્છા હજુ સમાપ્ત થઇ નથી. ટૂરિઝમ સેક્ટરની પાસે પોતાના ગ્રાહકોને ફરીથી જોડવા માટે એક સોનેરી તક છે, ખાસકરીને તે મુસાફરો સાથે જેમણે પોતાની ટ્રિપ રદ કરી દીધી છે અથવા પછી બુકિંગ રદ કરી દીધું છે. કોરોના સંકટ બાદ લોકો રજા માણવા માટે નવી જગ્યા શોધી રહ્યા છે અને એવામાં જલેશ ક્રૂઝના નવા ડેસ્ટિનેશન્સ તેમના માટે મદદગાર સાબિત થશે. 

નવી ઓફર વિશે જાણકારી આપતાં જલેશ ક્રૂઝના સેલ્સ તથા માર્કેટિંગ ડાયરેક્ટર વિજય કેસવન (Vijay Kesavan)એ જણાવ્યું કે ''ભવિષ્યમાં યાત્રાની અનિશ્વિતતાને લીધે, અમે 'ફ્યૂચર પાસ'ની સુવિધા શરૂ કરી દીધી છે, જેના હેઠળ ગ્રાહક બુકિંગ અત્યારે કરાવી શકે છે અને યાત્રાની મજા પછી માણી શકે છે. આ ઓફર દ્વારા યાત્રી પોતાની સુવિધા અનુસાર યાત્રા તારીખમાં ફેરફાર કરી શકે છે. 

જલેશ ક્રૂઝના પ્રેસિડેન્ટ તથા સીઇઓ જુર્ગેન બૈલોમ (Jurgen Bailom)નું કહેવું છે, 'જલેશ ક્રૂઝમાં સુરક્ષા અને સાફ સફાઇનું ધ્યાન રાખવામાં આવે છે. આ ક્રૂઝમાં અતિથિઓને જીંદગીભર યાદ રહેનાર અનુભવ મળશે. 'કર્ણિકા'માં હંમેશા ઘર જેવો અનુભવ થશે. અમે ગ્રાહકોનું સ્વાગત કરવા માટે આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છીએ. 

જલેશ ક્રૂઝ દ્વારા આપવામાં આવી રહેલી યાત્રાને ઘણા વિકલ્પોમાંથી કોઇપણ યાત્રા સિલેક્ટ કરી શકો છો. તે ભારતમાં ગોવા, દીવ, લક્ષ્યદ્રીય સાથે-સાથે શ્રીલંકામાં કોલંબો, ગાલે અને ત્રિકોમાલીનો પણ વિકલ્પ પસંદ કરી શકો છો.  

આ ઉપરાંત 'કર્ણિક' પર ઘણા બધા સ્વાદિષ્ટ વ્યંજન, એન્ટરટેનમેન્ટ સાથે ક્રૂઝ પર ઓન-બોર્ડ ઘણા આકર્ષક સુવિધાઓ ઉપલબ્ધ છે. જીંદગીની દોડધામ વચ્ચે મધદરિયે ક્રૂઝ પર તેનો આનંદ લેતાં તમે ફરવાની નવી સુંદર જગ્યાઓ શોધી શકો છો. ઓન-બોર્ડ યાત્રીઓ માટે બ્રોડવે શો, Burlesque performances, કેસિનો, મ્યૂઝિક, ડાન્સ નાઇટ, મૂવી સ્ક્રીનિંગ અને એડવેન્ચર એક્ટિવિટીઝની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં બાળકો અને વડીલો માટે અલગથી મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news