Jack Ma ની એક ઝલકથી Alibaba ના શેરોમાં જોરદાર ઉછાળો, એક દિવસમાં થઇ આટલી કમાણી
જૈક મા (Jack Ma)ના વીડિયો અલીબાબા (Alibaba) અને તેમના રોકાણકારોમાં ઉત્સાહ ભરેલો હતો. ત્યારબાદ અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડના શેરોમાં 8.5 ટકાનો વધારો થયો છે.
Trending Photos
બીજિંગ: ચીનના સૌથી અમીર બિઝનેસમેનોમાં સામેલ અને અલીબાબાના સંસ્થાપક જૈક મા (Jack Ma) લાંબા સમય બાદ બુધવારે સાર્વજનિક રૂપથી જોવા મળ્યા અને તેમના 50 સેકન્ડનો એક વીડિયો સામે આવ્યો. વીડિયોમાં જૈક મા ગ્રામીણ શિક્ષકોની સાથે ઓનલાઇન વાતચીત કરતાં જોવા મળી રહ્યા છે અને તેમણે કહ્યું કે આપણે કોવિડ 19 મહામારી ખતમ થયા બાદ ફરીથી મળીશું.
અલીબાબાને થયો 58 અરબનો ફાયદો
જૈક મા (Jack Ma) ના વીડિયો અલીબાબા (Alibaba) અને તેમના રોકાણકારોમાં ઉત્સાહ ભરેલો હતો. ત્યારબાદ અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડના શેરોમાં 8.5 ટકાનો વધારો થયો છે અને એક દિવસમાં કંપની માર્કેટ વેલ્યૂ 58 અરબ ડોલર (લગભગ 4.2 લાખ કરોડ રૂપિયા) વધી ગઇ.
વીડિયો પર ઉઠ્યા સવાલ
જૈક મા (Jack Ma) ના 50 સેકન્ડના આ વીડિયોને કોઇએ ટ્વિટર પર પોસ્ટ કર્યો, ત્યારબાદ આ વાયરલ થઇ ગયો. જોકે ઘણા લોકોએ આ વીડિયોની સત્યતા પર સવાલ ઉઠાવ્યા અને કેટલાકે તેની પ્રશંસા પર શંકા વ્યક્ત કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે