Isuzuએ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી નવી એસયૂવી, જોન્ટી રોડ્સે કરી સવારી

નવી એસયૂવી ફ્રન્ટ અને રિયરથી જોવા પર ઇગલ બેઝ્ડ સ્ટાઇલિસ અને રિફ્રેશડ ડિઝાઇનની સાથે ખુબ જ આકર્ષક લાગી રહી છે.

Isuzuએ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી નવી એસયૂવી, જોન્ટી રોડ્સે કરી સવારી

હૈદરાબાદ: ઇસૂઝૂ મોટર્સે ઇન્ડિયા (Isuzu Motor India)ને ઇન્ડિયન માર્કેટમાં લાંબા સમય બાદ નવી ઇસૂઝૂ એમયૂ-એક્સ (isuzu mux) એસયૂવી લોન્ચ કરી છે. નવી એસયૂવી ફ્રન્ટ અને રિયરથી જોવા પર ઇગલ બેઝ્ડ સ્ટાઇલિસ અને રિફ્રેશડ ડિઝાઇનની સાથે ખુબ જ આકર્ષક લાગી રહી છે. એમયૂ-એક્સના નવા મોડલમાં સ્પોર્ટી લાવા બ્લેક પ્રીમિયમ ઇન્ટીરિયર અપહોલ્સ્ટ્રી આપવામાં આવું છે. એસયૂવીમાં ચામડામાંથી બેનીલી સીટો પણ લગાવવામાં આવી છે. જેમાં ભારતમાં 7 સીટો વાળી ફૂલસાઇઝ પ્રીમિયમ એસયૂવી સેગ્મેન્ટમાં કન્ફર્ટ લેવલ ઘણું વધારે છે.

ઇન્ટીરિયર અને એક્સટીરિયરમાં ઘણા ફિચર્સ
એસયૂવીના ઇન્ટીરિયર અને એક્સટીરિયરમાં પણ ઘણા ફિચર્સ આપવામાં આવ્યા છે. જેમાં 6 એયરબેગ્સ અને હિલ ડેસેન્ટ કંટ્રોલ (એચડીસી) જેવી સુરક્ષાવાળી કારમાં પણ શામેલ છે. જે આધુનિક ભારતીય પરિવારોની જરૂરીયાતોને પૂરી કરે છે. હૈદરાબાદના તાજ ફલકનુમામાં થયેલી લોન્ચિંગ ઇવેન્ટમાં ઇસૂઝૂની લાઇફસ્ટાઇલ એબેસેડર અને દક્ષિણ આફ્રિકી વિકેટ સ્ટાર જોન્ટી રોડ્સે તેમના પરિવાર સાથે ઇસૂઝૂ એમયૂ-એક્સ એસયૂવીની સવારી કરી હતી.

સિગ્નેચર ગ્રિલ ડીઝાઇનને જાળવી રાખી
એસયૂવીનું ફ્રન્ટ અને રિયરનું એક્સટીરિય નવી એમયૂ એક્સને વધુ તાકાતવર બનાવે છે. તેનું અપડેટેડ ફ્રન્ટ લુક ઇગલ પ્રેરિત કરે છે. જેનાથી આ એસયૂવી જોવામાં ઘણી આક્રામક અને પ્રભાવશાળી નજર આવી રહી છે. જોકે તેની બનાવટમાં ઇસૂઝૂના સિગ્નેચર ગ્રિલ ડિઝાઇનને જાળવી રાખી છે. આ એસયૂવી ઇસૂઝૂને 3.0 લીટરની શાનદાર ઇસૂઝૂ 4જેજે 1 ડિઝલ એન્જીનથી લેસ છે, જો 130 કેડબ્લ્યૂ (177 પીએસ)ની સર્વાધિક પાવર આઉટપુટ આપે છે. આ 390 Nmની મહત્તમ ટોર્ક પૂરી પાડે છે, જેને શાનદાર ફ્લેટ ટોક કર્વની સાથે ડિઝાઇન કરવામાં આવી છે.

નવી એમયૂ-એક્સ 5-સ્પીડ સીક્કેંશિયલ શિફ્ટ ઓટોમેટિક ટ્રાંસમિશનની સાથે 4.2 અને 4.4 બન્ને વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ થશે. ઇસૂઝૂ મોટર્સ ઇન્ડિયાના પ્રબંધ નિદેશક નાઓહિરો યામાગુમીએ નવી એમયૂ-એક્સ વિશે જણાવ્યું હતું કે નવી એમયૂ-એક્સ એસયૂવીની સાથે અમે ભારતમાં એસયૂવીના પ્રેમીઓ માટે ઘણા ફિચર્સ લઇને આવ્યા છે. અમે તે ભારતીય પરિવારોની લાઇફ સ્ટાઇલ પણ બદલવામાં સફળ રહ્યા છે, જે અમારી પાસથી કંઇક વધારે ઇચ્છે છે. એમયૂ-એક્સ તે બધા લોકોની સંપૂર્ણતાના માપદંડ હશે. લોકો તેની ક્ષમતા અને તેમાં કરવામાં આવેલા ફિચર્સની પ્રશંસા કરશે. મને પુરો વિશ્વાસ છે કે નવી એમયૂ-એક્સ ભારતમાં ઘણા લોકોના દિલોને જીતશે. નવ ઇસૂઝૂ એમયૂ-એક્સને 4.2 વેરિઅન્ટની કિંમત 26,26,842 રૂપિયા છે જ્યારે તેના 4.4 વેરિએન્ટની કિમત 28,22,959 રૂપિયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news