25 સપ્ટેમ્બરે ઓપન થશે જોરદાર આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ 300 રૂપિયા, જાણો તમામ વિગત

જો તમે આઈપીઓમાં દાવ લગાવી પૈસા કમાવા ઈચ્છો છો તો તમારા માટે સારા સમાચાર છે. ઈન્ટીગ્રેટેડ સર્વિસ પ્રોવાઇડર અપડેટર સર્વિસેઝ લિમિટેડ (Updater Services Limited) નો આઈપીઓ 25 સપ્ટેમ્બરે ઓપન થઈ રહ્યો છે. 
 

25 સપ્ટેમ્બરે ઓપન થશે જોરદાર આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ 300 રૂપિયા, જાણો તમામ વિગત

IPO: શેર માર્કેટમાં દર સપ્તાહે એક બાદ એક કંપનીઓના આઈપીઓ આવી રહ્યાં છે. ઘણા આઈપીઓ ઈન્વેસ્ટરોને મોટી કમાણી કરાવતા હોય છે. આગામી સપ્તાહની શરૂઆતમાં વધુ એક કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે. આ કંપનીનું નામ ઈન્ટીગ્રેટેડ સર્વિસ પ્રોવાઇડર અપડેટર સર્વિસેઝ લિમિટેડ (Updater Services Limited)છે. કંપનીનો ઈરાદો આ આઈપીઓ દ્વારા 640 કરોડ રૂપિયા ભેગા કરવાનો છે. આ આઈપીઓમાં ઈન્વેસ્ટર 27 સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકશે. કંપનીએ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 280-300 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. પબ્લિક ઈશ્યૂ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થવા માટે પ્રસ્તાવિત છે. 

શું છે કંપનીનો પ્લાન
નોંધનીય છે કે આઈપીઓમાં 400 કરોડ રૂપિયા સુધીના શેરનો એક ફ્રેશ ઈશ્યૂ અને ઓફર ફોર સેલ દ્વારા એક પ્રમોટર અને અન્ય દ્વારા 10 રૂપિયાની ફેસ વેલ્યૂના 8,000,000 ઈક્વિટી શેરના વેચાણનો પ્રસ્તાવ સામેલ છે. તો આઈપીઓથી થનારી આવકનો ઉપયોગ લોન ચુકવવા, મૂડીની જરૂરીયાત, વિસ્તાર અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્ય માટે કરવામાં આવશે. 

અપડેટર આઈપીઓની વિગત
1. અપડેટર આઈપીઓની પ્રાઇઝ બેન્ડ કંપનીએ 280 રૂપિયાથી 300 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરી છે. 
2. કંપનીનો આઈપીઓ 25 સપ્ટેમ્બરે ખુલશે અને 27 સપ્ટેમ્બરે બંધ થશે.
3. કંપનીનો ઈરાદો આઈપીઓ દ્વારા 640 કરોડ ભેગા કરવાનો છે. તેમાં 400 કરોડના ફ્રેશ શેર અને 240 કરોડ ઓફર ફોર સેલના માધ્યમથી ભેગા કરવામાં આવશે.
4. આઈપીઓ ખુલતા પહેલા અપડેટર સર્વિસેઝ લિમિટેડે ભારતીય એક્સચેન્જને માહિતી આપી કે તેણે 300 રૂપિયા પ્રતિ શેર પર 95 લાખ કંપનીના શેર જારી કરી એન્કર ઈન્વેસ્ટરો પાસેથી 285 કરોડ ભેગા કર્યાં છે. 
5. આઈપીઓના એન્કર ઈન્વેસ્ટરોમાં આઈસીઆઈસીઆઈ પ્રૂડેંશિયલ ફંડ, બીએનપી પારિબા આર્બિટ્રેઝ, ફ્રેંકલિન ઈન્ડિયા સ્મોલર કંપનીઝ ફંડ, નોમુરા સિંગાપુર વગેરે સામેલ છે.
6. અપડેટર સર્વિસેઝ આઈપીઓના એક લોટમાં 50 શેર સામેલ થશે.
7. શેર એલોટમેન્ટની અસ્થાયી તારીખ 4 ઓક્ટોબર છે પરંતુ તેની પહેલા થઈ શકે છે.
8. કંપનીએ લિંક ઇનટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને આઈપીઓ માટે સત્તાવાર રજીસ્ટ્રાર નિયુક્ત કર્યાં છે.
9. કંપનીનો આઈપીઓ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટિંગ થઈ શકે છે. 
10. અપડેટર સર્વિસેઝનો આઈપીઓ 9 ઓક્ટોબરે ભારતીય શેર બજારમાં લિસ્ટિંગ માટે સંભાવિત છે. પરંતુ કંપની તે પહેલા વિચારી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news