તમારી ગાડી માટે આવી ગયું 'નવું' પેટ્રોલ, અમદાવાદ મળશે, જાણો ફાયદો

આ પેટ્રોલ 10 શહેરોમાંથી જનતા માટે ઉપલબ્ધ થશે અને તબક્કાવાર દેશભરમાં તેની ઉપલબ્ધતા કરાવવામાં આવશે. આ પ્રકારનું પેટ્રોલ ફક્ત છ દેશોમાં ઉપલબધ છે. ભારત સાતમો દેશ બની ગયો છે.

તમારી ગાડી માટે આવી ગયું 'નવું' પેટ્રોલ, અમદાવાદ મળશે, જાણો ફાયદો

નવી દિલ્હી: ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)એ દેશમાં પહેલાં લક્સરી ગાડીઓ માટે 100 ઓક્ટેન પેટ્રોલ (100 Octane Petrol)ને લોન્ચ કર્યું છે. હાલ આ પેટ્રોલ દિલ્હી-એનસીઆર સહિત 10 શહેરોના સિલેક્ટેડ રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ થશે. આ લોન્ચિંગ સાથે ભારત પણ આ સિલેક્ટેડ દેશોમાં સામેલ થઇ ગયો જ્યાં બજારમાં આ પ્રકારનું ગુણવત્તાવાળુ ઇંધણ ઉપલબ્ધ છે. 

હાલ ફક્ત 6 દેશોમાં છે ઉપલબ્ધ
આઇઓસીએલ  R & D દ્વારા વિકસિત 100 ઓક્ટેન પ્રીમિયમ પેટ્રોલ ભારતનું પ્રથમ 100 ઓક્ટેન માનક પેટ્રોલ છે. જે આઇઓસીએલ પેટ્રોલ પંપ પર એકસ્ટ્રા પ્રીમિયમ 100 (XP 100)નામથી મળશે. શરૂઆતમાં આ પેટ્રોલ 10 શહેરોમાંથી જનતા માટે ઉપલબ્ધ થશે અને તબક્કાવાર દેશભરમાં તેની ઉપલબ્ધતા કરાવવામાં આવશે. આ પ્રકારનું પેટ્રોલ ફક્ત છ દેશોમાં ઉપલબધ છે. ભારત સાતમો દેશ બની ગયો છે. છ દેશોમાં ફક્ત અમેરિકા, જર્મની, યૂનાન, ઇંડોનેશિયા, મલેશિયા અને ઇઝરાયલ સામેલ છે. મોટાભાગના છુટક સ્ટેશનો પર ઓક્ટેન પેટ્રોલના ત્રણ પ્રકાર 87 (નિયામિત), 89 (મધ્ય-ગ્રેડ) અને 91-94 (પ્રીમિયમ) ઉપલબ્ધ થાય છે. 

આ શેરોમાં થશે ઉપલબ્ધ 
જે શહેરોમાં આ પેટ્રોલ ઉપલબ્ધ થશે તેમાં દિલ્હી, ગુડગાંવ, નોઇડા, આગરા, જયપુર, ચંદીગઢ, લુધિયાણા,મુંબઇ, પૂણે અને અમદાવાદ પણ સામેલ છે. આ ઇંધણ ઉત્તર પ્રદેશમાં આઇઓસીની મથુરા રિફાઇનરીમાં તૈયાર કરવામાં આવે છે અને તેના સિલેક્ટેડ પેટ્રોલ પંપો પર પુરૂ પાડવામાં આવે છે. ઓક્ટેન રેટિંગ ઇંધણની સ્થિરતાનું માપદંડ છે. 

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધમેન્દ્ર પ્રધાને કહ્યું કે આ ઇંધણ ઉત્તર પ્રદેશમાં આઇઓસીની મથુરા રિફાઇનરીમાં તૈયાર કરવામાં આવે છે અને તેના સિલેક્ટેડ પેટ્રોલ પંપો પર આપૂર્તિ કરવામાં આવશે. ઓક્ટેન રેટિંગ ઇંધણની સ્થિરતાનું માપદંડ છે. આ ભારત્ની ટેક્નોલોજી પ્રગતિનું પ્રમણ છે અને અમારી રિફાઇનરીઓમાં તેનું નિર્માણ આત્મનિર્ભર ભારતનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news