Retirement પછી દર મહિને મળતી રહેશે મોટી રકમ! આ છે સૌથી સુરક્ષિત Investment Options

Retirement Planning: આજના સમયમાં જ્યાં ખર્ચ ઝડપથી વધી રહ્યા છે. તમારી કમાણી તે સ્પીડથી વધી રહી નથી. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેટલીક એવી વિશ્વાસપાત્ર સ્કીમ વિશે, જે તમને રિટાયરમેન્ટ પછી રેગ્યુલર કમાણી આપશે.

Retirement પછી દર મહિને મળતી રહેશે મોટી રકમ! આ છે સૌથી સુરક્ષિત Investment Options

નવી દિલ્લી: Retirement Planning:  આજના સમયમાં જ્યાં ખર્ચ ઝડપથી વધી રહ્યા છે. તમારી કમાણી તે સ્પીડથી વધી રહી નથી.એવામાં જ્યારે તમે જિંદગીના અંતિમ પડાવ એટલે રિટાયરમેન્ટ પર પહોંચશો તો આ ખર્ચને પૂરા કરવા માટે તમારી પાસે પૂરતા પૈસા હશે,કેમ કે વૃદ્ધાવસ્થામાં સૌથી મોટો ખર્ચ તમારી મેડિકલ જરૂરિયાતની હોય છે, જે સમયની સાથે વધે છે.

એવામાં જરૂરિયાત હોય છે કે એક એવી સ્કીમની જે વૃદ્ધાવસ્થામાં પણ તમને રેગ્યુલર મંથલી ઈન્કમ આપતી રહે, જેથી તમે બીજા પર નિર્ભર ન રહો અને તમારો ખર્ચો પણ આરામથી પૂરો થઈ જાય.તો અમે તમને આવી જ વિશ્વાસપાત્ર સ્કીમ્સ વિશે જણાવીશું જે તમને દર મહિને રેગ્યુલર કમાણી કરી આપશે.

1. પ્રધાનમંત્રી વય વંદન યોજના
Pradhan Mantri Vaya Vandana Yojana: દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC) માંથી તમે પ્રધાનમંત્રી વય વંદન યોજનાને ખરીદી શકો છો. આ તમને 10 વર્ષ સુધી એક નક્કી રેટ પર પેન્શન આપે છે, જે રિટાયર લોકો માટે ઘણી સારી સ્કીમ છે. કોઈપણ વ્યક્તિ જેની ઉંમર 60 વર્ષ કે તેનાથી વધારે છે. આ સ્કીમમાં રોકાણ કરી શકે છે.

આ સ્કીમમાં પણ હાલ 7.4 ટકા વ્યાજના હિસાબથી વ્યાજ મળે છે.જે દર મહિને ચૂકવવામાં આવે છે. તેની ટકાવારી દર વર્ષે બદલાતી રહે છે. પરંતુ એકવાર રોકાણ કરવામાં આવે તો સંપૂર્ણ રોકાણ પર ટકાવારી ફિક્સ થઈ જાય છે. તેમાં ડેથ બેનિફિટ પણ મળે છે. પોલિસીધારકના મૃત્યુ પછી પરચેઝ પ્રાઈઝ મની નોમિનીને આપી દેવામાં આવે છે.

આ સ્કીમ 31 માર્ચ 2020ના રોજ ખતમ થઈ ગઈ હતી. પરંતુ તેની સફળતાને જોતાં કેન્દ્ર સરકારે તેને 3 વર્ષ માટે વધારીને હવે 31 માર્ચ 2023 સુધી કરી દીધી.

2. સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ
Senior Citizen Saving Scheme: સીનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ નામની જેમ જ આ સ્કીમ ખાસ કરીને રિટાયરમેન્ટ પછી સીનિયર સિટિઝન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ સ્કીમ પર હાલ 7.4 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. જે ત્રણ મહિનાના આધારે આપવામાં આવે છે. તેમાં જે પણ રોકાણ કરવામાં આવે છે. તે સામાન્ય રીતે 5 વર્ષમાં મેચ્યોર થઈ જાય છે. તમે ઈચ્છો છો તો તેને 3 વર્ષ માટે આગળ વધારી શકાય છે.

3. પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ
Post Office Monthly Income Scheme: પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ સરકારી સ્મોલ સેવિંગ્સ સ્કીમ છે. જે રોકાણકારોને દર મહિને એક નક્કી રકમ કમાવાની તક આપે છે. આ સ્કીમ અંતર્ગત એકાઉન્ટમાં સિંગલ કે જોઈન્ટ એકાઉન્ટમાં એક નક્કી રકમ જમા કરવામાં આવે છે. તેના પર સરકાર 6.6 ટકા વાર્ષિક વ્યાજ આપે છે. આ સ્કીમ 5 વર્ષની છે. જેને 5-5 વર્ષ માટે વધારી શકાય છે. આ સંપૂર્ણ રીતે રિસ્ક ફ્રી સ્કીમ છે. કેમ કે સરકાર સુરક્ષાની ગેરંટી આપે છે. સિંગલ એકાઉન્ટ દ્વારા મહત્તમ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. જોઈન્ટ એકાઉન્ટ છે તો મહત્તમ 9 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. જોઈન્ટ એકાઉન્ટમાં મહત્તમ 3 વયસ્ક પણ હોઈ શકે છે. પરંતુ મહત્તમ લિમિટ 9 લાખ રૂપિયાની છે.

4. સરકારી સિક્યોરિટીઝ:
સરકારી સિક્યોરિટીઝ એટલે G-Secs પણ એક સુરક્ષિત રોકાણનો માર્ગ છે. કેમ કે આ એક ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ છે. આ સિક્યોરિટીઝ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને આપે છે. આ સ્કીમમાં રોકાણ પર તમને રેગ્યુલર વ્યાજની આવક થાય છે. આ સિક્યોરિટીઝ સરકાર તરફથી આપવામાં આવે છે. આથી તેમાં રિસ્કની કોઈ શક્યતા હોતી નથી. સરકાર તેની સંપૂર્ણ ગેરંટી લે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news