હવે 63 દિવસ સુધી જોવી નહી પડે રાહ, માત્ર 1 દિવસમાં જ ઈન્કમ ટેક્સ રિટર્ન
Trending Photos
કેંદ્રીય મંત્રીમંડળે ઈન્કમ ટેક્સ (Income tax) ઈ-ફાઈલિંગની વિગતો, તપાસ અને ટેક્સ રિફંડ (Tax refund) ની સમગ્ર પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે આગામી પેઢીની પ્રણાલી લાગૂ કરવાની એક યોજનાને બુધવારે મંજૂરી આપી દીધી છે. આ 4,241.97 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું કામ દિગ્ગ્જ આઈટી કંપની ઈન્ફોસિસને આપવાનો નિર્ણય કર્યો છે. તેનાથી રિટર્નની તપાસનો સમય 63 દિવસથી એક દિવસ જ રહશે અને સાથે રિફંડની પ્રક્રિયાને પણ ઝડપી કરી દેવામાં આવશે.
કેંદ્વીય રેલ મંત્રી પીયૂષ ગોયલે બુધવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેંદ્વીય મંત્રીમંડળની બેઠકમાં ઈન્કમ ટેક્સ વિભાગની એકીકૃત ઈ-ફાઈલિંગ એન્ડ સેંટ્રલાઇઝ્ડ પ્રોસેસિંગ સેંટર (સીપીસી) 2.0 પ્રોજેક્ટ માટે 4,241.97 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. કેંદ્વીય મંત્રીમંડળના નિર્ણયની જાણકારી આપતાં પીયૂષ ગોયલે સંવાદદાતાઓને કહ્યું કે અત્યારે આઇટીઆરની તપાસમાં 63 દિવસ જેટલો સમય લાગે છે. આ પ્રોજેક્ટના અમલ બાદ આ ઘટીને એક દિવસ જ રહી જશે.
પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે નવી સિસ્ટમને લગભગ દોઢ વર્ષમાં તૈયાર કરવામાં આવશે. તેનું ત્રણ મહિના સુધી ટેસ્ટિંગ કરવામાં આવશે અને ત્યારબાદ તેને લાગૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે ટેન્ડર પ્રક્રિયા બાદ ઈન્ફોસિસને આ પ્રોજેક્ટના અમલીકરણ માટે પસંદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હાલની સિસ્ટમ સફળ રહી છે અને નવો પ્રોજેક્ટ વધુ ટેક્સ અનુકૂળ હશે.
સીપીસી પ્રોજેક્ટ હેઠળ ઈન્કમ ટેક્સ વિભાગમાં સમસ્ત પ્રક્રિયાઓનું એન્ડ ટુ એન્ડ ઓટોમેશન કરવામાં આવશે. તેના માટે વિભિન્ન અવનવી રીતોનો ઉપયોગ કરવામાં આવશે. મંત્રીમંડળે હાલના સીપીસી-આઇટીઆર 1.0 પ્રોજેક્ટ માટે 2018-19 સુધી 1,482.44 કરોડ રૂપિયાના એકીકૃત ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે.
પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 1.83 લાખ કરોડ રૂપિયાના ટેક્સ રિફંડ જાહેર કરવામાં આવ્યા છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણયથી જ્યાં પારદર્શિતા અને જવાબદેહી સુનિશ્વિત કરવામાં આવશે તો રિટર્નની તેજીથી તપાસ થઇ શકશે અને રિફંડ પ્રક્રિયા પણ ઝડપી થશે. સાથે જ તેનાથી ટેક્સદાતાઓને જાગૃત અને શિક્ષિત કરવામાં પણ મદદ મળશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેનાથી જ્યાં કરદાતાઓ માટે પ્રક્રિયાઓને ઝડપી કરવામાં આવશે તો બીજી તરફ સ્વૈચ્છિક ટેક્સ અનુપાલનએ પણ પ્રોત્સાહન મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે