અર્થવ્યવસ્થાને ડબલ ઝટકો, મોંઘવારી વધી, ફેક્ટરીઓનું ઉત્પાદન ઘટ્યું

બુધવારે અર્થવ્યવસ્થાને બેવડો ઝટકો લાગ્યો છે. ન માત્ર મોંઘવારી વધી છે, પરંતુ આઈઆઈપીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 
 

અર્થવ્યવસ્થાને ડબલ ઝટકો, મોંઘવારી વધી, ફેક્ટરીઓનું ઉત્પાદન ઘટ્યું

નવી દિલ્હીઃ મંદીનો સામનો કરી રહેલા ભારતીય અર્થતંત્રને બુધવારે બેવડો ઝટકો લાગ્યો છે. જાન્યુઆરીમાં રિટેલ ફુગાવોનો દર વધીનો 7.59% રહ્યો, જે ડિસેમ્બર 2019માં 7.35% ટકા રહ્યો હતો. મોંઘવારી દરમાં આ વધારો ખાદ્ય પદાર્થો જેવા શાકભાજી, દાળ અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ મોંઘી થવાને કારણે થયો છે. 

જાન્યુઆરી 2019માં મોંઘવારી દર 2.05% રહ્યો હતો. જાન્યુઆરીમાં મોંઘવારી દર ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના 4%ના લક્ષ્યથી ઘણો ઉપર રહ્યો છે. 

તો ડિસેમ્બરમાં ઉદ્યોગોની ગતિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ઔદ્યોગિકના ઉત્પાદનનો વૃદ્ધિ દર ડિસેમ્બરમાં 0.3% ઘટીને 2.5% ટકા રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન ઘટવાને કારણે આ ઘટાડો નોંધાયો છે. 

વિજળી ઉત્પાદન ઘટીને 0.1 ટકા રહ્યો, જ્યારે ડિસેમ્બર 2018માં તેમાં 4.5 ટકાનો વધારો નોંધાયો હતો. 

ખનન ક્ષેત્રના ઉત્પાદનમાં 5.4%નો વધારો જોવા મળ્યો, જ્યારે તેમાં પહેલા 1 ટકાનો ઘટાડો થયો હતો. 

ચાલૂ નાણાકીય વર્ષ એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળામાં આઈઆઈપી ગ્રોથ ઘટીને 0.5% રહ્યો જે નાણાકીય વર્ષ 2018-19ના સમાન સમયગાળામાં 4.7% હતો.

એનએસઓ દ્વારા જારી આંકડા પ્રમાણે, ખાદ્ય ફુગાવા ઘટીને 13.63% રહ્યો, જે ડિસેમ્બર 2019માં 14.14% રહ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news