ભારતીય લોકોને લાગી Work From Homeની લત, ઘરેથી કામ કરવાના બદલામાં આપશે 10% Salary

720 લોકો પર કરવામાં આવે છે આ સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે વર્ક ફ્રોમ હોમની સીધી અસર આઉટપુટ પર પડે છે. સ્ટડીમાં ભાગ લેનાર 56% લોકોએ આ વાતને સ્વિકારી છે કે વર્ક ફ્રોમ હોમથી તેમની પ્રોડક્ટિવિટી વધી છે.

ભારતીય લોકોને લાગી Work From Homeની લત, ઘરેથી કામ કરવાના બદલામાં આપશે 10% Salary

નવી દિલ્હી: લોકડાઉન (Lockdown)ખુલવાની સાથે-સાથે હવે મોટાભાગની કંપનીએ પોતાના કર્મચારીઓને ઓફિસ બોલાવવાનું શરૂ કરી દીધું છે. કોરોના (Corona)દરમિયાન ગત લગભગ 9 મહિનાથી ઘરેથી કામ કરી રહેલા કેટલાક લોકોને આ પરિવર્તન પસંદ આવી રહ્યું છે, તો કેટલાક લોકો એવા પણ છે જે આગળ પણ ઘરેથી કામ કરવા માંગે છે. રસપ્રદ વાત એ છે કે કેટલાક લોકો ઘરેથી કામ કરવાનો ચસ્કો લાગી ગયો છે તે હવે ઓફિસના માહોલમાં જવા માંગતા નથી. વર્ક ફ્રોમ હોમની ટેવ લોકોને હવે એટલી હદે લાગી ગઇ છે કે તેના માટે તે પોતાની સેલરીનો એક ભાગ કપાવવા માટે તૈયાર છે. 

ધ મૈવેરિક્સ ઇન્ડીયાના સર્વેમાં સામે આવ્યું છે કે 54% ટકા ભારતીય ઘરેથી કામ કરવા માંગે છે. તેમાં કેટલાક તો એવા પણ જે વર્ક ફ્રોમ હોમ કરવાના બદલામાં પગારમાં કાપ કરાવવા માટે પણ તૈયાર છે. રિપોર્ટ અનુસાર 34% ટકાએ લોકોએ કહ્યું કે તે અનિશ્વિત સમય સુધી ઘરેથી કામ કરવાન બદલામાં સેલરીનો 10 ટકા ભાગ કપાવવા માટે પણ તૈયાર છે. 

WFHથી વધે છે પ્રોડક્ટિવિટી
720 લોકો પર કરવામાં આવે છે આ સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે વર્ક ફ્રોમ હોમની સીધી અસર આઉટપુટ પર પડે છે. સ્ટડીમાં ભાગ લેનાર 56% લોકોએ આ વાતને સ્વિકારી છે કે વર્ક ફ્રોમ હોમથી તેમની પ્રોડક્ટિવિટી વધી છે. તેમાં 31 ટકા લોકોનું માનવું છે કે ઘરેથી કામ કરવાથી કોરોનાથી પહેલાં અને અત્યારે લગભગ 35% પ્રોડક્ટિવિટીમાં વધારો થયો છે. 

WFH માં થાય છે 5000 રૂપિયા સુધીની બચત
ઘરેથી કામ (Work From Home)કરવાથી ઓફિસ આવવા જવાનો સમય બચી જાય છે સાથે જ પૈસાની પણ બચત થાય છે. આ પહેલાં સપ્ટેમ્બરના મહિનામાં ફ્લેક્સ વર્કસ્પેસ કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે ભારતમાં દર 3માંથી 1 ઓફિસકર્મી ઘરેથી કામ કરીને દર મહિને લગભગ 3 થી 5 હજાર રૂપિયાની બચત કરી 1000 લોકો પર કરવામાં આવેલા આ સર્વેમાં એ પણ સામે આવ્યું કે લગભગ 74% લોકો આગળ પણ ઘરેથી જ કામ કરવાનું પસંદ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news